SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત ૧૫૮ ગમતું નથી, કેમ કે તેની સમજણ ફરી ગઈ. તેમ સંસારનાં સુખમાં જીવ અજ્ઞાનને લીર્દ રાજી થાય છે; સદ્ગુરુને બંધ થતાં મન જરા પાછું પડે પણ જ્યાં સુધી ઘણું બધું કરી દષ્ટિ ફરી નથી ત્યાં સુધી પાછા તે સુખમાં મન લલદાઈ જાય છે. પણ સમ્યક્દર્શન કે આત્માને અનુભવ જેને થાય છે તેને એ સુખ વિષ્ટામાં રમવા જેવા લાગે છે, તેથી તે તરફ જોવાનું પણ તેમને મન થતું નથી. માટે સત્પરુષનાં વચને, તેમણે કરેલ બે વારંવાર વિચારી આત્માને શિખામણ આપતા રહેવું કે “હે જીવ! જે આ મનુષ્યભવ પામીને પણ હવે પ્રમાદ કરશે, સદૂગરની આજ્ઞામાં, ભક્તિમાં, તેનાં વચનમાં, પરમાત્મસ્વરૂપ એવા પરમ પરષમાં ભાવ નહીં રાખે અને સંસારમાં ને સંસારમાં વૃત્તિ રહી તે લખ ચોરાશીના ફેરામાં તારી શી વલે થશે? આ ભવમાં આટલાં દુઃખ આકરાં લાગે છે તે નરક આદિ ગતિમાં રઝળતાં આ ધર્મ કરવાને જેગ ક્યાં મળશે ? માટે હે જીવ! પ્રમાદ છેડી, સદ્દગુરુએ અનંતકૃપા કરી આપેલા સાધનને રાતદિવસ ઉપાસવા પુરુષાર્થ કર, તે કંઈક નિવેડે આવે અને મોક્ષમાર્ગનાં સાધન સુલભ થઈ કલ્યાણ થાય.” એમ પિતે પિતાને શિખામણ આપી ચેતતા રહેવાય તે વૈરાગ્ય, ભક્તિ આદિ વડે જીવ શાંતિ પામે. - મનને વીલું મૂકવા જેવું નથી. નવ બેઠો નખેદ વાળે તેમ નવરું મન રહે તે ખેટા બેટા વિચારોમાં તણાઈ જાય, માટે સ્મરણમંત્રને તાર તૂટવા દે નથી એવું નક્કી કરી હવે તે મંડી પડવું અને મરણ સુધી તે અવલંબન છોડવું નહીં. તેથી સમાધિમરણ થાય છે એમ પ. પૂ. પ્રભુશ્રીજી પાસેથી સાંભળ્યું છે.જી. મંત્ર છે તે આત્મા જ છે. તેથી આત્માર્થીએ તે ભૂલવા ગ્ય નથી. વધારે શું લખું ? જ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૫૯ અગાસ, તા. ૧૯-૫-૩૯ વૈશાખ વદ ૦)), શુક્ર, ૧૯૯૫ હરિગીત–લૌકિક દષ્ટિ દૂર કરી શ્રી રાજચંદ્ર ગુરુ સ્મરું; તે પદ અલૌકિક ઓળખીને નમન નિત્ય કર્યા કરું. (પ્રજ્ઞાવધ-૨૮) પ્રારબ્બાધીન જ્યાં રહેવું થાય ત્યાં પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ જણાવેલ આજ્ઞા ઉપાસ્યા કરવી. પરમકૃપાળુદેવ હાજરાહજૂર છે એમ તેઓશ્રી વારંવાર બોધમાં કહેતા હતા. પરમકૃપાળુદેવ હું જે કરું છું, ભક્તિ આદિમાં પ્રવર્તુ છું કે જે ભાવ કરું છું તે જાણે છે. તેમનાથી કંઈ અજાણ્યું નથી. મારે શ્રદ્ધા પ્રતીતિ વર્ધમાન કરવી છે એ ભાવ રાખી અવકાશને કાળ નકામે વહ્યો ન જાય તેમ વર્તવા ગ્ય છે. ભગવાને કહેલા ભાવમાં પ્રવર્તાય તેટલે આનંદ માનવા ગ્ય છે. પારકી પંચાત ઓછી કરી પુરુષનાં વચન સપુરુષતુલ્ય સમજી તેનું વાંચન, વિચાર, ભાવના, વિનય, ભક્તિ આદિ કરતાં જીવને સમ્યફદર્શન થવાનું કારણ બને છેજ. જેમ નામું રજ લખવું પડે છે તેમ જતા દિવસને ભાવસંબંધી હિસાબ (૧૮ પાપસ્થાનક આદિની દિવસનાં કાર્યો સંબંધી તપાસ) જરા ખોટી થઈને કરતા રહેવા ભલામણ છે. રોજ રોજ દેષ જોવાની વૃત્તિ રહેશે તે તે દેશ પ્રત્યે અભાવ થઈ તેને ત્યાગ કરવા
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy