SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ પત્રસુધા વળી વેપારી દરિદ્રી એકલે, નીચ એકલે ભમે ભૂલેલે, રેગી એકલે શાક ભરેલે, દુઃખરહિત દુઃખ માંહિ વસેલે. શરીર ઝૂંપડી કડે કૂ, માંસ ચામડી મેહે છે, નવે દ્વાર ગંદાં મળ ઝરતાં, શું સુખ એ કચરામાં કળતાં? મૂક પરિગ્રહ-મમતા ભાઈ! પાળ સુચારિત્ર સત્સુખદાઈ કામ-ક્રોધને તજવા કાજે, જ્ઞાન, ધ્યાન વિચાર આજે.” (વૈરાગ્યમણિમાળા) એક પણ શબ્દ જ્ઞાનીના દ્વારા મળેલે જીવમાં પરિણામ પામે તે જીવને તે ક્ષે લઈ જાય છે એ ભાવાર્થનું એક અધ્યયન (૭૩ ફળાફળી પરાક્રમ) ઉત્તરાધ્યયનમાં છે. તેમાં પ્રથમ સંવેગ વિષે કહે છે. “મેક્ષાભિલાષા : સંવેગથી જીવમાં તીવ્ર ધર્મશ્રદ્ધા જન્મે છે. તીવ્ર ધર્મશ્રદ્ધાથી તેની મોક્ષાભિલાષા વળી વૃદ્ધિગત થાય છે. તેથી તે જીવ અનંતકાળ સંસારમાં રખડાવનાર ક્રોધ, માન, માયા અને લેભ (અનંતાનુબંધી)ને નાશ કરે છે તથા નવા કર્મો બાંધતે નથી. ક્રોધાદિના નાશથી તત્વાર્થમાં તેની અશ્રદ્ધા દૂર થાય છે અને વિશુદ્ધ શ્રદ્ધા જન્મે છે. તે દર્શનવિશુદ્ધિ(ક્ષાયકદર્શન)થી કેટલાક છે તે ભવે જ સિદ્ધિ પામે છે અથવા ત્રીજે ભવે તે અવશ્ય પામે છે જ. બીજે ગુણ નિર્વેદ છે. સંસારથી વિરક્તતા તેનાથી જીવ દેવ, મનુષ્ય અને પશુપંખી (તિર્યંચ) સંબંધી કામ પ્રત્યે વિરક્ત થાય છે, વિરક્ત થયા બાદ તે ભેગસાધનની પ્રાપ્તિ માટે આરંભ તેમ જ પરિગ્રહ કરે તજી દે છે અને એ રીતે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, ગરૂપ સંસારમાર્ગને વિચ્છેદ કરી સિદ્ધિમાર્ગને પામે છે. ત્રીજે ગુણ “ધર્મશ્રદ્ધા'—તેનાથી જીવ પિતાને ગમતા વિષયસુખોથી વિરક્ત થાય છે અને ગૃહસ્થ ધર્મ તજી સાધુપણું સ્વીકારે છે-સાધક બને છે. એ રીતે છેદન, ભેદન, સંગ, વિગ વગેરે શારીરિક અને માનસિક દુઃખને અંત લાવી અવ્યાબાધ મોક્ષસુખ પ્રાપ્ત કરે છે. ગુણ તે ગુરુ તથા સાધર્મિકેની સેવાશુશ્રુષા–તેનાથી મનુષ્યને વિનય પ્રાપ્ત થાય છે. વિનયવાળે જીવ ગુરુની નિંદા, અવહેલના વગેરે વિરાધના તજી (ભવિષ્યમાં પોતાની) નરકાનિ, પશુનિ તથા દેવમનુષ્યનિમાં હલકી ગતિને નિરોધ કરે છે, તેમ જ ગુરુની પ્રશંસા, સ્તુતિ, ભક્તિ અને બહુમાનથી દેવમનુષ્યનિમાં (પિતાને માટે) સુગતિ નિર્માણ કરે છે, સિદ્ધિ-મેષગતિનાં કારણે જ્ઞાન દર્શન ચારિત્રાદિને વિશુદ્ધ કરે છે, પ્રશંસાપાત્ર તેમ જ વિનયમૂલક સર્વ ધર્મકાર્યો સાધે છે, તેમ જ બીજા પણ ઘણા જીવને વિનય ગ્રહણ કરાવે છે.” આ પ્રમાણે ૭૩ બેલ જણાવી એકેક બેલથી મેક્ષ સુધી જીવ કેવી રીતે જાય છે તે બતાવ્યું છે. પરમકૃપાળુદેવે પણ કહ્યું છે. સાચા અંતઃકરણે એક પણ સપુરુષનાં વચનને ગ્રહણ કરશે તે અવશ્ય શ્રેયને પામશે. આટલે બધે લાભ થાય છે તે જાણી ખરી કમાણી કરવા ઈચ્છનાર વણિક બચ્ચે કેમ ઝાલ્ય રહે? વાણિયા લાભને ધંધે છેડે જ નહીં, તે ધર્મમાં કેમ ઢીલ થતી હશે? મુમુક્ષતા કે સાચા વાણિયાપણું પ્રગટયું નથી. અવળી પાઘડી પહેરી છે તે સવળી કરવાની છે. એક કેવળી પાસે કોઈ મોટો રાજા દર્શનાર્થે ગયે. નમસ્કાર કરી પૂછે છેઃ “હે ભગવાન! ત્રણે લેકમાં ઉત્તમમાં ઉત્તમ વસ્તુ કઈ હશે?” ભગવાને કહ્યું: “ધર્મ જેવી કેઈ ઉત્તમ વસ્તુ આ જગતમાં નથી.” ફરી રાજાએ પ્રશ્ન કર્યો, “ઉત્તમ વસ્તુ મણિ આદિ રસ્તામાં મૂકીએ તે
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy