________________
પત્રસુધા
તે મૂર્ખ કહેવાય કે કેમ? આ વાત પત્રમાં વધારે ચર્ચવામાં માલ નથી, પણ ચિત્તને કંઈ સમાધિ તરફ વળવાને પ્રેરણા થવા અર્થે લખ્યું છે, પણ તેથી વિશેષ શાંતિનું કારણ સત્પરુષનાં સજીવન વચને છે તે તરફ લક્ષ રાખવા યોગ્ય છે. એક પણ સત્યવચનની મનમાં પકડ થઈ ગઈ તે મોક્ષનું કારણ થાય તેવાં છે, સર્વ દુઃખના ડુંગરને ક્ષણમાત્રમાં ક્ષય કરી નાખે તેવાં છે, મડદાને જીવતે ખડે કરે તેવાં છે. તેમાં તન્મય થઈ જગતનું વિસ્મરણ કરવા ગ્ય છે, અને પુરુષની આજ્ઞામાં મનને સ્થિર કરવા યોગ્ય છે. તે જ સ્વ અને પરનું કલ્યાણ સાથે તેવાં છે તેની વાનગી - (જુએ શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૬૮૯ અને પત્રાંક પ૬૯)
ઘણું લખાયું છે, તે શાંતિથી વિચારીને આત્મહિત થાય તેમ પ્રવતવા ભલામણ છે. ચિત્તનું સમાધાન એકલા પત્રોથી થવું દુર્ઘટ છે. તેમ છતાં સંસાર-ચિંતા દૂર કરતા રહી સત્સંગની ભાવના વર્ધમાન કરી પુરુષનાં વચનોમાં વૃત્તિ વારંવાર રેકી હિતકારી છે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૯૯
અગાસ, તા. ૩-૭-૪૦ તત ૐ સત
જેઠ વદ ૦)), ૧૯૯૬ શાર્દૂલ- રાજાને તૃતુલ્ય માત્ર ગણતા, ના ઈન્દ્ર સુખી ગણે;
પ્રાપ્તિ- રક્ષણ-નાશ રૂપ ધનના ક્લેશે ન જેને હણે. સંસારે વસતાં છતાં સુખ લહે સિદ્ધો સમું માનવી,
દેવેને પણ પૂજ્ય નિર્ભયપદે છે સંત સંતેષથી.” દેહા– “કયા ઈચ્છત ખેવત સબે, હે ઈરછા દુઃખમૂલ;
જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. જહાં ક૯૫ના જલ્પના, તહાં માનું દુઃખ છાંઈ;
મિ. કલ્પના જલ્પના, તબ વસ્તુ તિન પાઈ. આપ પરમકૃપાળુદેવનાં વચનામૃતના વાચન-વિચારમાં મુખ્યપણે કાળ ગાળો છે તે એક પ્રકારે સત્સંગ જ છે. તેમાં અગાધ જ્ઞાન-નિધાનને નિચોડ (સત્ત્વ) છેજ. જેમ જેમ “કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ” આ ગાથામાં કહેલી ગ્યતા આવશે તેમ તેમ સુવિચારણું પ્રગટ થશે.
“આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન,
જે જ્ઞાને ક્ષય મેહ થઈ, પામે પદ નિર્વાણ.” આમ ઠેઠ સુધીને માર્ગ પરમકૃપાળુદેવે ટૂંકામાં મૂકી દીધું છેજી. તે દશા લાવવા આત્માથનાં લક્ષણ કે મુમુક્ષુતા પ્રગટાવવી પડશે. મુમુક્ષુતાને જ સપુરુષને ઓળખવાની આંખતુલ્ય ગણી છે. અનાદિકાળથી જીવને મુમુક્ષુતા નથી આવી એ જ મોટામાં મોટો દોષ, અનંત દેષોમાંનું એક મુખ્ય દોષ ગણાવ્યું છે.