SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ત્રસુધા ૧૫૫ જીવને ઊંચે લાવવા સમર્થ છે તે જ પ્રમાદ, આળસ અને વિષય-કષાય તજી ઉપાસવા યોગ્ય છે. પુરુષ પ્રત્યે, તેના બતાવેલા માર્ગ પ્રત્યે, તેની આજ્ઞા આરાધનાર મુમુક્ષુઓ પ્રત્યે તથા તેનાં વચનના આશય પ્રત્યે પ્રીતિ, ભક્તિભાવ, શ્રદ્ધા વધારી આ મનુષ્યભવને લહાવે લેવાને જેગ મળે છે, તે પ. પૂ. ભાવદયાસાગર પ્રભુશ્રીજી ઘણી વખત કહેતા તેમ લૂંટમલ્ટ લહાવ લઈ લે. આવો અવસર વારે વારે આવતો નથી. મરણની ખબર નથી; માથે મરણ ભમે છે, તે ઉપાડી લે તે પહેલાં પુરુષાર્થ કરી શ્રદ્ધા દઢ આ ભવમાં કરી લઈએ તે આપણા જેવા ભાગ્યશાળી કઈ ન કહેવાય. લીધે કે લેશે એમ થઈ રહ્યું છે, કાળ ગટકા ખાઈ રહ્યો છે તે આ જીવ હવે કયા કાળને ભજે છે તે વિચારવા ગ્ય છેજ. કાર્યો કર્યો અને પ્રસંગે પ્રસંગે છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; મૂળ એમ જાણે સદ્ગુરુ-ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ–મૂળ૦” નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” આટલું યાદ ઘડીએ ઘડીએ રહે તે નિશ્ચય કર્તવ્ય છેજ. જી શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૫૬ અગાસ, તા. ૧૩-૪-૩૯ તત્ સત્ ચૈત્ર વદ ૯, ગુરુ, ૧૯૯૫ (રાત્રે બાર વાગ્યે) દોહા - દિવ્ય સ્મરણ દેવા કુંખે, વરસુત રવજીનંદ; ભવસાગર કચ્છ ઊગે, રાજચંદ્ર સુખકંદ. શક્તિ શિશુમાં પ્રેરજે, ગુણ ગાવા ગુરુરાય; બાળક કેરી બાથમાં આભ સકળ શું માય? પણ મુજ બાળમનેર, લેક વિષે નહિ માય; સદ્દગુરુ જ્ઞાની સારથિ, હૃદયે રહે સદાય. પહેલું સુખ તે સમક્તિ સાર, બીજું સુખ સદ્ભુત વિચાર; ત્રીજું સુખ સત્સંગ પ્રસંગ, ચોથું સુખ પરમાર્થ અસંગ. પ્રારબ્ધ પ્રમાણે અન્નજળ જ્યાંનાં લખ્યાં હોય ત્યાંનાં લેવાય છે. “તારું તારી પાસ હૈ ત્યાં બીજાનું શું કામ, દાણે દાણ ઉપરે ખાનારાનું નામ.” જવું આવવું આપણી ઈચ્છા પ્રમાણે બનતું નથી. પુણ્યને ઉદય હોય તે તીર્થયાત્રા, સત્સંગ, સધની પ્રાપ્તિ થાય છે. તેમાં ખામી હોય તે “ભાગ્ય વિના મળે નહિ, ભલી વસ્તુને ગ.” પત્રમાં અંગ્રેજી અક્ષરે લખ્યા છે તે ઉપરથી અંગ્રેજી ભણે છે એમ અનુમાન થાય છે. પણ પરમકૃપાળુદેવનાં વચનેમાં વધારે કાળજી રાખી વિચાર કરવાની મહેનત કરશો તે અંગ્રેજી પાછળ મહેનત કર્યા કરતાં વધારે લાભ થશે તે સહજ જણાવું છું. હાલ પત્રાંક ૨૦૦ વારંવાર વાંચી મુખપાઠ કરશોજી તથા પત્રાંક ૨૬૨ પણ મુખપાઠ કરશે તે આત્માને હિત થાય તેવાં તે વચને છે. તે હાલ નહીં સમજાય તે પણ યોગ્યતા આવે આગળ ઉપર બહુ લાભકારી નીવડશે. જેમ શિયાળામાં
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy