________________
૧૭૮
બેધામૃત
શક્યા અને બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તી પડ્યા રહ્યા સંસારમાં, તે અગતિએ ગયા. આપણને આપણી યોગ્યતા પ્રમાણે જે આત્મકલ્યાણનું સાધન સદગુરુની અનંત દયાથી પ્રાપ્ત થયું છે તેમાં લેકલાજ કે પ્રમાદ આદિ કારણે ઢીલ કરવી નહીં, તેને લઈ મંડવું; અને જેમ ખૂંદતાં ખેદતાં પાતાળું પાણી નીકળે છે તેમ આત્માની શાંતિ તે વડે આ ભવમાં પ્રાપ્ત કરી લેવી છે એવો દૃઢ નિશ્ચય કરી તેને નિરંતર આરાધ. જેમ ગયા ભવની અત્યારે કંઈ ખબર નથી, તેમ મરણ પછી અત્યારનું કંઈ સાંભરવાનું પણ નથી, બધું ભુલાઈ જવાનું છે તે તેને માટે આટલી બધી ફિકર ચિંતા શાને માટે કરવી? મનુષ્યભવ, ઉત્તમકુળ, સપુરુષનાં દર્શન, શ્રદ્ધા, સત્સાધનની પ્રાપ્તિ અને નીરગી શરીર ધારે તે પુરુષાર્થ કરી શકે તેવી વેળા પ્રાપ્ત થયા છતાં જીવ જે આત્મકલ્યાણ અત્યારે નહીં કરે તે જ્યારે શરીરમાં વ્યાધિ-પીડા હશે, આંખ-કાનમાં શક્તિ નહીં હોય, શ્વાસ પણ પૂરો લેવાતે નહીં હોય ત્યારે શું બનશે? અથવા એવું એવુંય નરભવનું ટાણું લૂંટાઈ જતાં, કીડી, કેડી કે કાગડા-કૂતરાના ભવ મળ્યા પછી શું સાધન છવ કરવાને છે? એમ વિચારે. આ જોગ અચાનક લૂંટાઈ જતા પહેલાં “ઝબકે મતી પાવી લે વીજળીના ઝબકારે ખેતીમાં દોરે પરવી લે તેમ અત્યારની મળેલી સામગ્રી નકામી વહી જવા ન દેવી ઘટે. પિતાના આત્માનો વિચાર કરવાનું જરૂરનું કામ ચૂકીને જીવ પારકી પંચાતમાં બેટી થાય છે તેમાંથી તેને પિતાના ભણી વાળી આત્માનું હિત થાય તેમ વર્તવા લક્ષ રાખ ઘટે છેજ. “પગ તળે રેલે તે પારકી વાત પડી મેલો' તેમ દરેકને માથે મરણ છે, સમાધિમરણ થાય તેવી તૈયારી કરવાનું કામ દરેકને માથે છે તેને માટે જીવ જ શું કરે છે અને શું શું કરવા યોગ્ય છે તેને હિસાબ રાખીને મનને નકામા હર્ષશેકમાં જતું રેકવું. આ કળિકાળ મહા ભયંકર છે, તેમાં કઈ વિરલા જીવો પુરુષનાં વચનેને વિચારીને ચેતી જશે, તે જ બચશે. સમજ્યા ત્યાંથી સવાર ગણીને એક લક્ષ આત્મકલ્યાણને નજર આગળ રાખીને, પિતાના આત્માના ઉદ્ધારના કાર્યમાં કમર કસીને મંડી પડવા ગ્ય છેજ. ઘર બળતું હોય તેમાંથી જેટલું કાઢી લઈએ તેટલું બચે, તેમ ક્ષણે ક્ષણે આયુષ્ય વહ્યું જાય છે તેમાંથી જેટલું ભક્તિ, ભજન, સ્મરણ, વાચન, વિચારમાં સદ્ગુરુ આજ્ઞાએ જશે તેટલું જ જીવન બચું ગણવું. બીજું બધું બળી રહ્યું છે.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૮૨
અગાસ, તા. ૭-૧૨-૩૯ તત » સત
કાર્તિક વદ ૧૧, ગુરુ, ૧૯૯૬ અબુધજના અંતરમાં જે સમ્યક ભાવ જગાડે, અનંત આગમ મંત્રે મૂકી શિવ-સુખ-અંશ ચખાડેછે.
સે સદ્દગુરુ ચરણ-કમળને એ મારગ છે સીધજી. સાગર-સાર જુઓ બિન્દુમાં, આગમ-સાર સમગ્રેજી, આત્મજ્ઞાની ગુરુવરની આજ્ઞા ચાવી વિદ્યુત-અંગ્રેજી. સે. પાત્ર થવા સબધ ઉપાસે, જે સત્પરુષે દાજી, સદાચારથી તે સમજાશે, આ જ માર્ગ મેં લીધેજી. સે. (પ્રજ્ઞાવ. ૩૩) .