SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ બધામૃત થાબડવા જે ઉત્સાહ આપી મને વિશેષ ઉન્નત કે ચઢતી દશામાં જોઈ રાજી થવાનું તમારે આત્મા ઈચ્છે અને તેમાં સમ્મતિ અને સહાય આપે એટલે જ હેતુ આ પત્ર લખવાનું છે. આ પત્રમાં કંઈ દોષ જેવું જણાય છે તે માટે જ છે, એમ માનવા વિનંતિ છે. અને કંઈ પણ સાચી વસ્તુ સમજવામાં તમારા આત્માને મદદ થાય છે તેનું કારણ જેને મને રંગ લાગે છે તે સંત પુરુષ જ છે, એમ માનશે. કારણ કે કડવી તુંબડીમાં દૂધ ભર્યું હોય. તે પણ કડવું થવા સંભવ છે, અથવા રંગેલું કપડું બેવાથી રંગ નીકળી જાય તે પણ બીજા કપડાને તેને પાસ બેસે છે, તેમ જ્યાં સુધી મને સંગને રંગ પાકે લાગ્યું ન હોય ત્યાં સુધી મારું કહેલું હોય તેમાં ડહોળા પાણુ જેવો દોષ દેખાવાને સંભવ છે, પણ તેવું પાકા રંગવાળું કપડું દેતાં થવાને સંભવ નથી. તેમ સાચા પુરુષને સમાગમ જેને થાય તેને દેષ લાગવાને સંભવ નથી. ઊલટો ફાયદો થવાનો સંભવ છે. તેથી મારા દેષ તરફ જોવા કરતાં મારા હૃદયના ભાવ તરફ નજર રાખી આ લાંબે કાગળ કંટાળ્યા વગર ઘેડે થેડે કરીને પૂર વાંચી જશે, વિચારશે અને બને ત્યારે ઉત્તર લખશે કે મળાય તેમ બેઠવણ કરવા જણાવશે. મોટા પુરુષને મેક્ષ સિવાય બીજી કઈ ઈચ્છા હતી નથી અને આપણે પણ મેક્ષ મળતો હોય તે પાછા પડીએ એવા નથી, એટલે મેક્ષને ખપ આપણે પણ છે. એટલે મારે તમારે બન્નેને મોક્ષની ઈચ્છા છે એટલું ધારી લઈને જ આજે જે કંઈ લખાય તે લખવા વિચાર છે. પણ તમારા મનમાં જે એમ થાય કે તમે અગાસમાં રહેનારા સાધુ મહારાજને ધર્મ માને છે તે અમારે એ ધર્મ સંબંધી તમારું કહેવું માનવું નથી, બીજું જે કહેવું હોય તે કહો. જો આવું મનમાં રહેતું હોય તે તે વિષે પણ વિશેષ વિચાર કરે ઘટે છે. આ વાત કહેતાં જે મારા સંબંધી કે એ મહાત્માઓ સંબંધી કંઈ કહેવું પડે તે મારાં કે તેમનાં વખાણ કરવા કહેલું છે એમ ન માનશે, કારણ કે પિતાનાં વખાણ થાય એવી ઈચ્છા તે અમારે છેડવી છે, તે જાતે શા માટે તે કરીએ? પણ માત્ર સત્ય અને આત્મહિત તરફ જ નજર રાખીને કંઈક કહીશ. ગમે તે ધર્મને કહેવરાવવામાં કાંઈ કલ્યાણ નથી. ગામમાં મુખી ન હોય અને ગમે તેને લેકે મુખીના નામથી ઓળખે તેમાં એને અધિકાર કે પગાર કે કાંઈ ફાયદે મળતું નથી, અથવા ગધેડાની પીઠે સાકરની ગૂણ ભરી હોય પણ તેને પિટમાં કાંઈ આવતું નથી, તેમ ગમે તે ધર્મવાળા આપણને લેકે ગણે, પણ આપણને તે ધર્મથી સારી જિંદગી – મેક્ષને માર્ગ–ન મળે ત્યાં સુધી લેકના કહેવાથી આપણે ધર્માત્મા બની શકીએ નહીં. મોક્ષનો માર્ગ જે ધર્મથી મળે એમ આપણે આત્મા કબૂલ કરે તે જ આત્માને ધર્મ. બાકી તે બીજાને બતાવવાના કે પિતાના આત્માને છેતરવાના ધર્મ ગણાય, એમ મને અત્યાર સુધી લાગ્યું છે. ધર્મ તે આત્માના ભાવમાં, ઉત્તમ વિચારમા, ઉત્તમ આચારમાં અને ઉત્તમ વસ્તુની માન્યતામાં રહે છે. તેને તે હૃદયમાં ગુપ્ત સાચવીને રાખી મૂકવા જેવું છે. જેમ કેઈ દશ હજારને હીરે આપણે ખરીદ્યો હોય તે તેને સોનાની વીંટીમાં જડીને સુંદર દાબડીમાં ઘાલી તિજોરીમાં રાખી મૂકીએ છીએ અને જ્યાં ત્યાં તેને બતાવતા નથી કરતા, પણ કોઈકે ઉત્સવના પ્રસંગે કે આતના પ્રસંગે તેને ઉપયોગ થાય છે, તેમ ધર્મ પણ ઘણી જ કીમતી વસ્તુ છે અને તેની મનુષ્યભવમાં જ કમાણ થઈ શકે છે.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy