SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત હવે વિચારવામાં વિશેષ વખત રેકી, દેશે જે જે જણાય તેના ઉપાય શોધી નિર્દોષ થવાની દાઝ દિલમાં રાખતા જઈશું તે જરૂર જ્ઞાનીના માર્ગને યુગ્ય થઈશું. વાતેએ વડાં નહીં થાય. શ્રવણ, મનન, નિદિધ્યાસન(વારંવાર ભાવના)ને કમે આગળ વધાય તેમ છે. જે જે ભક્તિનાં પદ, આત્મસિદ્ધિ આદિ મુખપાઠ કરેલ છે તેને વિશેષ વિચાર કરી કંઈક ઊંડા ઊતરાય તેવા વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ કરવી આપણ સર્વને જરૂરની છે. વૈરાગ્યના અભાવે મેહનું ગાંડપણ છૂટતું નથી અને “બાલધૂલિ–ઘરચેષ્ટા સરખી ભવચેષ્ટા”માં અમૂલ્ય માનવભવ વહ્યો જાય છે તે વહ્યો જવા દેવાયોગ્ય નથી. માટે દરરોજ માથે મરણ છે તેને વિચાર કરી, બીજા વિકલ્પ ઓછા કરી “અનંતકાળથી જવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? અને તે શું કરવાથી થાય?” (૧૫) તે વિકલ્પ માટે ગૂરણ કરવોગ્ય છેજી. જી શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૯૮ અગાસ, તા. ૨૯-૬-૪૦ જેઠ વદ ૯, શનિ, ૧૯૯૬ પરમગુરુ પર પ્રીત, તૂટે નહીં તેવી હો, નિત્ય નિરંજન ભાવ, હૃદયમાં રમતા રહેજે; નજરે નીરખું નાથ, નહીં સ્વપ્ન પણ બીજે, તુજ ગુણ કીર્તન થાય, તે જ સ્વર શોભીતે; શ્રવણે બોધ સુણાય, નિરંતર સત્સંગતિ હો, સદ્દગુરુ સેવામાંહીં, નિરાલસતા ઉર વસજો. “વહી જાત સંસારમેં, સદ્ગુરુ પકડે કેશ; સુંદર, કાઢે ડૂબતે, દઈ અદ્ભુત ઉપદેશ.” તીર્થશિમણિ સન્માર્ગપ્રેરક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈરછક દાસાનુદાસ બાળ ગોવર્ધનના જય સદ્ગુરુવંદન સ્વીકારવા વિનંતી છે. વિ. પૂને પત્ર મળ્યું હતું અને આપને પત્ર પણ મળે. વાંચી બન્નેને સદ્ભાવો જાણ સંતેષ થયો છેજ. તેમણે શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત વાંચવું શરૂ કર્યું છે એમ લખે છે, તે વિષે સૂચના કરવાની કે આપણી અલ્પબુદ્ધિ હોવાથી, મેક્ષમાળા'માં શિક્ષણ પદ્ધતિ નામથી શરૂઆતમાં સૂચનાઓ કરી છે તે લક્ષમાં રાખી વાંચવા, વિચારવાની ટેવ રાખી હશે તે કલ્યાણકારક છે એટલી તેમને ખબર કરવા વિનંતી છે અને હરકત ન હોય તે બધા પત્ર તેમને વાંચવા મેકલાય તે પણ ઠીક; તેમને જુદે પત્ર લખવા વિચાર હમણું નથી. પહેલાં પ. પૂ. પ્રભુશ્રીજીની હયાતીમાં તેઓશ્રીની સમીપ પ્રથમ રહેવું થયું ત્યારે એટલે ઉત્સાહ મનમાં રહેતા કે પરગામ રહેતા બધા મુમુક્ષુઓ -આફ્રિકા આદિ દૂર દેશના – સમાગમને લાભ ન લઈ શકે તેમને નિયમિત પત્રવ્યવહારથી પુરુષને બોધ પત્ર દ્વારા જણાવતા રહી એકતા સર્વેમાં સાધવી. જેમ પત્ર દ્વારા અમુક વિષયનું શિક્ષણ આપી પરીક્ષા પાસ કરાવનારી સંસ્થા પરદેશમાં હોય છે તેમ ધર્મસંસ્થાઓ તેવું કામ કરી શકે એવા ઘણું ખ્યાલ આવતા. પણ માથે પુરુષ હોવાથી બધી કલ્પનાઓ આપોઆપ શમાઈ ગઈ અને પિતાના આત્માને તારવાનું કામ ઘણું અગત્યનું
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy