________________
બોધામૃત
૧૯૧
અગાસ, તા. ર૭-૫-૨૦ ત્યાગ તણી મર્યાદા કરજે, શુદ્ધ અને નિયમ અનુસાર તે ઉદાસીનતા સમતા જિજે, આશા-દાસી સંગત તજજે. જેને સદ્ગુરુ ચરણશું રંગ, તેને ન ગમે અવરને સંગ;
જેને સદ્ગુરુ ચરણશું રાગ, તેનાં જાણે મેટાં ભાગ્ય. લીલેરીમાં પાકાં ફળની ગણતરી ગણાતી નથી.
બીજું, આપે પૂછયું કે આ ભવ પૂર્ણ થયા પછી બીજા ભવે આ જ માર્ગની પ્રાપ્તિ તથા સદ્દગુરુને વેગ મળે કે નહીં? તે વિષે જણાવવાનું કે, મોક્ષમાર્ગે ચઢેલા જીવને કે તેવા સપુરુષના આશ્રિત જીવને જે આશ્રય ન છોડે તે મોક્ષ થતાં સુધી જે જે અનુકુળતાની તેને જરૂર છે તેને સંચય થતું જાય છે. ટૂંકામાં તે મુકાતે જ જાય છે. જેમ બજારમાં આપણે કઈ ખાસ જરૂરની વસ્તુ જોઈ તે ખરીદવી છે એમ નિર્ણય કર્યો, પણ પાસે પૂરા પૈસા ન હોય તે તે વસ્તુ તેને તુરત મળે નહીં, પણ બાનું બે આના કે રૂપિયા જેટલું તેને આપ્યું તે તે ચીજ આપણું જ થઈ ગઈ, પછી કોઈને તે વેચે નહીં. પૂરી કીમત આપીએ ત્યારે આપણને મળી જાય. તેમ જેને સાચી શ્રદ્ધા થઈ છે તેનો મોક્ષ થઈ ચૂક્યો. જેટલાં કર્મ પૂર્વે બાંધેલાં છે તે પૂરાં થતા સુધી ભવ કરવા પડે તે કરે, પણ આખરે મેક્ષ થાય. રસ્તામાં ચાલતાં સાંજ પડે ને સૂઈ જઈએ પછી સવારે જેમ ચાલવા માંડીએ છીએ તેમ મોક્ષમાર્ગ જેને પ્રાપ્ત થયું છે તેને બીજે દેવાદિને ભવ કરવો પડે ત્યાં પૂર્વે કરેલાં પુણ્ય ભેગવે છે, ધર્મ ઓછો થઈ શકે છે, પણ પાછ મનુષ્યભવ મળે ત્યારે તેને ધર્મની રુચિ પ્રબળપણે જાગે છે અને મોક્ષમાર્ગ બતાવનાર ગુરુનો વેગ પણ તેને મળી આવે છે તથા વિશેષપણે મોક્ષમાર્ગ આરાધે છે. આઠ દષ્ટિ આપણે બેલીએ છીએ તેમાં આવે છે–
દષ્ટિ થિસદિક ચારમાં, મુક્તિ પ્રયાણ ન ભાંજે રે; રયણી-શયન જેમ શ્રમ હરે, સુરનર સુખ તેમ છાજે રે.
વીર જિનેસર દેશના.” સમ્યફદષ્ટિ જીવ થયા પછી આયુષ્ય બાંધે છે તે દેવનું બાંધે, પછી મનુષ્ય થાય. વળી કર્મ અધૂરાં રહી ગયાં હોય તે દેવ થાય. એમ દેવ અને મનુષ્યના ભવ કરી વધારેમાં વધારે પંદર ભવે તે મેક્ષે જાય છે.
જ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૯૨
અગાસ, તા. ૨૮-૫-૨૦ તત સત્
વૈશાખ વદ ૭, મંગળ, ૧૯૯૬ હરિગીત– “સ્વદ્રવ્ય ને પરદ્રવ્યને વિજ્ઞાનબળથી પારખી,
ભિન્ન કરજે ભેદરાને, લક્ષણને નીરખી; સદ્દગુરુના સદૂધથી કર શોધ શ્રદ્ધા ધાર, સત્સંગથી ઉ૯લાસ પુરુષાર્થ માંહિ વધારજે.”