________________
૨૦૮
બેધામૃત ગમે તે જનાર ઉઠાવી લીધા વિના રહે નહીં, તે ધર્મ જેવી ઉત્તમ વસ્તુને અંગીકાર કરવા લોકે કેમ દોડાદોડ કરતા નથી ?” ભગવાને કહ્યું, “પાંચ ઇન્દ્રિયના વિષયે તેમને ખાળે છે. ધર્મ ઉપર તેમની દષ્ટિ પડી નથી, ધર્મ સુખકારક લાગે નથી. ખાખરની ખિસકેલી સાકરને
સ્વાદ શું જાણે? જો ધર્મને સ્વાદ ચાખે તે તેને પછી મૂકે નહીં.” “પુદગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત હો મિત્ત, કર્યું જાણું કર્યું બની આવશે, અભિનંદન રસ રીતિ હે મિત્ત.” પરમકૃપાળુદેવનાં વચનમાં જે રસ ભર્યો છે તે ચાખવા વૈરાગ્ય ઉપશમની જરૂર છે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૦૬ અગાસ, શ્રાવણ સુદ ૧૫, શનિ, ૧૯૯૬ જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જે, અશરીરી ભાવે દુષમ આ કળિકાળમાં રે ; રહે ન જેને દેહધારી રૃપ ભાન જે,
અવિષમ ઉપયોગી એ ગુરુ રહો ખ્યાલમાં રે લે. (પ્રજ્ઞાવબેધ–૩૯) તીર્થક્ષેત્ર સશાંતિધામ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈરછક દાસાનુદાસ બાળ ગવર્ધનના જય સદ્ગુરુવંદન સ્વીકારવા વિનંતી છે. વિ. આપને પત્ર મળ્યો. આપે દર્શાવેલા ભાવ માટે મારી યોગ્યતા નથી. પરમકૃપાળુદેવ પ્રત્યે તે ભાવ કર્તવ્ય છે. આપણે સર્વે પરમ પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનાં બાળ છીએ. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ આપણને તેમના હાથમાં સેપ્યા છે. તેમની અનહદ કૃપાથી આ કળિકાળમાં આપણું મન ભક્તિ કરવા ભણી વળ્યાં છે. એવા પરમ પુરુષને વેગ આપણને વધારે વખત ન રહ્યો એ આપણા મંદ ભાગ્ય ગણવા ગ્ય છે. તેવા પરમ સત્સંગના અભાવે તેને માર્ગે ચાલનાર તે પરમ પુરુષને પોતાના પ્રાણ તુલ્ય ગણનારાં ભાઈબહેને એ આપણાં સગાંસંબંધી ગણવાયેગ્ય છે, કારણ કે તેમની સેબત કે સત્સંગથી આપણામાં જે મહાપુરુષે મંત્ર આદિ આજ્ઞારૂપ બીજ વાવ્યું છે તેનું પોષણ કરવા સત્સંગની જરૂર છે. પણ પરમ પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ પ્રત્યે જે અનન્ય પ્રેમ કરવો ઘટે છે, તેમની પૂજા પ્રભાવના કે આશ્રય જેટલા પ્રેમથી કર ઘટે છે તેટલે પ્રેમ કોઈ પણ માણસ કે દેવાદિ પ્રત્યે અત્યારે કરવા યોગ્ય નથી. એટલે હદયમાં જીવતા સુધી સાંભરે તે પ્રકારે કતરી રાખવા યોગ્ય છે. પ્રભુ, આ વાત આપે સાંભળી હશે તે પણ ફરી ફરી સ્મૃતિમાં રાખવા યોગ્ય હોવાથી લખી જણાવી છે. આ ઉપરથી તે સામાન્ય શિખામણ જેવી લાગશે પણ વાંચન, વ્રત, નિયમ, પૂજા, ભક્તિ આદિ બધી ધાર્મિક ક્રિયાને આધાર પરમ પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર દેવ પ્રત્યે પ્રેમ છે. તે જેને વધારે હશે તે સર્વ સંતેને પ્રિય છે. તેમાં જેને જેટલી ખામી છે તે પૂરી કર્યો છૂટકો છે. કારણ કે જેને જન્મમરણથી છૂટવું છે તેણે તે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રની અનન્ય ભક્તિથી ઉપાસના કરવી જ પડશે. તેઓશ્રીએ પિતે જ લખ્યું છે કે – “ઈશ્વરેચ્છાથી જે કઈ પણુ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તે તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમથકી, એમ પણ અત્ર માનીએ છીએ.” (૩૯૮)