________________
૨૦૦
બેધામૃત કિંચિત્માત્ર ગ્રહણ કરવું તે દુઃખને માર્ગ અને મૂકી દેવું તે મોક્ષને માર્ગ એવા ભાવાર્થનું સાપેક્ષ વચન પરમકૃપાળુદેવનું છે, તે વિચારવા યોગ્ય છે. આરંભ-પરિગ્રહને દુઃખનું કારણ જણાવી વૈરાગ્ય-ઉપશમને ઉપદેશ કર્યો છે તે વારંવાર વિચારી, જીવમાં જે લેભભાવ હોય તે ઘટાડવાથી ગ્યતા આવે છે. આરંભ અને પરિગ્રહનાં અનિષ્ટ પરિણામ જણાવ્યાં છે તે પત્રક ૫૦૬ વારંવાર વિચારવાથી “વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમ અંગીકાર કરી શકે છે, એ સુવિચારદશા વિષે ઉત્તર છે.
જેને તૃષ્ણા વધારે તેનાં જન્મ-મરણ વધારે અને જેણે તૃષ્ણ ઘટાડી તેણે જન્મ-મરણનાં કારણ ઘટાડ્યાં એ ઉપદેશછાયામાં બેધ છે તે વિચારી સંતેષભાવનું જે કાવ્ય મથાળે લખ્યું છે તે વિચારતાં, ભાવતાં તમારા પ્રશ્નોના ઉત્તર મળી રહેવા ગ્ય છે.
પરમકૃપાળુદેવે અનંત કૃપા કરી બહુ સ્પષ્ટ રીતે બે ને બે ચાર હિસાબ બેસે તેવી પરમાર્થની વાત કરી છે. આપણે તે વિચારી અમલમાં મૂકવાની ખામી છે. નીચેને ટૂંક પત્ર લક્ષમાં લેશે –
ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેને એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એ આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત થયા છતાં જે જન્મ-મરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તે આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંત વાર ધિક્કાર હે! જેમણે પ્રમાદને જય કર્યો, તેમણે પરમપદને જય કર્યો.” (૩૫)
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૦૦.
અગાસ, તા. ૧૮-૭-૪૦, તત છે. સત્
અષાડ સુદ ૧૪, ગુરુ, ૧૯૯૬ દેહરો– નિર્બળ બાળક જાણને, પરમ કૃપા કરનાર,
પરમ કૃપાળુને નમી વનવું, “ભવથી તાર.” તમે વચનામૃત વાંચવાનું શરૂ કર્યું છે તે “મોક્ષમાળાની શરૂઆતમાં પરમકૃપાળુદેવે મેક્ષમાળા કેવી રીતે વાંચવી તે વિષે સૂચના લખી છે તે સમજી તે પ્રકારે ધીમે ધીમે વિચારપૂર્વક યથાર્થ સમજાય તેમ વાંચન કરવા સૂચના છે. ઘણું વાંચવાની ઉતાવળ કરવા કરતાં જેટલું વંચાય તેટલું પિતાની શક્તિ પ્રમાણે વિચારાય, તેની તુલના ભલી રીતે થાય તથા તે વાંચ્યા પછી આપણને કયા પ્રકારે હિતમાં ઉપયોગી થાય તેમ તે વાંચન છે તેની શોધ કરી એકાદ વચન પણ જે ઊંડું હદયમાં ઊતરી જાય તે જેમ માસામાં ઊડું ખેડીને બીજ વાવે છે તે સારી રીતે ઊગીને પાક આપે છે તેમ કાળે કરી તે વચન ઊગી નીકળે અને પિતાને તેમ જ પિતાના સમીપવર્તી અને હિતમાં વૃદ્ધિ થાય, સવે સુખી થાય, તેવું ફળ તેનું આવે છે.
બીજું સપુરુષનાં વચન વિચારતાં આપણુ બુદ્ધિ પ્રમાણે સમજાય છે પણ તેટલે જ તેને અર્થ છે અને મને બધું સમજાઈ ગયું એમ માનીને પણ સંતેષ વાળવા જેવું નથી. પરમકૃપાળુદેવે પોતે જ લખ્યું છે કે “સપુરુષના એકેક વાકયમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં (સમાયાં) છે, તે વાત કેમ હશે?” (૧૬૬) શ્રી મહાવીર સ્વામીએ આદિ-ગુરુ