________________
પત્રસુધા પુદ્ગલ દ્રવ્ય અછવ છે. તેવાં જ બીજાં આકાશ, કાળ, ધર્મ (ગતિમાં સહાયક), અધર્મ (સ્થિતિમાં સહાયક) અજીવ દ્રવ્યો છે. આમ પુદ્ગલ (રૂપ, રસ, ગંધ, સ્પર્શ ને શબ્દવાળા પદાર્થો), આકાશ, કાળ, ધર્મ અને "અધર્મ – આ પાંચ અજીવ છે તે બીજું તત્વ છે. જીવના અશુદ્ધ ભાવ અને તે નિમિત્તે આવતા પરમાણુઓના સમૂહને આસવ નામનું ત્રીજું તત્વ કહે છે. તે અશુદ્ધભાવને લઈને આવેલાં પરમાણુ આત્માના પ્રદેશની સાથે દૂધ ને પાણીની પેઠે એકમેક થઈને રહે છે, તેને ચોથું બંધ તત્વ કહે છે. મૂળમાર્ગમાં કહેલા ખાસ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ સ્વભાવમાં જીવ રહે છે ત્યારે સંવર નામનું પાંચમું તત્ત્વ પ્રાપ્ત થયું એમ કહ્યું છે, તેથી નવાં કર્મ-પરમાણુ આવતાં નથી કે બંધાતાં નથી. સંવરના પ્રભાવે પૂર્વે બાંધેલાં કર્મો પણ આત્માની સાથેનો સંબંધ છેડીને અનુક્રમે ખરી જાય છે. દૂધપાણીને ઉકાળી પાણી બાળી મૂકીએ તેમ પૂર્વ કર્મ ધીમે ધીમે બળી જાય છે તેને નિર્જરા નામનું છઠ્ઠ તત્વ કહે છે. બધાં કર્મ છૂટી જાય તેવા ભાવ થયે આઠે કર્મ આત્માથી છૂટાં પડી જાય અને શુદ્ધ આત્મદશા સદા કાળ રહે તે અવસ્થાને મોક્ષ નામનું સાતમું તત્વ કહ્યું છે. આમ સાત તત્વમાં પુણ્ય અને પાપ રૂપે બે તો ઉમેરીને કોઈ આચાર્યો નવ પદાર્થની સંખ્યા પણ કરે છે. આત્માને જાણ અને આત્મારૂપે વર્તવું એ સર્વ તને સાર છે, તેથી મોક્ષનિજશુદ્ધતા-પ્રાપ્ત થાય છે.
તે દશા આ કલપકાળમાં પ્રથમ પ્રાપ્ત કરનાર મરુદેવી માતા હતાં. રાષભદેવ ભગવાનનાં તે માતા થાય. અનંતકાળ નિગદ (એક ઈન્દ્રિયરૂપે જન્મી એક શ્વાસ લઈને મૂકીએ તેટલા વખતમાં સત્તર-અઢાર વાર જન્મમરણ કરવાની) અવસ્થામાં રહી તેમને કેળનો ભવ પ્રાપ્ત થયો તે વખતે પાસે કંથાર નામને કાંટાને છેડ ઊગેલે તેના કાંટા વડે કેળનાં પાન નિરંતર અથડાતાં, ફાટતાં, તૂટતાં એમ ઘણું દુઃખ તે ભવમાં સહન કરી, જુગલિયાને જન્મ આ ભરતક્ષેત્રમાં તેમને થયે. તેમને નાભિરાજા સાથે પરણાવ્યાં અને કાષભદેવ પ્રથમ તીર્થંકર તેમના પુત્ર થયા. ઘણું વર્ષ રાજ્ય કરી વૈરાગ્ય પ્રાપ્ત થતાં રાજ્ય ભરત ચક્રવર્તીને સેંપી પિતે મુનિપણે હજાર વર્ષ કષ્ટમાં ગાળ્યાં ત્યારે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવોએ આવી સમવસરણ સભામંડપ આદિ રચના બહુ આકર્ષક કરી. તે જોઈ લોકેએ મરુદેવી માતાને ખબર કહી કે તમે તે મારો પુત્ર શું કરતો હશે? શું ખાતે હશે? એવા શેકમાં રડી રડીને આંખો બેઈ, પણ તે તે દેવે પૂજે તે મહાદેવ બની ગયો છે. ચાલે તમને બતાવીએ કહી હાથી ઉપર બેસાડી તેમને સમવસરણમાં લઈ જતાં હતાં. રસ્તામાં દેવદુંદુભિના અવાજ ને દેવનાં ગીત સાંભળી મરુદેવી બેલ્યાં, “મેં તે તારે માટે રડી રડીને આંખે બેઈ ને તે તે મને સંભારી પણ નહીં કે મારી મા શું કરતી હશે !'' એમ વિચારતાં તેના પુત્ર ને કેની મા? એવી વૈરાગ્યશ્રેણીએ ચઢતાં તેમને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, આયુષ્ય પૂર્ણ કરી તે મોક્ષે પધાર્યા. તેમના પુત્ર શ્રી અષભદેવ ભગવાન ઘણુ જીવેને બોધ દઈ પિતે મોક્ષે ગયા અને ઘણું છે તારે તેવા ધર્મની સ્થાપના કરી તેને સનાતન જૈન ધર્મ કે સહજાન્મસ્વરૂપ ધર્મ કહે છે.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ