SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૧૬૩ મને મરણ વખતે કંઈ ન સાંભરે, મારું નથી તે મારું મારું કરીશ તે પણ અહીં પડયું રહેશે અને ખેતી ગતિમાં ભટકવું પડશે માટે આજથી ટેવ એવી પાડી મૂકે કે જ્ઞાનીએ અનુભવ્યો છે તે મારો આત્મા છે. તેની કાળજી પળે પળે રાખું, તેને માટે સદાચરણ, સત્સંગ, ભક્તિ કરું, પણ સંસારનાં સુખ ન ઈચ્છું. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૭-૮-૩૯ તત ! સત્ પ્ર. શ્રાવણ વદ ૮, મંગળ, ૧૯૯૫ “આવ્યું બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ.” (લ્પ૪) આપના બને પત્રો મળ્યા છેછે. પ્રથમ પત્રને પ્રશ્ન સમજાયું નથી. માત્ર તમે ઉદાર વૃત્તિને લઈને યથાશક્તિ દાન કરે છે એટલું જણાવ્યું છે. તેમાં શંકા જેવું કે પ્રશ્ન જેવું શું છે તે સમજાતું નથી. શુભ ભાવ છે તે અશુભ ભાવ કરતાં કોઈ અપેક્ષાએ સારે છે. તડકા કરતાં છાયામાં ઊભા રહેવું ઠીક છે એમ સૌને સમજાય છે. પણ જ્ઞાનીને માર્ગ કેઈ જુદો જ છે. તડકો અને છાંયે જેને સમ થઈ ગયા છે; એક પગને કઈ વાંસલાથી કે કુહાડાથી કાપતે હોય અને બીજે પગે કઈ ચંદનને લેપ લગાવતા હોય તે તે બન્ને પ્રત્યે સમદષ્ટિ રાખવી એ જ્ઞાનીને માર્ગ છે. આચારાંગમાં ‘વિમેક્ષ' નામના આઠમાં અધ્યયનમાં સમાધિમરણની વાતને વિસ્તાર છે, તેમાં ટીકાકાર લખે છે કે મુનિ ચારે પ્રકારના આહારને ત્યાગ કરી, ગામ, શહેર, બજાર, ખેતર, પરું, નગર, પાટણ વગેરે સ્થળે ફરીને સંથારાને યોગ્ય નિર્જીવ ઘાસ માગી લાવી, જંગલમાં નિર્જીવ કે અ૯પ છવાકુલ જમીન જોઈ, સ્પંડિલ વગેરે તપાસી, સંસ્તર ઉપર બેસી, સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી, ફરી પંચમહાવ્રત વગેરે નિયમનું ઉચ્ચારણ કરી ભક્તપ્રત્યાખ્યાન કરે. પછી શિયાળ, કીડીઓ, વીંછી, પક્ષી, ગીધ વગેરે ઉપસર્ગ કરે તેમને ખસેડે નહીં, માખી વગેરે ઉરાડે નહીં અને સર્વ દુઃખને સંતોષથી, સહનશીલતાથી ખમે. વિશેષમાં લખે છે કે અમૃતને આહાર કરતાં આનંદ થાય તેવો આનંદ માને; મરણને ઇચ્છે નહીં, જીવવાની પણ વાંછા રાખે નહીં. કહે કેવી સમતા ! તેને પરમાનંદ સ્વરૂપનું પ્રત્યક્ષ ભાન થયેલું હોવાથી આત્માનું નિરાકુળ સ્વરૂપ-સુખ તે અનુભવે છે. સમભાવ જેના હૃદયમાં ખડો થાય તેને સુખદુઃખ, ઈષ્ટ અનિષ્ટ, શત્રુમિત્ર, માન અપમાન, પારકું પિતાનું, લાગવગ, પ્રીતિ અપ્રીતિ સર્વ વિકપ સમાઈ જાય છે. માથા ઉપર સૂર્ય સીધી લીટીએ ઊંચે તપતો હોય ત્યારે પૃથ્વી, માથું અને પગ એક સમદિશામાં, સમદેશમાં આવે છે ત્યારે છાયા (શરીરને પડછાયે) પગમાં પેસી જાય છે, સમાઈ જાય છે તેમ આત્મા, પરમાત્મા અને સદ્દગુરુકૃપાની એકતા કે સમ્યકજ્ઞાન-દર્શનચારિત્રની એકતારૂપ સમભાવ કે સ્વભાવમાં પ્રવેશ થાય ત્યાં મનનું સ્વરૂપ જે સંકલ્પ-વિક૯પ કરવાનું તે દૂર થઈ જાય છે, અથવા સંક૯૫વિકલ્પ સમાઈ જાય ને નિર્વિકલ્પ પિતાનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સહજ સ્વરૂપે પ્રકાશે. આવી અનંત કૃપા કરી જ્ઞાની પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પરમકૃપાળુદેવે એક દેહામાં સાગરને ગાગરમાં સમાવે તેમ પરમ રહસ્ય, મોક્ષનું સાક્ષાત્ કારણ, ચૌદપૂર્વના સારરૂપ પોતાના છેલ્લા
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy