SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ બેધામૃત છે. પુરુષની ઓળખાણ દુર્લભ છે. સત્યરુષ દેહથી ભિન્ન આત્મા છે. આત્માની ઓળખાણ વિના સપુરુષની યથાર્થ ઓળખાણ થતી નથી. તેને માટે જ ભક્તિ, સદ્દગુરુની ભક્તિ કહી છે. ભક્તિ કેઈ અપૂર્વ ચીજ છે, તે દ્વારા “સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે, અને સહેજે આત્મબંધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે પુરુષને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો!” (૪૭) વળી “મૂળ મારગ સાંભળે જિનને રે' એ પદમાં કહ્યું છે તે વિચારશોજી છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ – મૂળ૦ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ – મૂળ” દેહથી આત્મા ભિન્ન છે એમ સદ્ગુરુના ઉપદેશથી જાણો તેની પકડ કરતાં ભેદજ્ઞાન થાય છે. જેને ભેદજ્ઞાન થાય છે તેને જરૂર મોક્ષ થાય છે. જે જે જીવે મેક્ષે ગયા છે તે સર્વ એક ભેદજ્ઞાનના આરાધનથી ગયા છે, એટલે તે સર્વે ભેદજ્ઞાન પામ્યા હતા. સત્સંગ વિના આવી સમજ ઘણી દુર્લભ છે. ઘણા કાળના બધે જેમ છે તેમ સમજાય છે એમ પરમકપાળુદેવ કહે છે. સત્સંગની ભાવના વધારી પુરુષે આપેલા સત્સાધનને સેવતા રહેવા ભલામણ છેજ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૭૨ અગાસ, તા. ૨૦-૯-૩૯ તત્ સત્ ભાદરવા સુદ ૭, બુધ, ૧૯૯૫ આ કળિકાળમાં આપણા જેવા હીન પુણ્ય અને હીનવીર્ય એને મનુષ્યભવની પ્રાપ્તિ થઈ છતાં પરમકૃપાળુદેવના પ્રતાપે પુરુષનાં દર્શન, સમાગમ, બેધ અને સત્સાધનની આજ્ઞા મળી છે, તે મહાભાગ્યની વાત છે. શ્રી પાર્શ્વનાથ ભગવાને બળતા સર્ષ–યુગલને બચાવીને સદ્ગતિ બક્ષી તે વેગ આપણને પણ બની આવે છે. ત્રિવિધ તાપમાંથી ઊગરવાને કઈ આરે, સપુરુષને યોગ થયો ન હોત તે નહોતે. અનંતકાળથી આ જીવ રઝળતે આવે છે, જન્મજરામરણનાં દુઃખ વેઠતે આવ્યા છે, તેમ આ મનુષ્યભવ પણ થથાં ખાંડવામાં ગાળી અધગતિની કમાણી આ જીવ કરત, પણ પરમકૃપાળુદેવની કઈ કૃપાએ આ જીવ હજી જાગે તે એ ઉત્તમ જોગ બને છે કે આ મનુષ્યભવની સફળતા તે સાધી શકે તેમ છે. તે સપુરુષે અનંત દયા કરીને જે આપણને પરમકૃપાળુદેવના પ્રેમ પ્રત્યે વાળ્યા છે તેને ઉપકાર કઈ રીતે વળી શકે એમ નથી. માત્ર તેની આજ્ઞાનું અલ્પ પણ આરાધના થશે, સંપૂર્ણ રીતે આજ્ઞા પાળવાની ભાવના પણ જાગ્રત રહેશે તે તે સત્પરુષે આપણા માટે લીધેલી મહેનત કંઈક અંશે બર આવશે, સફળ થશે. આપ સર્વ સમજુ છે પણ પ્રમાદ જે કોઈ ભૂંડો શત્રુ નથી; તેની સામે થવા, ઊંડા ઊતરી વિચારી કંઈક સપુરુષની આજ્ઞા વિશેષ બળથી આરાધવામાં મદદરૂપ થાય તે હેતુથી નીચેની શિખામણને ઉતારો લખી મોકલે છે? આ જીવને તરણ-ઉપાય – મેક્ષમાર્ગ – પરબ્રહ્મધામની પ્રાપ્તિ અશ્રુતધામમાં પ્રવેશની કુંચી – સ્વરૂપને ઓળખી પરમાત્માના સ્વરૂપમાં વિલીનતા વિના અન્ય કોઈ પણ નથી. ધર્મ કર્મ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy