________________
પત્રસુધી કર્યા વિના સહનશીલતા અને ધીરજ વડે સત્યરુષને માર્ગ આરાધે તેની દશાને જીવ પામે છે. સાચું સાધન પામ્યા પછી પુરુષાર્થની વૃદ્ધિ કર્યા કરવી. ઘણા કાળે જે ફળ આવવા યેગ્ય છે, તેને તુરત લાવવા તેવા પુરુષાર્થની જરૂર છે. તેટલે પુરુષાર્થ બને તેમ હાલ ન લાગતું હોય તે યથાશક્તિ પુરુષાર્થ કરતા રહી ભાવના તેની જ રાખ્યા કરવી, પણ શ્રદ્ધા મંદ થવા ન દેવી એ ભલામણ છે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ક–તમને સમાધિમરણની ભાવના છે તે જાણી હર્ષ થયા છે. સત્પરુષે બતાવે માર્ગ, તેનું સ્મરણ તે સમાધિમરણનું કારણ છે અને તેનું આરાધન કરનારને અંત વખતે પણ તેવા શુભ સવેગે મળી રહે છે. માટે નિર્ભય રહેતાં શીખવું એ જ વિનંતિ.
૧૬૨
અમાસ, તા. ૨૯-૬-૩૯ આપને પત્ર મળે. ભક્તિભાવ સ્વપરને હિતકારી છે. જેટલી પરમકૃપાળુદેવ ઉપર જેની શ્રદ્ધા છે તેટલે તે જીવ ભાગ્યશાળી છે. સમજણ તે પૂર્વે જ્ઞાનાવરણીય કર્મ દૂર કરવા કરેલા પુરુષાર્થને આધારે હોય છે, પણ દર્શનમોહ દૂર થઈ શ્રદ્ધા થવામાં ભાવની પ્રાધાન્યતા છે. તે ભાવ સર્વ કરી શકે તેમ છે. બાઈ ભાઈ, ભણેલા, અભણ, ગરીબ, ધનવાન, બ્રાહ્મણ કે પતિત, ગમે તે શ્રી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું શરણું ગ્રહણ કરી મરણ સુધી ધારે તે ટકાવી શકે તેમ છે. આ અપૂર્વ વેગ આ મનુષ્યભવમાં મળી આવ્યું છે તે ચૂકવા જોગ નથી. ખરી કમાણી કરવાની મેસમ આ મનુષ્યભવ છે તેમાં પ્રમાદ કર્તવ્ય નથી. પ્રમાદથી મળે લાભ પણ જીવ ખોઈ બેસે છે. માટે જેટલો વખત બની શકે તેટલે વખત ભક્તિભાવનામાં ગાળવા યોગ્ય છેજ. કામ કરતાં છતાં ભાવના ભગવાન પ્રત્યે રાખવાની ટેવ રાખી હોય તો તે બની શકે તેમ છે. રુચિ, પ્રેમ, પ્રતીતિ જેટલી હશે તેટલા પ્રમાણમાં મન વારંવાર શ્રી સદ્ગુરુ પ્રત્યે જશે, અને તે મહાજ્ઞાની પુરુષના આશ્રિતે કેમ વર્તવું તેનું શિક્ષણ તે પામતું જશે.
છે શાંતિઃ શાતિઃ શાંતિઃ ૧૬૩
અગાસ, તા. ૩-૭-૩૯, સેમ અનુરુપ – કાયાની શુદ્ધિ પાણીથી, જળ-જી હણાય જ્યાં;
બ્રહાચર્ય સુતી જા, ધર્મસ્નાન ગણાય ત્યાં. (પ્રાવધ– ૫) આશ્રમમાં જેમ ભક્તિ, શાંતિ અને સત્સંગને વેગ છે તેવું બીજે બધે દૂર હજારેક માઈલ (દક્ષિણની યાત્રામાં જઈ આવ્યા પણ જણાયું નથી. પરમકૃપાળુદેવની પરમ નિષ્કારણ કરુણાથી આપણને અપૂર્વ માર્ગ દર્શાવનાર પરમકૃપાળુ શ્રી પ્રભુશ્રીને વેગ થયો છે તે સમાન બીજું કયાંય જગતમાં જણાતું નથી. આપણે ગ્યતા વધારી તે સત્પરુષે પ્રકાશેલા માર્ગનું આરાધન અહેરાત્ર કરતા રહેવાની જરૂર છે. તેમાં પ્રમાદને વશ થયા તે ભવ હારી જવા જેવું છે. કેઈ ભવમાં નહીં મળે તે પેગ સફળ કરવાને લાગ આવ્યું છે તે વહી જવા દે ન જોઈએ. ઉપશમ વૈરાગ્ય વધારી આત્માની દયા લાવી તેનું પરિભ્રમણ ટાળવું જ.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ