SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધી ૧૫૭ વૈરાગ્ય, બેધની સ્મૃતિ આદિ છે. તે સાધનને જીવ જો પ્રમાદને લઈને ન વાપરે તે કમબંધ થતાં વાર ન લાગે તેવા સંજોગે આ કાળમાં જીવની ચારે બાજુ ગોઠવાયેલા છે. ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજી બાળકનું દષ્ટાંત આપતા કે ભાણામાં ખાવાનું પીરસી બાળકની મા તેને લાકડી બતાવી પાણી ભરવા જાય ત્યારે કૂતરા ઘરમાં પેસી તેના ભાણામાંથી ખાઈ જાય અને બાળક રડયા કરે પણ આપેલી લાકડી સંભારે નહીં તે કૂતરા ખસે નહીં, ને જે લાકડી ઉગામે તે ઊભા રહે નહીં. તેમ મળેલાં સાધનનું માહામ્ય રાખી જ્યાં હોઈએ ત્યાં જે નવરાશન વખત મળે તે સત્પરુષનાં વચન વાંચવા, ગેખવા, વિચારવામાં કે ભક્તિભજન સ્મરણમાં ગાળવાની ટેવ પાડીએ તે પુરુષની પેઠે સપુરુષના આશ્રિતને પણ બધું સવળું થાય. પણ પ્રમાદ છોડીને કરવું જોઈએ. ત્યાં વધારે વખત ભક્તિ વગેરે માટે મેળવવું હોય તે મળે એવો સંભવ ખરે. અને જેમ આબુ વગેરે એકાંત સ્થળ હોય તેવા અજાણ્યા સ્થળે લેકેને રાજી રાખવા બહુ બેટી થવું ન પડે વગેરે કેટલાક લાભ પણ છે. તે યથાપ્રારબ્ધ ત્યાં રહેવાનું થાય ત્યાં સુધી જાણે નિવૃત્તિ અર્થે કઈ પર્વત પર ગયા હોઈએ તેમ કામ પહોંચે ત્યાં સુધી કામ ને નવરાશે ધર્મપ્રવૃત્તિમાં ચિત્ત રોકવાને કઠણ અભ્યાસ કરવા કમર કસી તૈયાર થાઓ તે જેટલું અઘરું લાગે છે તેટલું સવળું થવાનો સંભવ છે. પછી આપ અવસરના જાણ છે. જેમ આત્મહિત એકંદરે વધારે થતું જાય તેમ સરવાયું કાઢી તપાસીને પગલું ભરવું યંગ્ય છે. એ શાંતિઃ ૧૫૮ અગાસ, તા. ૨૦-૪-૩૯ વૈશાખ સુદ ૧, ગુરુ, ૧૯૯૫ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્દગુરૂના ગબળે પરમ શાંતિનું કારણ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. સત્યરુષના ચરણકમળની સેવાને ઈચ્છક દીન દાસ બાળ ગોવર્ધનના જ્ય સદ્ગુરુવંદન સહ આત્મભાવે નમસ્કાર સ્વીકારવા વિનંતી છે. આપે પત્રમાં જણાવ્યું છે તેમ સંસાર દુઃખરૂપ છે, જન્મ–જરા-મરણ, આધિ (મનનાં દુઃખ), વ્યાધિ, ઉપાધિથી ભરેલું છે. રાશી લાખ જીવનિમાં અનાદિકાળથી આ જીવ ભટકતે આવ્યું છે પણ હજી થાક્યો નથી. કારણ કે દારૂડિયાની પેઠે દારૂથી નુકસાન થાય છે છતાં તે પીતી વખતે આનંદ માને છે, તેમ કર્મવશ જીવ પિતાનું ભાન ભૂલી બીજી તુચ્છ વસ્તુઓમાં રાજી થઈ જાય છે. અનાદિકાળથી છવ ખા ખા કરતા આવ્યા છે પણ ખાવા બેસે ત્યારે જાણે કોઈ કાળે ખાધું ન હોય તેમ દુકાળિયાની પેઠે ખાવામાં તન્મય થઈ જાય છે અને સ્મરણ કે ભગવાનને ભૂલી જાય છે. માટે જેને ભગવાન પ્રત્યે સદ્દગુરુકૃપાથી પ્રીતિ થઈ છે અને ભગવાનનું શરણું ગ્રહણ કર્યું છે તે જીવે તે હવે વારંવાર મરણને સંભારી બીજી વાતોમાંથી મનને ખેંચી લઈ સ્મરણ, ભક્તિ, વાચન, વિચારમાં જોડી રાખવાને અભ્યાસ કરવા લાયક છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી દષ્ટાંત આપતા કે નાનું બાળક દિશાએ જઈ હાથ તેમાં ઘાલી રમે છે, તેની મા “છી છી કહે તે ત્યાંથી હાથ લઈ લે, વળી પાછું તેમાં રમવા જાય છે. એ તેની અણસમજ અને બાળકબુદ્ધિ છે. મેટું થયા પછી સામું જોવું પણ તેને
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy