SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ બેધામૃત આત્મામાં વિહાર કરે છે, જે ધારે તે કરી શકે છે.” (પ્રવેશિકા-શિક્ષાપાઠ ૯૯) માત્ર જીવવા અને પ્રભુભક્તિને અર્થે ભોજન કરવું; જે ખાવાને માટે જીવે છે તે મૂર્ખ છે. “નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” (૧૫) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૭૫ અગાસ, તા. ૩૦-૯-૩૯ તત્ સત્ ' ભાદરવા વદ ૨, શનિ, ૧૯૯૫ આ જગતનું સ્વરૂપ તમે જણાવે છે તેવું દુઃખરૂપ છે. ખારા સમુદ્રમાંથી ગમે ત્યારે પાણી ભરી લાવે તે તે ખારું ખારું દવ લાગવાનું જ, તેમ આધિ-વ્યાધિ-ઉપાધિથી ખદખદતા સંસારમાં શાંતિ ક્યાંય એની જડે તેમ નથી. પણ તે સંસાર જેને સ્વપ્ન સમાન સ્પષ્ટ નિરંતર લાગ્યા કરે છે અને સત્પરુષે તરવાનું સાધન જે નિશ્ચયપણે જાણ્યું છે અને તે જ સાધન આ મેહાંધ અને પરમ આધારરૂપ આ ભવરૂપી વનમાં છે એમ જાણી વારંવાર ઉપદેશ્ય છે, પકડ કરવા જણાવ્યું છે તે સત્સંગને સાંભળી, વિચારી, હિતકારકરૂપ નિર્ણય કરી તેને આધાર ગ્રહણ કરી દઢપણે શ્રદ્ધા અને બળપૂર્વક આરાધતાં આ કળિકાળના પ્રબળ પૂરમાં તણાતાં બચી જવાય તેમ છે. તમારા ભાઈને તે તે અત્રે આવ્યા તે જ દિવસે સત્પરુષે જણાવેલ સાધન મળી ચૂકયું છે, પણ કહેતાકહેતી સાંભળી લઈ આરાધના કરવાથી યથાર્થ લાભ થતું નથી. જાતે જ એક વાર આવી જવા ગ્ય છે. જેટલી તેમાં ઢીલ થાય છે તેટલી કલ્યાણ થવામાં પણ ઢીલ સમજવા યોગ્ય છે.જી. રૂબરૂમાં જણાવવા જેવી વાત કાગળથી જણાવવા યોગ્ય નથી. પિતાની ઇચ્છાએ જપ, તપ, ઉપવાસ જીવે અનંત વાર કર્યા છે, પણ હજી દિશાનું પણ ભાન નથી કે કેવી રીતે કલ્યાણ થાય. ઉપવાસ કે નામને જે જાપ કરતા હો તે વિષયભેગ કે ગાળો ભાંડવા કરતાં સારાં છે પણ મોક્ષને રસ્તે તેથી જુદો છે. તે વિષે ત્યાંના મુમુક્ષુ ભાઈઓ મળે ત્યારે પૂછી માહિત થવા યોગ્ય છેછે. આપણે આપણું કાંટાએ તેણીએ કે મને સંસાર પ્રત્યે આટલો પ્રેમ છે અને આટલે પ્રેમ ઊડ્યો છે તે બધી કલ્પના છે. ઊંઘતે માણસ પાસું ફેરવે, ઉત્તર ભણી મુખ હોય તે દક્ષિણ ભણું થાય પણ ઊંઘતે ને ઊંઘતે જ હોય છે, ભાન વિનાને હોય છે. વૈરાગ્ય વધે તેવું વાચનવિચાર પ્રથમ કર્તવ્ય છે, સાથે ભક્તિ કર્તવ્ય છે. પછીથી કંઈક સમજણ માહિતી મેળવી ઉપવાસ આદિ ધર્મસાધનમાં જોડાવા ગ્ય છે. સહેલામાં સહેલો સત્સંગ છે. પહેલામાં પહેલે પણ તે જ કર્તવ્ય છે. જે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૭૬ અગાસ, તા. ૧૨-૧૦-૩૯ તતું સત ભાદરવા વદ ૦)), ગુરુ, ૧૯૯૫ "एगं जाणइ से सव्वं जाणइ।" -श्री आचारांगसूत्र જેણે આત્માને જાયે તેણે સર્વ જાણ્યું.” નિગ્રંથપ્રવચન. “એકને જાણે તેણે સર્વ જાણ્ય” (૬૪) શ્રીમદ્ રાજચંદ્ર બીજા વિકલ્પ દૂર કરી સન્દુરુષ પ્રત્યે અડગ શ્રદ્ધા કરવા ભલામણ છેજી. “ઉપદેશછાયામાં પરમકૃપાળુદેવ જણાવે છે: “જીવે વિકલ્પ કરવા નહીં. વિચારવાન અવિચારણા અને અકાર્ય
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy