SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૧૭૯ તીર્થ શિરોમણિ પ્રત્યક્ષ પુરુષના ગબળની વિભૂતિરૂપ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈચ્છક દાસાનુદાસ બ્રહ્મચારી બાળ ગોવર્ધનના જયસદ્દગુરુવંદન સ્વીકારી કાર્તિક માસી પાખી સંબંધી જાણતાં અજાણતાં આપ કઈ પ્રભુભક્તો પ્રત્યે મન, વચન, કાયાએ દોષ થયા હોય તેની પરમકૃપાળુદેવની સાક્ષીએ ઉત્તમ ક્ષમા યાચું છું તે આપવા ઉદાર થશે. સંસારને જ્ઞાની પુરુષોએ સમુદ્ર સમાન વર્ણવે છે, તેમાં જીવ અનાદિકાળથી ડૂબકાં ખાઈ રહ્યો છે તેમાંથી તરવા માટે આત્મજ્ઞાની ગુરુ વહાણ સમાન છે, તેને આશ્રય લેનાર તરી શકે છે અને સર્વ સુખ પામી શકે છે. પણ જેને સમુદ્રમાં તરવાની મજા કરવી હશે તેને પાસે થઈને જતું વહાણ પણ કંઈ કામનું નથી, તેમ જેને હજી સંસારનાં સુખની ઇચ્છા છે, તેમાં સુખની કલ્પના કર્યા કરે છે તે પાણીરૂપ સંસાર તજીને સદ્ગુરુના શરણરૂપ વહાણુમાં બેસી શકતું નથી. એવા અભાગિયા જવને ખારા પાણીમાં જ બૂડી મરવાનું રહ્યું. દરિયામાં ગમે તેટલું પાણી હોય પણ તે પીવાના કામમાં આવતું નથી, તેમ સંસારના સર્વ પદાર્થો રાજવૈભવ સુખસાહાબી બધાં ખારા પાણી જેવાં છે, તેની સ્વપ્ન પણ ઈરછા કરવા યોગ્ય નથી એમ જ્ઞાની પુરુષો પિકાર કરી કરીને કહે છે, તે જે માનશે તેને સાચું શરણ પ્રાપ્ત થશે. સંસારમાં મનાતાં સુખ જેનાં છૂટી ગયાં તેના ઉપર પરમકૃપાળુદેવની કૃપા થઈ એમ માનવા ગ્ય છે. અત્યારે નહીં સમજાય પણ વિચાર કરતાં હૈયે બેસે તેવી એ વાત છે. મીરાંબાઈને રાજ્યવૈભવ અને બીજા જગતના છ ઇરછે તેવાં સુખ હતાં, છતાં તેણે તે રાણને, રાજ્યને ને રાણી પદને ત્યાગ કરી ભિખારણની પેઠે ટુકડા માગી ખાઈ ભગવાનની ભક્તિ કરી તે આજે આપણે તેને ધન્યવાદ દઈએ છીએ અને તે અમર વરને વરી કે સદા તેને ચૂડો-ચાંદલે કાયમ રહે તેવી દશા ગુરુકૃપાએ તે પામી. જાણી-જોઈને તેણે પતિને તથા સંપત્તિને લાત મારી અને આનંદપૂર્વક આખી જિંદગી તેણે ભક્તિમાં ગાળી. તે આપણે માથે તેવી દશા તે હજી ભીખ માગે તેવી આવી પડી નથી; પણ કર્મના ભેગે વહેલેમડે જેને નાશ થવાને હતું તેવું શિરછત્ર વહેલું ભાંગી ગયું અને પુરુષને વેગ થયો છે, તેણે સત્સાધન આપ્યું છે તેનું અવલંબન લઈ સદાચાર સહિત જિંદગી ભક્તિમાં ગાળવાની છે એ કંઈ મોટી અઘરી વાત નથી. કાળ કાળનું કામ કરે છે. ભક્તિભાવ વધારતા રહેશે તે કંઈ જ જાણે બન્યું નથી એમ પ્રારબ્ધ પ્રમાણે દિવસે વ્યતીત થશે. કશું ગભરાવા જેવું નથી; મૂંઝાવું ઘટતું નથી. હજી મનુષ્યભવરૂપી મૂડી હાથમાં છે ત્યાં સુધી સૌ સારાં વાનાં થઈ રહેશે, પણ જેમ સદ્દગતનું સર્વસ્વ, આખે મનુષ્યભવ લૂંટાઈ ગયો તે હવે કંઈ કરી શકે તેમ નથી. ચારાશી લાખના ફેરામાં એક મનુષ્યભવમાં કંઈ નિરાંત છે; બાકી કીડી, મકોડી, કાગડા, કૂતરા, માખી, મરછર એ જીવે શું ધર્મ સમજે ? શી રીતે આરાધી શકે? આપણે જેટલા દિવસ આ મનુષ્યભવના જેવાના બાકી છે ત્યાં સુધી ધર્મનું આરાધન કરી લેવું કે ફરીથી ચોરાશી લાખના ફેરામાં ફર ફર કરવું ન પડે. ચેતવા માટે જણાવવું થાય છે કે મનુષ્યભવમાં અને તેમાં ય સ્ત્રીના અવતારમાં તે કશું ય સુખ બન્યું નથી. ચક્રવર્તીની પુત્રી હેય તેને પણ પારકી ઓશિયાળી વેઠવી પડે છે. પતિને રાજી રાખવા પડે, જીવતાં સુધી
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy