SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ત્રસુધી ૨૦૧ શ્રી ગૌતમસ્વામીને “ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા” આ ત્રણ શબ્દો ત્રિપદી કહેવાય છે તે આપ્યા. તે ઉપરથી તેમણે દ્વાદશાંગીની એટલે સકળ શાસ્ત્રોની રચના કરી. તેમ આપણને પરમકૃપાવંત પ. પૂ. પ્રભુશ્રીજીએ મંત્ર આદિની આજ્ઞા, પરમપુરુષ દ્વારા પ્રાપ્ત, જણાવી તે મંત્રનું એટલું બધું માહાસ્ય તેઓ કહેતા કે “આત્મા જ આપીએ છીએ.” દવા વાપરીને જેમ રોગને નાશ કરીએ છીએ તેમ તે મંત્રનું એકાગ્ર ચિત્તથી, સંસારને વીસરી જઈ તેમાં તન્મયતા રાખી તેનું આરાધન કરવાથી જન્મમરણનો નાશ થાય તેવું બળવાન સામર્થ્ય તેમાં છે; તે ભવરોગ નાશ કરવા, જેટલી આપણામાં શક્તિ છે તેટલી બધી તે આજ્ઞા ઉઠાવવામાં વાપરવી ઘટે છે. જે વાંચીએ તે આત્મા પ્રગટાવવા, જે જાપ જપીએ તે પણ તે અર્થે, જે ભક્તિ કરીએ, દર્શન કરીએ, સમાગમ કરીએ, ખાઈએ, પીએ, બેસીએ, ઊઠીએ, ઊંઘીએ, જોઈએ, કામ કરીએ, કઈ પ્રત્યે સનેહ કરીએ, જઈએ, આવીએ તે સર્વ ક્રિયા એક આત્માર્થે કરવા ગ્ય છેજ. આત્માને ભૂલીને, દેહને અર્થે, સગાંને અર્થે, રેગ મટાડવા, લેકોને સારું લગાડવા, સમજણું ગણવા, પૈસા અર્થે કે મનની મેજ કરવા હવે કંઈ કરવું નથી. “ગમે તેટલાં દુઃખ વેઠે, ગમે તેટલા પરિષહ સહન કરે, ગમે તેટલી વ્યાધિઓ સહન કરે, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તે જીવનકાળ એક સમય માત્ર છે, અને દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ (રાગદ્વેષ તજી આત્માર્થે જીવવું) ત્યાં સુધી હે જીવ! છૂટકો નથી. આમ નેપથ્યમાંથી (અંતરમાંથી) ઉત્તર મળે છે, અને તે યથાયોગ્ય લાગે છે.” (૧૨૮) આમ પરમકૃપાળુદેવ પોતાને માટે લખે છે. તેમ આપણ સવેને તે જ ગાંઠ મનમાં પાડી દેવા જેવી છે. જે રસ્તે એ પરમપુરુષ ચાલ્યા તે જ રસ્તે આ ભવમાં જવું છે, બીજું બધું ઝેર ખાવા જેવું છે, એવું અંતરમાં કરી મૂક્યા વિના આ કળિકાળમાં સન્માર્ગે પ્રવર્તી શકાય તેવું રહ્યું નથી. સંજોગો બધા વિપરીત મેહમાં તાણી જાય તેવા છે. “પગ મૂકતાં પાપ છે, જેમાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” (પુષ્પમાળા - ૩૫) એમ કહ્યું છે તે ક્ષણે ક્ષણે સંભાર સંભાર કરવા જેવું છે. તમારો કંઈ વાંક દેખીને પત્ર નથી લખે, એમ નથી; પણ પત્રો લખતાં મન પાછું પડે છે. આ જીવને જ હજ ઉપદેશ લેવાની જરૂર છે, ત્યાં શું લખવું? એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૦૧ અગાસ, અષાડ વદ ૭, ૧૯૯૬ તમારે માથે આપત્તિ આવી છે તે પૂર્વકર્મનું ફળ છે એમ જાણી વર્તમાન પરિણતિ લેશિત કરવા યોગ્ય નથી. જીવમાં કેટલી સમજણ યથાર્થ આવી છે તેની કસોટીને આ પ્રસંગ છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી એક વખત આહાર કરી રાજમંદિરમાં થઈ જતા હતા. તે વખતે હું ઘડિયાળને ચાવી આપતા હતા. અચાનક કંઈ જોરથી ચાવી દેવામાં કમાન તૂટી ગઈ. મેં જઈને તેઓશ્રીને જાહેર કર્યું કે ઘડિયાળની ચાવી તૂટી ગઈ. તેઓશ્રીએ જણાવ્યું કે “અહીં જીવની પરીક્ષા થાય છે. નાશવંત વસ્તુ વહેલીમેડી નાશ પામે છે, તેમાં બે ન થાય તેનું કારણ સમજણ છે.” તેનો અર્થ એ નથી કે આપણે પુરુષાર્થ ન કર. બનેલા પ્રસંગમાંથી શિખામણ લેવી. બને તેટલા સમજૂતીને કે બીજા ઉપાય લેવા ઘટે તે લેવા, પણ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy