SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ બધામૃત કરતા રહેવા ભલામણ છે”. એમાં જણાવેલ છે પદમાં જે નિઃશંક થાય છે તેને જરૂર સમ્યફદર્શન થાય છે તે સાચી પ્રતીતિ છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા.ક.-પૂ....ને અત્રે આવવા વિચાર હોય તે આ પત્ર વાંચી વહેલા આવવા ભલામણ છે, જેથી ઘણી વસ્તુની માહિતી નથી તે મળે તે આ માસને વેગ છેજ. આત્મહિતની ગરજ જેને હોય તેને આ માત્ર સૂચના છે, આગ્રહ નથી. ૧૫૫ અગાસ, તા. ૧૩–૪–૩૯ તતું કે સત્ ચૈિત્ર વદ ૮, ગુરુ, ૧૯૯૫ નથી રોગથી ઘેરાયે, જરા પડે ન જ્યાં સુધી નથી મૃત્યુ-મુખે પેઠે, સાધુ કલ્યાણ ત્યાં સુધી. “સંસારાનલમાં ભલે ભુલાવી, વિન્નો સદા આપજો, દારા, સુત, તન, ધન હરી, સંતાપથી બહુ તાવ, પણ(પ્રભુ)ના ધૈર્ય મુકાય એમ કરજે, હૃદયે સદા આવજે, અંતે આપ પદે શ્રી સદ્દગુરુ, સમતાએ દેહ મુકાવજે.” વહ જાને ઉન્મત્ત હૈ, વહ જાને જગ અંધ; જ્ઞાની ઔર જગતકું, શું નહિ રહે સંબંધ. વિ. આપને પત્ર આવ્યું હતું. વાંચી આપની મૂંઝવણ અને પરમાર્થની જિજ્ઞાસા જાણી હતી. તે પહેલાં પવિત્રાત્મા સત્સાધક પૂ.ને પત્ર પણ મળ્યા હતા. તમારી પેઠે તેને પણ મૂંઝવણ રહે છે. અને પરમ પુરુષનાં આશ્રિત જીવાત્માઓ છે તેથી કંઈક લખવું એમ વિચારી અવકાશ નહીં હોવા છતાં આજે રાત્રે અગિયાર વાગ્યા પછી આ લખવા બેઠો છું. પૂ. શીતલપ્રસાદજી હાલ અત્રે પધાર્યા છે અને એકાદ માસ રહેવાના છે. સવારે મોટા પુસ્તકમાંથી પંચાસ્તિકાય પરમકૃપાળુદેવે લખેલ વંચાય છે. સાંજના ૪ થી ૫ પ્રવચનસાર કુંદકુંદાચાર્ય કૃત વંચાય છે અને રાત્રે ૮ થી ૯ ગમ્મસારમાંથી કર્મકાંડ વંચાય છે. તે ઉપરાંત નિત્યનિયમને ક્રમ ચાલુ છે એટલે વખત બિલકુલ હાલ તે બચત નથી. ધર્મધ્યાનમાં દિવસ અને રાત્રિને મોટો ભાગ જાય છે. તમે હાજર હેત તે ઘણે આનંદ આવત. પણ પ્રારબ્બાધીન ક્ષેત્રફરસના હોય છે. બાંધેલાં કર્મ ઉદય આવ્યે હર્ષશેક કરે વ્યર્થ છે; ઊલટું આર્તધ્યાન થવાને પ્રસંગ આવે, તેવાં કર્મ અત્યારે ન ગમતાં હોય તે ફરી નવાં કર્મ તેવાં ન બંધાય તે માટે ભાવ ફેરવવાના છે. પૂર્વે અજ્ઞાનભાવે, સ્વચ્છેદે, નિજકલ્પનાએ, સંસારના પ્રસંગે સુખરૂપ માની તેની ભાવના કરેલી તેનું ફળ આ ભવમાં પ્રગટ દેખાય છે, નહીં ગમતું છતાં ભેગવવું પડે છે. પણ કંઈ સુકૃત્ય કર્યા હશે તેને ફળરૂપે મનુષ્યભવ મળે, તેમાં સદ્દગુરુને ગ, તેનાં દર્શન-સમાગમને અલભ્ય લાભ મળે, તેની કિંચિત્ સેવાને પ્રસંગ બને અને તેની નિષ્કારણ અનંત કરુણને લીધે આ અપાત્ર અભાગિયે જીવ હેવા છતાં તરવાના સાધનરૂપ મહામંત્ર, છપદને પત્ર, આત્મસિદ્ધિ, વીસ દેહરા, ક્ષમાપનાને પાઠ, યમનિયમ આદિ ઉત્તમ પુરુષનાં વચનામૃત વગેરે જ વિચારવાની ભવદુઃખભંજનહારી આજ્ઞા મળી. તે અનેક પ્રકારે
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy