________________
૧૯૮
બેધામૃત ઘણાં વર્ષ રહ્યા અને રસાયનવિદ્યા શીખી, એ રસ એક તુંબડી ભરીને બનાવ્યું કે તે લેઢા ઉપર નાખે તે બધું લેવું સેનું થઈ જાય. તાપસ મરી ગયા પછી તેમને પોતાના ભાઈ સાંભર્યા કે તેમને શોધીને હું સુખી બનાવું. નિશાની આપીને એક શિષ્યને પ્રથમ મેક, સાથે અડધી તુંબડી રસ પણ આપ્યું અને કેમ સોનું બનાવવું તે સમજાવવા કહ્યું. ઘણી શોધ કરતાં એક જંગલમાં નગ્ન બેઠેલા તે દિગંબર મુનિને તેણે દીઠા અને ઓળખ્યા. ભર્તૃહરિના સમાચાર કહી પેલી રસવાળી તુંબડી તેમના ચરણમાં મૂકી. તેમણે તે પથરા ઉપર ઢાળી દીધી. પેલા શિષ્યને તે ઘણો ખેદ થયો અને તે મૂર્ખ જેવા જણાયા. પાછે તે ભતૃહરિ પાસે જઈ કહે, તમારા ભાઈ તે બહુ દુઃખી છે, પહેરવા કપડાં નથી, રહેવા ઝૂંપડી સરખી નથી. નથી કઈ ચેલે કે સેવક; બિચારા ગાંડાની પેઠે નાગા ફરે છે. ભર્તૃહરિને બહુ દયા આવી, તેથી જાતે બાકી અડધી તુંબડી રસ હતું તે લઈને તેણે જણાવ્યું તે જંગલમાં ગયા, ને તેમને ઓળખી સમાચાર પૂછી તુંબડી પાસે મૂકી બધી હકીકત કહી કે બાર વર્ષ મહેનત કરીને બનાવેલે આ રસ ચમત્કારી છે. તે તુંબડી લઈ ફરી પણ તેમણે ઢળી નાખી. તેથી ભર્તુહરિ તે નિરાશ થઈ ગયા. ભાઈને સુખી કરવામાં પિતે ગરીબ થઈ ગયે. તે ખેદ તેના મુખ ઉપરથી પારખી શુભચંદ્રાચાર્ય મુનિ કહે, “ભાઈ, આવી ખટપટમાં પડ્યાથી આત્માનું શું હિત થનાર છે? જે સોનું જ જોઈતું હતું તે રાજ્યમાં કયાં ઓછું હતું? તે છેડીને પાછા માયામાં કેમ ફસાઓ છે? મોટા આશ્રમે કરવામાં, શિવે વધારવામાં કે લેકેને ધન આપી મોટા ગણાવામાં કે લેકોની દવા કરી તેમનાં શરીરનાં સુખની ઈચ્છા કરવામાં હિત માને તે કરતાં તમારા આત્માને માયામાંથી છોડાવવાનું ભૂલી જાઓ છો તે કેમ લક્ષમાં આવતું નથી ? તમારી શી ગતિ થશે? આ વનસ્પતિના રસમાં બાર વર્ષ ગાળ્યાં તેટલાં વર્ષ આત્માને સ્થિર કરવામાં ગાળ્યાં હોત તે અત્યારે નજીવી તુચ્છ માયિક વસ્તુને ખેદ થાય છે તે ન થાત, કઈ માથું કાપી નાખે તે પણ રોમ ન ફરકે તેવા બન્યા હોત. તમે જે રસ લાવ્યા તેને તે લેટું શોધીને તેના ઉપર નાંખે તે સોનું થાય, પણ જુઓ.” એમ કહી પિતાના પગ તળેથી ધૂળ લઈ પાસેની શિલા ઉપર નાખતાં બધી શિલા સેનાની થઈ ગઈ. પછી કહ્યું, “આત્માના માહાત્મ્ય આગળ આ બધી તુચ્છ વસ્તુઓ છે. આત્માનું સુખ તે જ સાચું સુખ છે, તે સિવાયનું બધું દુઃખ છે. સંસાર બધે દુઃખથી ભરેલે છે. તેમાં સુખ શોધવા જશો તે નહીં જડે. ખારા સમુદ્રમાં ગમે ત્યાં જઈ પાણી ભરે તે ખારું જ મળશે. માટે સાચે માર્ગે વળે તે આત્મહિત થશે.” તે બોધ લાગતાં ભર્તુહરિ મોટા ભાઈ પાસે રહી આત્માને ઓળખી આત્મધ્યાનમાં લીન થયા. તેમને વૈરાગ્ય વધવા “જ્ઞાનાર્ણવ” નામનું શાસ્ત્ર શુભચંદ્રાચાર્યે લખ્યું છે.
બીજું, મીરાંબાઈની નાનપણની કઈ સખી તેમને દ્વારકામાં તંબૂરો વગાડી ભજન કરતાં દેખે તે તે “મીરાંબાઈ બહુ દુઃખી છે એમ માને કે બીજું કંઈ માને ? રહેવા ઘર નથી, કામ કરનાર નેકર નથી, તેને ધણીનું માન નહીં, ભિખારીની પેઠે માંગી ખાય તે સુખી કે દુઃખી દેખાય ? સુખ-દુઃખ અંતરમાં થાય છે અને અંતઃકરણને કોઈ જોઈ શકે છે? અંતરજામી સિવાય બીજા ભલે દેવ કે મનુષ્ય કહે કે આ દુઃખી છે કે આ સુખી છે તે માની માથું ફૂટે