________________
પત્રસુધા
૧૯૭ અને અત્યંત વિકટ છે એમ લાગવાથી, હવે તે કોઈ પત્ર આવે તેને ઉત્તર પણ મોડો અને બીજાં કામને આઘાપાછાં કરી માંડ આપી શકાય છે. હજી વૈરાગ્યની જોઈએ તેવી ઉત્કટતા નહીં હોવાથી આવાં પાન ચીતરવાને પ્રસંગ આવ્યે હડકાયા કૂતરાની પેઠે લખ લખ લખાઈ જાય છે.
અચળરૂપ આસક્તિ નહીં.” હજી વ્યસનીની પેઠે પરમાત્મામાં અચળ પ્રેમ થયો નથી ત્યાં સુધી રમતિયાળ મન ખેલતું ફરે છે. પરંતુ વિશેષ અંકુશની હજી જરૂર છે. આ બધું કહેવાનો આશય એ છે કે તમે પત્રમાં લખે છે કે “જેવું કઠિન કામ હશે તે કરી લઈશ” એ અત્યારની મનોદશા સૂચવે છે. કોઈનું ભલું કરવા ગમે તેવાં સંકટ વેઠવા જીવ તૈયાર થઈ જાય છે, પણ પિતાના આત્માને ઉદ્ધાર કરવાનું અને તેને દુર્ગતિમાંથી બચાવવાનું કામ
ટ્ય વિસ્ટ છે અને કેટલું અગત્યનું છે તે તેને અત્યારે ખબર નથી. તમને ખબર મળ્યા કે તમારા પતિની સુગતિ થઈ નથી. સારા ભાવ હતા, ડાહ્યા કહેવાતા ધમ હતા એમ તમે પણ માને છે, છેવટ સુધી તેમણે માનેલી વાત મુખથી વિસારી નહીં, તેમ છતાં દુર્ગતિ કે દુઃખ છૂટયાં નહીં, તે મોક્ષમાર્ગ તે માનતા હતા તેથી બીજે કઈ હોવો જોઈએ એમ તે સાબિત થાય છે. ગમે તેવા ઉત્તમ પકવાન્નમાં ઝેર ભળેલું હોય તો તે ઉપરથી સારી રઈ જેવી લાગે પણ પ્રાણ હણનાર થઈ પડે છે તેમ ગીતાદિ શાસ્ત્રો કે ભગવાનનાં નામ જે સ્વરછેદે બોલાય છે, ભણાય છે તે ધર્મને નામે અહંકાર સેવાય છે અને પાપમૂલ અભિમાન કે અહંકાર છે, તેથી પાપ નિરંતર બંધાતું હોવાથી દુર્ગતિ સિવાય બીજું ફળ શું હોઈ શકે? માટે આત્મસિદ્ધિશાસ્ત્રની શરૂઆતમાં કહ્યું છે –
રેકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. પ્રત્યક્ષ સદ્ગુરુગથી, સ્વચ્છેદ તે રોકાય;
અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય.” સદ્દગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા વિના જે શાસ્ત્ર-ગીતાદિ વંચાય કે ગમે તેવા મંત્રનો જાપ થાય તેમાં આત્માને લાભ થાય તેવું કંઈ પણ હોતું નથી, આટલી વાત ખાસ કરીને ઊંડા ઊતરીને વિચારી દઢ કરી દેવા જેવી છે.જી. તમે જાણવા માગે છે તે વાત વિષે રૂબરૂમાં ખુલાસો થવાથી તમારા ચિત્તને સંતેષ થવા યોગ્ય છે; કારણ કે કહેવું હોય કંઈ અને સમજાય કંઈ તથા જે જે વિચારો આવે છે તે બધા યથાર્થ લખી શકાતા નથી. તેથી ચિત્તસમાધાનની અગત્ય લાગતી હોય તે સમાગમને વેગ બને તેમ પર્યુષણ ઉપર કે તે પહેલાં યથા–અવસર પુરુષાર્થ કરવો ઘટે છે. “જેવું કઠિન કામ હશે તે કરી લઈશ” લખો. છે પરંતુ અત્રે આવવું પણ તમને અઘરું પડે એમ લાગે છે. એટલે હમણાં તે ટૂંકામાં તે વાત પતાવવા વિચાર છેજ. અમુક સુખી છે કે અમુક દુઃખી છે એ વાત કોઈના કહેવાથી એકદમ માન્ય કરી તેની ફિકરમાં પડવું એ વિચારવાનનું કર્તવ્ય નથી. એક લાંબી વાત છે પણ ટૂંકામાં સારરૂપ લખું છું
ભર્તુહરિ અને તેમના મોટા ભાઈ શુભચંદ્રાચાર્ય બન્ને માળવાના રાજકુમાર હતા. નિમિત્ત પામીને વૈરાગ્ય પ્રાપ્ત થતાં બન્ને ત્યાગી થયા. ભતૃહરિ કોઈ તાપસ બાવાની સેવામાં