________________
૫ત્રસુધા
૧૮૫ તે મૂકનારા, મમતા તજનારા મુમુક્ષુ થવું છે એ જે એક વાર દઢ નિશ્ચય કરી લીધે તે સર્વ સાધન સવળાં, સત્સાધન થશે. વિશેષ શું લખવું? વિચારવાનને પિતાનું હિત વિશેષ કેમ સધાય તે વિચારતા રહેવાની જ જરૂર છેy.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૨૪-૪-૪૦
ચૈત્ર વદ ૩, બુધ, ૧૯૯૬ મુક્તિપુરી લગી ચાલે તેવું બેધિ-સમાધિ-સુભાતું ચહું, તે દેવા વિતરાગ પ્રભુને નવી સન્શરણે જ રહું. તનપિંજર મુજ જીર્ણ થયું છે કૃમિકુલ-જલે ખદબદતું, ભસ્મ થવાનું તેને ભય શો? જ્ઞાનતનું હું અભય રહું. મૃત્યુ-મહોત્સવ પ્રાપ્ત થયે ભય કેમ ઘટે? પટ જેમ તળું, દેહ-દેશ મૂક દેશાંતરમાં જતાં સમાધિભાવ ભજું; સત્કર્મોનું ફળ દે સ્વર્ગે લઈ જઈ મૃત્યુ મિત્ર ખરે, તો ડર કોણ મરણને રાખે? સર્વ મળી સત્કાર કરો. તન-પિંજરમાં પૂર પડે છે ગર્ભકાળથી કર્મ અરિ, કોણ મને ત્યાંથી છોડાવે? મૃત્યુરાજની મદદ ખરી. દેહ માત્ર ગણો ઓં જ સૌ દુઃખનું દેહ-વાસના દૂર કરે,
આતમજ્ઞાની મૃત્યુ-મિત્રની કૃપા વડે મુક્તિ ય વરે. (પ્રજ્ઞાવલ-પર) આ પત્ર ઘણુંખરું ચૈત્ર વદ ૫ ઉપર તમને મળી જશે. પરમકૃપાળુદેવની દેહત્સર્ગ તિથિ તે દિવસે છે. તે પરમ ઉપકારી, આપણા અનન્ય આશ્રય પરમપુરુષના વિયેગની સ્મૃતિરૂપ તે દિવસે બધા ઉપવાસ કરશે અને તે પુરુષના વિરહનાં “આલેચનાદિ પદ સંગ્રહમાંનાં પદ વગેરેથી ભક્તિ કરશે. તેવી ભક્તિની ભાવના દૂર રહ્યાં પણ હદયમાં ભાવ આણી વારંવાર તે પરમપુરુષના આશ્રયનું બળ વર્ધમાન કરતા રહેવા ગ્ય છે. પરમકૃપાળુદેવની ભક્તિ એકનિષ્ઠાથી થાય તે જરૂર આ જીવનું કલ્યાણ થાય, કારણ કે ૫. ઉ. ૫. પૂ પ્રભુશ્રી કહેતા કે અમે વીમે ઉતારીએ છીએ. તેની (પરમકૃપાળુદેવની) ભક્તિ કરે અને તેનું કલ્યાણ ન થાય તે અમે જવાબદાર છીએ. આવી ખમદારી લેવી એ ભારે કામ છે પણ સાચી વાત છે એટલે બેધડક કહીએ છીએ એમ ભરી સભામાં તેઓશ્રી કહેતા હતા. આપણે તે તેને વિશ્વાસ રાખી પરમકૃપાળુદેવના ચરણમાં માથું મૂકી તેણે કહ્યા પ્રમાણે વૈરાગ્ય ઉપશમ વધારી તેને પગલે પગલે ચાલી, મેક્ષે જ જવું છે એ દઢ નિશ્ચય કર્તવ્ય છે. પોતે પરમકૃપાળુદેવે જ લખ્યું છે કે “છૂટવાના કામીને પરમાત્મા પણ બાંધી શકતા નથી અને બંધાવાના કામીને પરમાત્મા પિતે પણ છેડી શકતા નથી.” માટે આપણે તેવા અપૂર્વ પુરુષને શરણે છીએ એમ ભાવ રાખી, સત્સંગ સદાચરણના ભાવ રાખી વિશ્વાસથી તેની આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરીશું તે જરૂર જીવનું કલ્યાણ થશે. કંઈ ગભરાવા જેવું નથી. જેટલી પરમ પુરુષ ઉપર શ્રદ્ધાની ખામી છે તેટલે જ જીવ દુઃખી છે. નહીં તે મેક્ષ થવાના ઉપાય બતાવવામાં તે મહાપુરુષે કચાશ