________________
પત્રસુધા વિમુખ જીવ અધગતિને જ પામે છે. તેનાં જ્ઞાન, જપ, તપ, ધ્યાન, દાન, કંઈ પણ કામ આવતાં નથી. જગતમાં રહેલે જીવ ગમે તેવા જ્ઞાનને પામ્યા હોય, તથાપિ જ્યાં સુધી આ અનિત્ય દેહને અન્નની જરૂર છે ત્યાં સુધી મહાત્માઓએ ઠરાવેલા ધર્મ-કર્મના નિયમને કદી પણ ત્યાગ કરવો નહિ. ધર્મ જ પરમ બળ છે. ધર્મનું ખંતથી સેવન કરવું. ધર્મનું એક પણ કર્મ ચૂકવાથી ધીમે ધીમે અનેક કર્મ સૂકીને જીવ કેવળ ભ્રષ્ટતાને પામે છે.”
આટલી શિખામણુ ઘણુ ઊંચી ભૂમિકા સુધી ઉપયોગી થઈ પડે તેવી છે. અને અત્યારે તે આપણા માટે ખાસ વિચારી તેમાંથી બને તેટલે લાભ લઈ જીવન સુધારી સફળ કરવા ગ્ય છે.
. શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૭૩
અગાસ, તા. ૨૧-૯-૩૮ તત્ સત
ભાદરવા સુદ ૮, ગુરુ, ૧૯૯૫ આપે મુખપાઠ થઈ શકતું નથી એ સંબંધી પુછાવ્યું છે તેના ઉત્તરમાં જણાવવાનું કે આપણને ગમતું હોય કે લક્ષમાં આવી ગયું હોય તે ભુલાતું નથી. કેટલાંય સગાંવહાલાંનાં નામ યાદ રહે છે તે ગેખવાં પડતાં નથી. કોઈ ગાળ ભાંડી જાય તે મરણ સુધી ભુલાતી નથી, કારણ કે તેને પરિચય વિશેષ થઈ જાય છે, વારંવાર યાદ આવતું રહે છે. તેમ જે પરમપુરુષનાં વચને આત્માને અત્યંત હિતકારી અને પરભવના ભાથા જેવાં છે એમ લાગ્યાં હોય તે તે પણ વારંવાર યાદ આવતાં રહે અને ભૂલી ન જવાય; પણ સત્સંગે તેનું માહાત્મ સંભળાય, તેની પકડ થાય, આત્મહિતની વાત રાત-દિવસ ખટક્યા કરે કે અત્યારે પ્રમાદ કરી જેટલો કાળ ગુમાવ્યા તેમાંથી એક કલાક પાછો માગીએ તે ફરી મળે એમ છે? ગયાં એટલાં વર્ષો તે બધાં હંમેશને માટે ગયાં તેમાંથી કંઈ માગું મળે તેમ નથી. માટે હવે જેટલું જીવવાનું હોય તેટલી ક્ષણે કંજૂસના ધનની જેમ વિચારી, વિચારીને વાપરવી. અહીં બેઠા, અહીં ગયા, અને જોતજોતામાં દિવસ જતું રહે છે તેમ કર્યા કરતાં, ધન કરતાં વહી જતા કલાકોની વિશેષ કાળજી રાખી, સત્પરુષે આજ્ઞા કરી છે–સ્મરણ મંત્ર, વીસ દેહા, યમનિયમ, ક્ષમાપના, છ પદને પત્ર, શ્રી આત્મસિદ્ધિ, અપૂર્વ અવસર વગેરે વિચારવામાં જ્ઞાનીએ જાણે છે તેવો મારો આત્મા છે તે પ્રગટ કરવા માટે જ્ઞાનીએ કહ્યું છે તે રાત-દિવસ કર્યા કરવું છે એ દઢ નિશ્ચય કરી તે નિશ્ચય આરાધતા રહેવા લાગ્યા છેજ.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૭૪.
અગાસ, તા. ૨૩-૯-૩૯ તત્ સત્
ભાદરવા સુદ ૧૦, શનિ, ૧૯૯૫ “આ દેહ હાડ, માંસ, મળ, મૂત્ર, લેહી, પાચ આદિ મહા અપવિત્ર, દુર્ગધવાળા પદાર્થોને કથળે છે. બહાર સર્વે બાજુથી ચામડાની પાતળી ચાદર લપેટાથી તે રાગી જીવને સારો લાગે છે. જે તે ચામડીરૂપી ચાદર લઈ લેવામાં આવે કે વૃદ્ધાવસ્થા આવી જાય તે તે તરફ જેવું પણ ન ગમે. આવા દુગંછાભર્યા શરીરમાં ક્રીડા (કીડા લહેર, મજા) શી કરવી? વિષ્ટાના કીડાની પેઠે તેમાં પિતે પિતાને ફસાવી ચારગતિનાં દુઃખમાં પડવાનું શા માટે કરવું? આમ બ્રહ્મચર્યવંત વિચારે છે. તે કામને દુર્જય કિલે તેડી પિતાના અનંત સુખમય