SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત તા. ક. – “સદ્ગુરુપ્રસાદ’ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ સમાધિમરણનું કારણ જણાવ્યું છે તે તેમાંનાં ચિત્રપટ, પત્રો વગેરે પ્રત્યે ખાસ લક્ષ રાખશે અને મરણ પ્રસંગે તે ચિત્રપટનાં દર્શન ભાવિક મુમુક્ષુને કરાવવા ભલામણ છે. ૧૬૧ અગાસ, તા. ૨૮-૬-૩૯ તત્ છે સત અષાડ સુદ ૧૨, બુધ, ૧૯૯૫ “આબે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ઊપજે મેહવિકલપથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલેતાં, વિલય થતાં નહિ વાર.” (૫૪) આપને પત્ર તા. ૧૫મી જનને લખેલે ગઈ કાલે હું દક્ષિણ હિંદની યાત્રાથી આ ત્યારે મળે. વાંચી આપની ભાવના તથા મન શાંત થવા વિષે જાણવાની જિજ્ઞાસા જાણી છે”. એ પ્રશ્ન મૂંઝવણવાળે છે. તેને ઉકેલ મહાપુરુષોએ આર્યો છે અને પરમ શાંતિ પદને પામ્યા છે. પરમકૃપાળુદેવે પિતાના છેલ્લા કાવ્યની ઉપર મથાળે ટાંકેલી કડીઓમાં માર્ગે જણાવ્યું છે. તેને સાર એ છે કે દેહાદિ પદાર્થો પ્રત્યેને મેહ મનની અસ્થિરતાનું અને સંસારની ઉત્પત્તિનું કારણ છે. તે મેહ દૂર કરવા આત્મદષ્ટિની જરૂર છે. તેનું કારણ સત્પરુષના ઘણા કાળના બધે જેમ છે તેમ સમજાય છે અને જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે વશ ન વર્તતું હોય તે પણ તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે.” (૩૭૩) એમ પરમકૃપાળુદેવે પોતે કહેલ છે. વળી લખે છેઃ " देहाभिमाने गलिते विज्ञाते परमात्मनि । यत्र यत्र मनो याति तत्र तत्र समाधयः ।। ભાવાર્થ : કર્તા, હું મનષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે.” (૨૨૩) એ આદિ માર્ગ મહાપુરુષોએ દર્શાવ્યા છે તે દેહદષ્ટિ દૂર થયા વિના, આત્મસુખ માટે ગૂરણા કર્યા વિના વાતે કરવાથી, લખવાથી કે વાંચી લીધાથી હાથ લાગતા નથી. સત્સંગ એ સર્વોપરી સાધન કહ્યું છે. તેથી ભક્તિ, વૈરાગ્ય, સમજણ, શાંતિ પ્રાપ્ત થાય છે.જી. જ્યારે ત્યારે આ જીવે પોતે જ તૈયાર થઈ તે માર્ગ સર્વ પ્રકારના સંકટો સહન કરી શોધીને ઉપાસવો પડશે. દેહાદિ પ્રતિકૂળતાઓથી જીવ મૂંઝાય છે, તેથી અનંતગણી મૂંઝવણ અજ્ઞાનદશાની સાલવા લાગશે ત્યારે જીવમાં યથાર્થ વીર્ય જાગશે, અને માર્ગ પ્રાપ્તિમાં મુશ્કેલીઓ જણાય તે દૂર કરી, ક્ષાર્થ સાધવામિ યા તે વાતવામિ (કાર્ય સાધું કે દેહ પાડી નાખું) એ નિશ્ચય કરી મરણિયે બની માર્ગ પામી મોક્ષમાર્ગ આરાધશે. દેહના કટકેકટકા થઈ જાય તે પણ શ્રદ્ધા ન છૂટે, સપુરુષનું અવલંબન ન તજે અને મરણાંતે પણ તેણે અનંત કૃપા કરી આપેલું સ્મરણ આદિ સાધન આરાધ્યા કરે તેને અવશ્ય અજ્ઞાન દૂર થશે. લાંબા ટૂંકા કાળની ગણતરી
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy