SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત ૧૬૪ અગાસ, અષાડ વદ ૩, મંગળ, ૧૯૯૫ “વીતરાગ શાસન વિશે, વીતરાગતા હોય; જહાં કષાયકી પિષણા, કષાય-શાસન સંય. “આત્માથે કરીએ ખામને, સબ દેષ પાપ હો જાય ફના – આત્માર્થે .”-(રત્નરાજ) દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.” – શ્રીમદ્ રાજચંદ્ર પરમકૃપાળુદેવને આપણે શા માટે ભજીએ છીએ? મોક્ષને માટે કે બીજા કેઈ હેતુએ? મોક્ષની ઈચ્છા જેને હોય તે મુમુક્ષુ અને સાચા મુમુક્ષુમાં શો ફેર હશે ? સાચા મુમુક્ષના હદયમાં કેવા ગુણ હોવા જોઈએ? એમાંનાં ક્યા ગુણે ખાસ કરીને આપણામાં નથી? અને તે પ્રાપ્ત કરવા શું કરીએ છીએ? પરમકૃપાળુદેવનું નામ જગતમાં આપણે દીપાવવું છે કે વગેવાય તેવું આચરણ કરવું છે? અત્યારની આપણી પરસ્પર એકબીજા મુમુક્ષુ પ્રત્યેની લાગણીઓ માનભરી છે કે કુસંપવાળી છે? તેનું ફળ આગળ જતાં કેવું આવશે? હવે આપણે કેમ વર્તવું? આ અને આવા જરૂરના જણાય તેવા પ્રશ્નો પરસ્પર મુમુક્ષુભાઈબહેને એકઠા થાઓ ત્યારે વિચારી કંઈક આત્મહિત થાય તેવે રસ્તે અવાય તે સ્વપરને ઉપકારક છે એમ જાણી આ બેલે લખ્યા છે તેને વિચાર કરી કેઈ નિકાલ આણવા સાચા દિલથી ભાવના રાખશે તે હિત થવા સંભવ છેછે. નહીં તે મમત અને તાણખેંચમાં કઈ રીતે ધર્મ નીપજે એવી કઈ કાળે આશા રાખવી વ્યર્થ છે. આપનામાંથી કોઈનું દિલ દુભાય તેમ લખાયું હોય તેની ક્ષમા યાચી વિરમું છું. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૬૫ અગાસ, તા. ૨૨-૭-૩૯ હરિગીત – ભવ ભવ વિષે વિષય વિષે આસક્ત બન હું બહુ ભમ્યો, નર ભવ મળે તે યે ન તેથી છૂટોને જૈવ વિરમે; ભૂલ કેટલી મારી કહું? ઈન્દ્રાદિ પદ નહિ તૃપ્તિ દે, તે અલ્પ આયું, તુરછ સુખ માટે ન સમજું ચિત્ત દે. આપના બન્ને પત્રો મળ્યા છેછે. આપને દૂર રહ્યાં પણ ભક્તિભાવનો રંગ લાગે છે તે પત્રમાં પણ જણાઈ આવે છેજ. જીવનની અમૂલ્ય ઘડી જે પ. ઉ. પ્રભુશ્રીજીનાં દર્શન-સમાગમમાં, બેધમાં ગઈ છે તે સોનેરી પળને વારંવાર યાદ કરી તેમણે મુખપાઠ કરવા, ભક્તિ કરવા, સ્મરણ કરવા જે જે કહ્યું હોય તે જ ઉલ્લાસભાવે કરવાથી જીવનું કલ્યાણ જરૂર થશે. પ્રમાદ કર્તવ્ય નથી. છોકરાં, હૈયાં, ધન, ઘરેણાં, કપડાંલત્તામાં જીવ બહુ નહીં પરવતાં, મારે તે આ ભવમાં ભગવાને આત્માર્થે જે માન્ય કરવા કહ્યું હોય તે ભૂ લું નહીં. મંદવાડમાં, મેળામાં, ઘેર કે પરગામ, સૂતાં, બેસતાં, ઊઠતાં, હરતાં-ફરતાં મંત્રનું સ્મરણ વારંવાર જીભ ઉપર રાખી હૃદયને ભગવાનની ભક્તિમાં જોડી રાખવાથી સમાધિમરણનું કારણ બનશે. જીવને સ્વભાવ જે નિમિત્ત મળ્યું તેમાં તન્મય થઈ જવાને છે તે ટેવ બદલાવી, જ્ઞાનીએ કહ્યું છે તે આત્મા મારે છે, મેં જા નથી પણ મારે જ્ઞાનીએ જાણેલે – અનુભવેલે આત્મા માન્ય છે, તે સિવાય
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy