________________
૨૦૬,
બેધામૃત પિસી જાય કે ગારા – કાદવમાં હાથી ખૂંચી જાય તે નીકળતો નથી, તેમ તેમાં જીવ બંધાય છે. (૧૩) પ્રમાદ = આળસ, કષાય, ધર્મની અનાદરતા, ઉન્માદ. (જુઓ મોક્ષમાળા પાઠ-૫૦)
હાલ ન સમજાય તે પણ ધીરજ રાખી પુરુષનાં વચન અને તેની આજ્ઞાનું આરાધન કરવાથી ધીમે ધીમે ગ્યતા પ્રમાણે સમજાતું જશે. ગભરાવાનું નથી, મૂંઝાવું નહીં, હિંમત હારવી નહીં, પણ પુરુષાર્થ કર્યાથી માર્ગ કપાય છેજી. છે શાંતિઃ શાતિઃ શાંતિઃ
૨૦૪
અગાસ, તા. ૨-૮-૪૦
અષાઢ વદ ૧૪, ૧૯૯૬ પૂ. શેઠજી બચે તેમ લાગતું નથી. આપની ઈચ્છા થતી હોય અને અનુકૂળતા હોય તે જેવા આપના ભાવ. લેકે લૌકિક રીતે સંથારો કરેલા સાધુ વગેરેને વાંદવા દોડે છે તેના કરતાં આ તે સાચા પુરુષના આશ્રિતની અંતિમ અવસ્થા કેવી હોય તે જાણવાનું અને કંઈ આપણને આખર વખતે કામમાં આવે તેવું શીખવાને પ્રસંગ છે. વૈરાગ્યનાં કારણોમાં ઉત્સાહ આ કાળમાં બહુ દુષ્કર છે અને સાચા વૈરાગ્યનાં નિમિત્તોમાંથી વૈરાગ્યરૂપ ગુણ ગ્રહણ કરવા જેટલી જીવની તૈયારી પણ તેટલી આ કાળદોષને લીધે જણાતી નથી. સંસારનાં કામ પોતાનાં માન્યાં છે તેથી તેને માટે પરદેશ જવું પડે તો જીવ પાછો ન પડે, પરંતુ આત્માના હિતની વાતમાં પ્રવર્તત તેને ટાઢ ચઢે એ અનાદિને જીવને શિથિલ સ્વભાવ છે તે સ્વાભાવિક જણાવ્યો છે. આપના ઉપર આ વાત લખી નથી. સાચું સગપણ પુરુષનું અને તેના આશ્રિત જીવાત્માઓનું છે, તે આપણને મેહમાં ફસાવવા ઈચ્છતા નથી, ઊલટા ચેતાવી શકે તેવા છે. આટલે જે લક્ષ રહે તે જીવની વૃત્તિ બંધનમાં ન પ્રવર્તે તથા બંધનનાં કારણે ન ઈછે.
વિશેષ વાચન કરતાં થોડું વાચન અને વિશેષ મનન તથા નિદિધ્યાસન કે વારંવાર ભાવના વડે તદ્રુપ પરિણમન માટે હવે વિશેષ પુરુષાર્થ કર્તવ્ય છે. ખા ખા કરવા કરતાં ચાવીને તે પચે અને શરીરની પુષ્ટિમાં સહાય થાય તે પ્રકાર જેમ શારીરિક બાબતમાં ઈષ્ટ છે તેમ ઉપર જણાવેલ પ્રકાર આત્મહિતને સાધનાર છે.
* શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૦૫
અગાસ, તા. ૨-૮-૪૦ તત્ કે તું
અષાડ વદ ૧૪, શુક, ૧૯૯૬ “ચિતવ પદ પરમાતમ પ્યારે, ગીજને જે પદ ઉર ધારે, જહાજ બની ભવજળથી તારે, કેવલ બેધ સુધારસ ધારે. યૌવનની શી કરવી માયા ? જળ-પરપોટા જેવી કાયા; જાવું પડશે નરકે મરીને, આવી ધનની આશા કરીને. ભવ તરવા ઈછે જે ભાઈ, સંત શિખામણ સુણ સુખદાઇ; કામ, ક્રોધ ને મોહ તજી દે, સમ્યજ્ઞાન સમાધિ સજી લે. સંસારી શરણ ગણુ સૂનાં, “અર્થ અનર્થક વચન પ્રભુનાં નશ્વર કાયા પ્રબળ જણાતી વાંછા શાની એની થાતી?