________________
૧૮૯
પત્રસુધા આપે શરીરવ્યાધિના સમાચાર જણાવી “આ જીવને ઉત્તાપને મૂળ હેતુ શું? તથા તેની નિવૃત્તિ કેમ થતી નથી ? અને તે કેમ થાય?”(૮૨૭) તે વિષે પુછાવ્યું છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે પરમકૃપાળુદેવે ઘણું પ્રશ્નો ઉપસ્થિત કરી વહેલામોડા આગળપાછળ ઉત્તર આપેલા છે તે તેઓશ્રીનાં વચને વિચારપૂર્વક જેવાથી જડી આવે તેમ છેજ. એક કાવ્યમાં તેઓ લખે છે :
જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ,
કારણ તેનાં બે કહ્યાં, રાગ-દ્વેષ અણુહેતુ” ઉત્તાપ, સંતાપ કે દુઃખનાં મૂળ કારણ જન્મ, જરા, મૃત્યુ કહ્યાં; અનંત કાળ ક્ષણ ક્ષણ કરતાં વ્યતીત થયે, છતાં તેની નિવૃત્તિ થઈ નથી તેનું કારણ વીસ દોહરા રોજ બેલીએ છીએ તેમાં પ્રગટ જણાવેલ છેજી.
“અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન,
સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન.” આ દોષ દેખીને નહીં ટાળીએ ત્યાં સુધી તેની નિવૃત્તિ કેમ થાય?
“પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય, દીઠા નહિ નિજ દોષ તે, તરી એ કોણ ઉપાય ? અધમાધમ અધિકે પતિત, સકળ જગતમાં હુંય, એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું ? પડ પડાઁ તુજ પદપંકજે, ફર્ટી ફર માગું એ જ,
સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ.” વીસ દેહરાને યથાર્થ વિચાર થાય તે તમારા પ્રશ્નોને ઉત્તર સહેજે મળી રહે તેમ જી. બધાનું કારણ પ્રથમ જણાવ્યું તેમ રાગ અને દ્વેષ છે. તે ટળવાને, ક્ષય થવાને ઉપાય પિતે બતાવ્યું છે : “શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગને સદાય આશ્રય રહે. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.” (૬૨)
જ્ઞાની પુરુષે પિકારી પિકારીને કહી ગયા છે તેમણે કહેવામાં બાકી રાખી નથી, આ જીવે કરવામાં બાકી રાખી છે, તે બાકી પૂરી કર્યો છૂટકે છે. માર્ગ બતાવનાર મળ્યા, માર્ગ સાચો લાગે, તે માર્ગ આરાધ્યા વિના કદી છુટાશે નહીં એમ પ્રતીતિ થઈ તે પ્રમાદ તજી હવે એકલયે તે માર્ગમાં આગળ વધવાને પુરુષાર્થ કર્તવ્ય છેજી.
બીજ, આપે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીના બેધ વિષે પુછાવ્યું તે વિષે જણાવવાનું કે આગળ ઉપર આ તીર્થક્ષેત્રે તેનું વાચન વિશેષ હિતકારી થશે એમ જણાય છે. કર વિચાર તે પામ.” શ્રી આત્મસિદ્ધિ – શ્રીમદ્ રાજચંદ્ર
એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ