________________
પત્રસુધા
- ૧૫ જીવ ઉપાય લેશે. માટે આત્માને માટે બેટી થવું પડે તો તેમાં કંટાળવું નહીં. નિર્દોષ થવા પ્રયત્ન ચાલુ રાખવો. એ જ વિનંતિ.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૬૦
અગાસ, તા. ૨૭-૬-૩૯ તત સત
અષાઢ સુદ ૧૧, મંગળ, ૧૯૯૫ પરપ્રેમ પ્રવાહ બ પ્રભુસે સબ આગમ ભેદ સુઉર બર્સે;
વહ કેવલકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભૌ બતલાય દિયે.” – શ્રીમદ્ રાજચંદ્ર “અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? અને તે શું કરવાથી થાય? આ વાક્યમાં અનંત અર્થ સમાયેલું છે અને તેને માટે દઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ ભાન થતું નથી” (૧૫) એમ પરમકૃપાળુદેવ લખે છે તેને વિચાર મુમુક્ષુ જીવે એકાંતમાં પોતાના આત્માને અર્થે વારંવાર કર્તવ્ય છે જ. પરમ કરુણાવંત એવા જ્ઞાની પુરુષોએ અનેક ભવના અનુભવને સાર એક એક વાક્યમાં, એક એક શબ્દમાં આપણું માટે ભર્યો છે, તેને લાભ લેવા જિજ્ઞાસા અને વૈરાગ્યની વૃદ્ધિ કરીએ તે આનંદને અખૂટ ખજાને જ્ઞાની પુરુષની કૃપાદૃષ્ટિએ પ્રાપ્ત થાય તેમ છે. બાગમાં જઈએ તે સહજ સુગંધ મળે છે, પણ તેટલું ચાલીને ત્યાં જવું જોઈએ અને તે જાતને જેમ શેખ હોય તો આનંદ આવે છે, મજૂરને બાગમાં કામ કરવાનું હોય તે પણ તે જાતની રુચિ અને શોખ નથી તેથી આનંદ નથી માનતે, તેમ પુરુષોની કૃપાને પાત્ર થવા વૈરાગ્ય, ઉપશમ, ભક્તિની જરૂર છે. પરમાર્થની જિજ્ઞાસા જેને ઉત્પન્ન થઈ છે, જન્મ, જરા, મરણ, રેગાદિને જેને ભય લાગ્યો છે; ફરી નથી જન્મવું એવી જેની અભિલાષા છે, સપુરુષનાં દર્શન, સમાગમ, બાધ અને સ્મરણ આદિ અમૂલ્ય દુર્લભ સામગ્રી જેને પ્રાપ્ત થઈ છે તેવા જીવે હવે વિચારવું ઘટે છે કે મરણ વખતે આ બધું લુંટાઈ જનાર છે, તે તે પહેલાં મળેલી સામગ્રીને વધુમાં વધુ સારે ઉપયોગ કેવી રીતે કરવો કે જેથી શાશ્વત મેક્ષ સુખ પામવા આપણે વહેલામોડા ભાગ્યશાળી થઈએ. કોઈક વખતે આવા વિચાર આવે તે બહુ કાર્યકારી થતા નથી; જેમ વરસાદ એક વખત થાય તેથી પાક થતો નથી. પણ વારંવાર જોઈએ ત્યારે વરસાદ આવેત રહે તે અનાજ સારું પાડે છે, તેમ વારંવાર આત્મવિચાર કરવાથી આત્મસિદ્ધિ થાય છે.
૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી ‘તત્વજ્ઞાન” આપતી વખતે પિતાને હાથે લાલ સીસાપેનથી પિતાના હસ્તાક્ષરથી જીવને કરવા ગ્ય, વિચારવા ચગ્ય આખા જીવનના ભાથારૂપ કંઈ કંઈ બોલો લખી આપતા, તે આપની પાસે તત્ત્વજ્ઞાન કે વચનામૃતમાં તેઓશ્રીએ કંઈ લખી આપેલ હોય તે વારંવાર વિચારી તે ભાવમાં આત્માને પ્રેરવા પુરુષાર્થ કરશે તે જીવન–સફળતાને માર્ગ સરળતાથી મળે તેવા ચમત્કારી બેલે પિતે લખતા તે યાદ દેવરાવવા આ પત્ર લખેલ છે. દેહને માટે ઘણી કાળજી રાખી છે, રાખીએ છીએ, પણ આત્માને માટે તેથી અનંતગણી કાળજી રાખવા પરમકૃપાળુદેવની આજ્ઞા છે તે ન વિસરી જવાય તેટલી દાઝ રાખવી ઘટે છે. સર્વ મુમુક્ષને એ જ કર્તવ્ય છે કે સત્યરુષની આજ્ઞા પ્રેમપૂર્વક ઉપાસવી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ