SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૧૭ બહુ જોયાં ફરી ફરી ધામ રે, થાક્યા ચરણ પામે ન વિશ્રામ રે; અંતે ભેટયા હદયમાં રામ-પ્રેમીજન પ્રેમથી પ્રભુ મળિયા રે. વેદ વર્ણવે રૂપ અરૂ૫ રે, નેતિ નેતિ કહી થયા ભૂપ રે; શ્રેષ્ઠ સાધુ તે બ્રહ્મ સ્વરૂપ-પ્રેમીજન પ્રેમથી પ્રભુ મળિયા રે. કરી શ્રવણ, મનન, નિદિધ્યાસ રે, પૂરા પ્રેમથી રાખી વિશ્વાસ રે, તેથી ટળશે ત્રિવિધ ત્રાસ-પ્રેમીજન પ્રેમથી પ્રભુ મળિયા રે. આપને પત્ર મળ્યું હતું પણ દિવાળીના દિવસે માં અવકાશ નહીં હોવાથી ઉત્તર લખી શક્યો નથી. મહાપુરુષોનાં શેડાં વચને વારંવાર વિચારવાથી શાંતિ થશે, ધારી મથાળે લખ્યાં છે તે વિચારી પરમગુરુ પર પ્રેમભાવ વધારી સંસારના વિચારે વિસારે પડે તેમ પુરુષાર્થ કરશે. વળી વિચારશે : હે પ્રભુ! આ દુષમ કળિકાળમાં અનેક ઉપાધિઓ આફત આવી પડે તે નવાઈ જેવું નથી, પણ તે સર્વે વિઘોને દૂર કરીને કોઈ સંતના કહેવાથી પુરુષની આજ્ઞા, સ્મરણ, તેનું અવલંબન અને ભક્તિ પ્રાપ્ત થાય તથા સદ્ભાવ રહ્યા કરે એ જ નવાઈ જેવું છે. અનેક ભવના પરિભ્રમણમાં જે પ્રાપ્ત થયું નથી તે આ દુષમ કાળમાં અનાયાસે સાચા પુરુષનું શરણું પ્રાપ્ત થયું છે, તે આખર ઘડી સુધી, છેક છેલ્લા શ્વાસોશ્વાસ સુધી ટકાવી રાખવું જરૂરનું છે. સંસારમાં આસક્તિવાળા છ મરણ વખતની અતુલ્ય વેદનામાં પણ કાંઈ ધન દાટયું હોય તે બતાવવાને કે સ્ત્રી-પુત્રને કંઈ કહેવાને અવકાશ મેળવે છે, કારણ કે તે વસ્તુનું તેને માહાસ્ય લાગ્યું છે. તેમ જેને પુરુષનું, તેના વચનનું અને તેના શરણનું માહાસ્ય લાગ્યું હોય તે પણ તેને માટે ગમે તેમ કરીને અવકાશ મેળવી શકે છે. જેનું બહુ સેવન થયું હોય તેનું સ્મરણ આખરે રહે છે. માટે જ મુમુક્ષુ ભક્તજને ભગવાનનું સ્મરણ, સેવન, ધ્યાન, ભાવના, કેવળ અર્પણતા આદિ ભાવે નિરંતર આરાધતા રહે છે. મનુષ્યભવ ચારે ગતિમાં ઉત્તમ ભાવ છે, તેનાં ઘણાં વર્ષો દેહને માટે, દેહના સંબંધીઓને અર્થે ગાળ્યાં, પણ આત્માનું હિત થાય તેમ હવે જેટલાં વર્ષ જીવવાનું હોય તેટલાં વર્ષ શાળાય તે આ ભવ અમૂલ્ય ગણાય છે તે લેખે આ ગણાયજી. પાણું વલવવાથી જેમ ધી ન નીકળે કે રેતી પીલવાથી જેમ તેલ ન નીકળે તેમ આ દેહ કે દેહના સગાંસંબંધીઓની ચિંતા કરવાથી આત્મકલ્યાણની ઉત્પત્તિ સંભવતી નથી, એમ વિચારી સંસાર ઉપરથી અને સાંસારિક પ્રવૃત્તિ પરથી વૃત્તિ ઉઠાવી લઈ આત્મકલ્યાણને અર્થે પુરુષને સમાગમ, તેને બેધ, તેની આજ્ઞાની પ્રાપ્તિ, વ્રત નિયમ આદિ પ્રાપ્ત થાય તેવી ભાવના વિશેષ કર્તવ્ય છે. બનવું ન બનવું પ્રારબ્ધ-આધીન છે, પરંતુ ભાવના કરવી અને તેને પષતા રહેવું એ પિતાના હાથની વાત છેજ. ભાવથી જ જીવ બંધાય છે અને ભાવથી જ છૂટે છે. પરંતુ નિમિત્તાધીન ભાવ થતા હોવાથી સારાં નિમિત્તા મેળવવા પુરુષાર્થ કર્તવ્ય છે”. આપ તે સમજુ છે. માથે કાળ ભમે છે તેનું વિસ્મરણ કરવા યેગ્ય નથી. કાળને ભરોસો રાખવા એગ્ય નથી. લીધે કે લેશે થઈ રહ્યું છે. મોટા મોટા પુરુષો સનસ્કુમાર ચક્રવતી જેવા પણ છ ખંડનું રાજ્ય તજી ચાલી નીકળ્યા અને આત્મકલ્યાણમાં તત્પર થઈ ગયા તે આત્મસિદ્ધિ સાધી 12
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy