SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ બેધામૃત છૂટે એ જ સાર્થક છે” એમ કહ્યું છે તેને હૃદયમાં ઉતારી મરણ સુધી આશ્રયને ટકાવી રાખે છે તે મહાભાગ્યશાળી મહા નરરત્નને નમસ્કાર છે. “ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છે.” “સંતચરણ આશ્રય વિના સાધન કર્યાં અનેક; પાર ન તેથી પામિ, ઊંચે ન અંશ વિવેક” એ જ બોલીએ છીએ પણ જેણે મરણની વેદનામાં પણ સન્દુરુષને આશ્રય છોડ્યો નહિ, તેને શરણે સદાય રહ્યો તેનું અવશ્ય કલ્યાણ થાય છે. દરરોજ સાંજે કે અનુકૂળ વખતે એકાંતને શેડે વખત પોતાની વિચારણા માટે રાખવા ગ્ય છે. આજનો દિવસ કેમ ગયે ? તેમાં કઈ અગ્ય બાબત થઈ હોય તે ફરી ન કરવાની કાળજી રાખવી. કોઈ આત્મહિતનું કામ અધૂરું રહ્યું હોય તે પૂર્ણ કરવા વિચાર કર. બને તે ૧૮ પાપસ્થાનક વિચારી જવાં. એ વાત તમને પહેલાં કરેલી છે તે કાળજી રાખી વિચારવાનું રોજ રાખશે. એ જ વિનંતી. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૫૩ અગાસ, તા. ૨૬-૩-૩૯ જેના ચિત્તમાં એ (નિજને વિષે નિજબુદ્ધિ થાય તે પરિભ્રમણ દશા ટળે છે) માર્ગ વિચાર અવશ્ય છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી, એ પરમ શ્રેય છે, અને તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે જેમાં કંઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વાશદશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્ય વિષે પિતાનું દાસાનુદાસપણું કરવું ઘટે છે.” (પ૩૯) શ્રીમદ્ રાજચંદ્ર. તા. ૨૧-૩-૩ને પત્ર મળ્યો. તે વાંચી ઘણે વિચાર આવ્યો કે, પરમકૃપાળુદેવ પ્રત્યે જે સર્વભાવે અર્પણતા થવી જોઈએ તેને બદલે બીજે બીજે સશુરુપણું ક૯પવાને અનાદિને અધ્યાસ અને આગ્રહ આપના પત્રમાં ભરપૂર જાણી તે પત્રનો ઉત્તર આપવા કરતાં આ પ્રથમ આમળે ઉકેલી નાખવાની જરૂર જણાયાથી પરમકૃપાળુદેવના પત્રમાંથી મથાળે ટાંકેલાં વચન મારે તમારે બહુ વિચારવા ગ્ય છે અને એ જ માન્યતા પ. પૂ. પ્રભુશ્રીજીએ દઢ કરાવી ઊંડી ઉતારી દીધી છે તેથી તેને બાધ કરે તેવા ભાવો કેઈનામાં પણ સ્કુરતા જાણી ઉદાસીનતા થઈ આવે છે. એ કોઈ પક્ષને કલ્યાણકારી નથી. માટે જ રૂબરૂમાં મળે ત્યારે આપને તે વિષે ઘણું કહેવાને વિચાર હતે પણ પ્રારબ્ધગે કે કઈ શિથિલતાના ભારે દબાઈ જવાથી તેમ બનતું નથી તે યથાવસરે કહેવા યોગ્ય કહેવાનું જાણું અહીં માત્ર આપને ઊંડા ઊતરી જરા વિચારવા અને આંધળી દોડ ન કરવા બે શબ્દો કહેવા પડ્યા છે તે સર્વ મહાપુરુષના આશયને અનુસરીને કહેલા છે. નીચે થોડું હિંદીમાં તમને બંનેને સમજાય તેવું આજના વાંચનમાંથી ઉતારી મોકલું છું તે વિચારશોજી– ___"श्री गुरुदेव परम करुणामय हैं, उनकी कृपाकी सीमा नहीं। वे हमारे मंगल न चाहने पर भी हम लोगोंका मंगल करनेके लिए सर्वदा उद्विग्न रहते हैं। श्री गुरुदेवकी महिमा-कीर्तनमें हम
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy