________________
પત્રસુધા
૨૧૩ “જ્ઞાની કે અજ્ઞાનીજન, સુખદુઃખરહિત ન કોય;
જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રેય.” (૧૫) આમ ધીરજ રાખી આવી પડેલાં દુઃખમાં સ્મરણમંત્ર એ ઉત્તમ દવા છે એ નિશ્ચય સખી તે પ્રમાણે રાતદિવસ જ્ઞાનીની આજ્ઞામાં વૃત્તિ જોડી રાખવાથી ચિત્તસમાધિ કે આનંદ ઊપજે છે. બીજા લોકોને પુરુષને આશ્રય નહીં હોવાથી જે માંદગી આર્તધ્યાનનું કારણ બને છે તે પુરુષના આશ્રિત જીવને ધર્મધ્યાનનું કારણ બને છેજી તે વિચારે છે કે હવે શેડો કાળ આ મનુષ્યદેહમાં રહેવાનું છે તે નકામે વખત આળપંપાળમાં ગાળવાયેગ્ય નથી, પણ પુરુષે દર્શાવેલા સાધનથી જરૂર મારા આત્માનું હિત જ થશે એ વિશ્વાસ રાખી તેના બતાવેલ માર્ગે તે વધારે બળ કરી મન તેમાં જ જોડી રાખે છે. આ દેહ છૂટી ગયા પછી કીડી-મકોડી કે કાગડા-કૂતરાના ભવ લખચોરાશીમાં ભમતાં મળે તેમાં કંઈ આત્મહિત થવાનું નથી, માટે હવે પ્રમાદ કરવા યોગ્ય નથી, ચેતી લેવા જેવું આપણે સર્વને જી.
૨૧૧
અગાસ, તા. ૮-૯-૪૦ તત્ સત
ભાદરવા સુદ ૭, રવિ, ૧૯૯૬ છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ-મૂળ,
એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ-મૂળ.” આપે પૂછેલા પ્રશ્નનો ઉત્તર નીચે લખે છેજ. પુરુષાર્થ કરીએ અને કામ ન બને ત્યાં પ્રારબ્ધને દોષ છે એ વાત ખરી, પણ પુરુષાર્થ નિષ્ફળ જતું નથી. એક વાર ખેતર ખેડીને વાગ્યું હોય પછી વરસાદ ન વરસે તે ઊગેલું સુકાઈ જાય, પણ ખેડાયેલું જતું રહેતું નથી; જમીન સુધરી છે તે ફરી વાવતાં વાર ન લાગે. આપણે જે ફળ લાવવું હતું તે અમુક વખત સુધી આવેલું ન દેખાય, તે પણ સવિચારસહ પુરુષાર્થ કર્યા કરવાથી જરૂર આત્મા સંસ્કારી, સહનશીલ અને સભાવનાવાળે બને છે જી.
બીજું, છઠ્ઠ પદ સંબંધી પૂછયું તેને ઉત્તર : જ્ઞાન, દર્શન, સમાધિ વિષે “પંથ પરમપદ બેધ્યો” એ પદમાં પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે
(૧) દર્શન = સર્વજ્ઞ ભગવાને જડ ચેતન પદાર્થો જેમ દીઠા છે તેવી ખરેખરી ખાતરી થાય તેને ભગવાને સમ્યફદર્શન કહ્યું છે. “મૂળમાર્ગમાં પણ તે જ વાત બીજારૂપે કહી છે કે સદ્દગુરુના ઉપદેશથી દેહ અને આત્મા ભિન્ન છે એમ જે જ્ઞાનથી જણાય છે વા જ્ઞાનલક્ષણથી જેનું સ્વરૂપ જણાય છે તે આત્માની શુદ્ધ પ્રતીતિ થવી તે સમ્યક્દર્શન કે સમકિત છે એમ ભગવાને કહ્યું છે.
(૨) જ્ઞાન = જડ અને ચેતન પદાર્થોનું સ્વરૂપ સમ્યફપ્રમાણુ સહિત જેનાથી જણાય અને જેમાં સંશય (આવું સ્વરૂપ હશે કે આવું?), વિભ્રમ (હોય તેથી ઊલટું માનવું, છીપના ચળકતા કકડાને ચાંદી માની લે તેમ), અને મેહ (બેદરકારી છીપ હશે કે ચાંદી હશે તેય આપણે શું; પ્રમાદને લીધે નિર્ણય ન થે કે નિર્ણય કરવાનો વિચાર પણ ન ઊગ) એ ત્રણ દોષો ન હોય તેને સમ્યકજ્ઞાન કહ્યું છે. બીજારૂપે “મૂળમાર્ગમાં કહ્યું કે દેહાદિથી આત્મા ભિન્ન