________________
પત્રસુધી
૧૫૩ लोगोंकी रुचि न रहने पर भी आदरके साथ उनके गुणमहिमाका श्रवण करते ही उनके चरणमें हम लोगोंकी श्रद्धा या प्रतीति होगी । हम लोगोंके निष्कपट होनेसे गुरुसेवकगण निश्चय ही हम लोगोंको गुरुसेवाका सन्धान देंगे, कितने स्नेह कीर्तन और आदरके साथ हम लोगोंको गुरुपादपद्मकी सेवामें नियुक्त कर श्री गुरुकी प्रीतिका विधान करेंगे । भूलसे यदि कोई गुरुदास, भक्तको एकमात्र आश्रय समझकर श्री गुरुपादपद्मकी कथासे अलग रहना चाहे तो गुरुसेवक उसको यत्नके साथ श्री गुरुपादपद्ममें आकृष्ट करते हैं। गुरुसेवक कभी भी किसीको अपना सेवक नहीं समझते, उनकी सर्वत्र ही गुरुबुद्धि है। मैं सेवक हूँ-श्री गुरुका नित्य अयोग्य भृत्य । श्री गुरु ही एक मात्र हमारे सेव्य है. एवं गुरुसेवकसूत्रसे गुरुसेवकगण हमारे पूज्य वा सेव्य हैं यही गुरुदासका भाव है। इसी गुरुदास्यमें उनके नित्यप्रतिष्ठित रहने के कारण गुरुदासानुदासाभिमान ही उनका संबल (सर्वस्व) है।...पिता एक मात्र श्री आचार्यदेव है। हम लोग सभी उन्हींके पाल्यपुत्र-शिष्य-सेवाभिखारी हैं। इस गुरुपिताके प्रति प्रीति हमारी अपेक्षा जिसकी अधिक है, आचार्य-चरणमें जिसकी श्रद्धा अचल है, जिसका संग करनेसे गुरुपादपद्ममें विश्वास निष्ठा प्रीति बढे, उसके अनुसार अपनेसे श्रेष्ठ सज्जनोंका
» શાંતિઃ શાન્તિઃ શાંતિઃ
૧૫૪
અગાસ, તા. ૮-૪-૩૯ તત સત્
ચૈત્ર વદ ૪, શનિ, ૧૯૯૫ પરમકૃપાળુદેવની અવસાનતિથિ ચૈત્ર વદ પંચમીના ઉત્સવ નિમિત્તે ઘણુ ભક્તાત્માઓ અત્રે પધારેલા છે અને ઘણા અત્રે એકાદ માસ રહેવાની વૃત્તિવાળા જણાય છે. પૂ. શીતલપ્રસાદજી બ્રહ્મચારી (દિગંબરી) હાલ અત્રે નિવૃત્તિ અર્થે પધાર્યા છે તે એક માસ ઓછામાં ઓછું રહેવા ધારે છે. પંડિત લાલન પણ રોકાવાના છે. એમ અનેક વિદ્વાનેની મંડળીને લાભ હાલ મળે તે અનુકૂળ યોગ છે, તે દેહાધ્યાસ જરા મંદ પાડી પુરુષાર્થ ધર્મ વધારવા હિંમત ચાલતી હોય તો જ્ઞાનગંગાની યાત્રા જે યોગ છે. આશ્રમમાં સવારે પાંચથી સાત ભક્તિ ચૈત્યવંદન વગેરે થાય છે. પછી દેવદર્શન પરવારી બધા છૂટા થાય છે. નાસ્તોપાણ કરી સાડા નવથી બધા મળે છે તે વખતે સાડા દસ સુધી પંચાસ્તિકાય પરમકૃપાળુદેવે લખેલ “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી વંચાય છે. બહુ સારી તત્ત્વદર્શક ચર્ચા ચાલે છે. પછી પંચકલ્યાણક અને આઠ દૃષ્ટિને સ્વાધ્યાય ૧૧ સુધી થાય છે. પછી જમવા સર્વે વીખરાઈ જાય છે. અને પછી અનુકૂળતા પ્રમાણે એકાંત સ્વાધ્યાય જુદે જુદે સ્થળે થાય છે. સાંજના ૩ થી ૪ ભક્તિ થાય છે અને ૪ થી ૫ સુધી “પ્રવચનસાર શ્રી કુંદકુંદાચાર્યને ગ્રંથ શ્રી અમૃતચંદ્રાચાર્યની સંસ્કૃત ટીકા સહિત ગુજરાતી ભાષા દ્વારા ચર્ચાય છે. પછી પાંચે બધા દેહકાર્ય અર્થે કે અન્ય સ્વાધ્યાય અર્થે જુદા પડે છે અને સાંજે ૬ દેવવંદન થયા પછી પ્રતિક્રમણ ભક્તિ વગેરે આઠ વાગ્યા સુધી થાય છે અને ૮ થી ૯ સુધી “ગોમ્મસાર કર્મકાંડને સ્વાધ્યાય થાય છે. એ કર્મગ્રંથ બહુ સૂક્ષમ અને ઉપયોગી છે. આમ આ દિવસ ધર્મધ્યાનને પ્રવાહ વહી રહ્યો છે. તેમાં સ્નાન કરવા જિજ્ઞાસા જાગે તે બળ કરીને પણ બને તેટલો લાભ લઈ લેવા જેવો અવસર આવ્યો છે. મનુષ્યભવ મહાદુર્લભ મળે છે, તેમાં જે કંઈ સાર્થક ન થયું તે ઘડીમાં છૂટી જાય તેવા દેહની ને દેહની ચિંતા કરતા રહેવામાં શું વળવાનું છે? ઘણા પ્રકારની શિથિલતા દૂર થવા ગ્ય અવસર આવ્યો છે તો ચેતી લેવા જેવું છે. બને તે “આત્મસિદ્ધિશાસ્ત્ર મુખપાઠ કરી તેને એકાંતમાં વિચાર