SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯o બેધામૃત અગાસ, તા. ૨૮-૫-૨૦ વૈશાખ વદ ૭, મંગળ, ૧૯૯૬ હરિગીત– સાચી અચળ શ્રદ્ધા ધરે જે, જીવ સમકિતવંત છે, આત્મ-અનુભવ આપ્ત આગમ ધર્મમાં નિઃશંક તે, સમક્તિ સુખ અમિંદ્રનાં પણ વેદનારૃપ માનતાં; વિનાશિક દુઃખરૂપ દેખી, સ્વપ્નમાંહિ ને ઈરછતા. આપ લખે છે તેમ સત્સંગ જ જીવને ઉપકારક વસ્તુ છે, પણ પૂર્વપુણ્યને આધીન તે જોગ બને છેજી. સત્સંગના વિરહમાં પુરુષનાં વચનને પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય સમજી તેનું આરાધન કરી જિજ્ઞાસા વર્ધમાન કરે તે વિરહ પણ કલ્યાણકારી નીવડે છે એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે. વૈરાગ્યને પરમકૃપાળુદેવે ઉત્તમ ભેમિયો કહ્યો છે. આપણે જ્યાં જવું છે, જે કરવું છે, જેવા બનવું છે તેને માર્ગ બતાવનાર વૈરાગ્ય છે. વૈરાગ્ય એ આસક્તિ અને મેહને કાળ છે, વિવેકને પિતા છે, સત્સંગને સફળ કરાવે તે ઉપકારક છે અને વિચારને મિત્ર છે. માટે મુમુક્ષુએ ગમે તે ઉપાયે વૈરાગ્યની વૃદ્ધિ કરવા યોગ્ય છે અને વિચારની સાથે તે વસનાર હોવાથી વિચાર વારંવાર કરતા રહેવા ગ્ય છે. શા માટે આ માનવદેહ મળ્યું છે? એટલે શું કરવા આ ભવમાં જીવ આવ્યો છે? અને શું કરી રહ્યો છે? એની તપાસ ઘણી વાર કરતા રહેવાની જરૂર છે, તેથી અગત્યનાં કામ કયાં છે અને બિનજરૂરી કામ ક્યાં છે તે સમજાય છે અને બિનજરૂરી પ્રત્યે બેદરકારી કે જોઈએ તેટલી જ કાળજી તેની રહે અથવા તે પ્રત્યે વૈરાગ્ય રહે અને જે કર્યા વિના આત્માનું કલ્યાણ થવાનું નથી એવી સદગુરુની આજ્ઞા, તેને વિચાર, ભક્તિ, સ્મરણ, સમ્યક્ પરિણતિ પ્રત્યે અભિલાષા, પ્રેમ, લક્ષ વારંવાર રહ્યા કરે. અનાદિકાળથી મહવશ જે જે પ્રવર્તન કર્યું છે તેને પશ્ચાત્તાપ કરી સદગુરુની આજ્ઞા સિવાય શ્વાસે રવાસ સિવાય કઈ ક્રિયા કરવી નથી એવી ભાવના કરવી. નિરંતર સદ્દગુરુકૃપાથી મળેલા સ્મરણમાં ચિત્ત વારંવાર આણવાને, ટકાવવાનો પુરુષાર્થ કરી તે અભ્યાસ પાડી દેવાની જરૂર છેજી. કેઈક દિવસે આ વાતને વિચાર કરવાથી કંઈ કલ્યાણ સાધી શકાય તેમ નથી એમ વિચારી કાર્યો કર્યો, પ્રસંગે પ્રસંગે, ક્ષણે ક્ષણે એને ઉપયોગ રાખવાના પુરુષાર્થમાં તત્પર રહેવાય તેવી દાઝ દિલમાં રાખવી ઘટે છે. ગોળ નાખીશું તેટલું ગનું થશે. “ભાવ તિહાં ભગવંત” એમ કહ્યું છે તે સત્ય છે. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૯૪ અગાસ, તા. ૪-૬-૨૦ તત્ સત અષાડ વદ ૧૪, ૧૯૯૬ દેહા– આખા ભવમાં મરણ તે આવે એક જ વાર; તેપણ કાયર જીવને, ભડકાવે બહુ વાર. રર સામા જાય છે, બેલવે બહુ વાર; સંત ગુરુ-શરણું ગ્રહી, રહે સદા તૈયાર. વિ. આપને પત્ર મળે. વાંચી વૈરાગ્યવૃદ્ધિનું કારણ બને છે”. જ્ઞાની પુરુષે કેવળજ્ઞાન થતાં સુધી મરણને સમીપ સમજીને વર્તે છે એમ પરમકૃપાળુદેવે સ્પષ્ટ જણાવ્યા છતાં આ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy