________________
૧૪૮
બેધામૃત અવશ્ય પ્રગટ કરવું છે, એટલી તૈયારી તે મુમુક્ષુને હોય તે ઢીલ ન થાય, સફળતા મેળવે. અધિક અન્ય પ્રસંગે.
પુરુષની આજ્ઞા ઉઠાવવામાં » શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૪૮
અગાસ, તા. ૧૬-૧-૩૦ તત્ સત્
પષ વદ ૧૧, સેમ, ૧૯૯૫ “પર પ્રેમ-પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમ ભેદ સુ-ઉર બસે,
વહ કેવલો બીજ ગ્લાનિ કહે, નિજક અનુભૌ બતલાઈ દિયે.” “કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે, એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે.” (૨૧)
વિ. ગઈ કાલે પૂ હારને કરંડિયો આપના તરફથી લઈને આવેલા તે પરમકૃપાળુ દેવના ચિત્રપટોને ચઢાવ્યા છે. તેથી સર્વેના ચિત્તની પ્રસન્નતા થાય અને સત્યરુષ પ્રત્યે પ્રભેદભાવ વધે એ સ્વાભાવિક છે, તે જોઈ મને પ. પૂ. પ્રભુશ્રીજી અને તેમને ઉપકારશીલ સ્વભાવ તથા પરમકૃપાળુદેવની અલ્પ પણ સેવા કરનારાઓ પ્રત્યે ઉલ્લાસભાવ ઊભરાઈ આવતે તે ચિત્ર સ્મૃતિપટ પર તાજું થયું અને વિચાર થયે કે આ ભક્તિભાવને પ્રસંગ તેઓની હયાતીમાં તમને આવ્યા હતા અને અત્રે આપની હાજરી હતી તે કેટલું લાભ થાત ! તે તમને ખ્યાલમાં અત્યારે આવવું મુશ્કેલ છે. ઉનાળામાં વૈશાખમાં સ્વાતી હોય અને એકાએક કરા સહિત વરસાદ થાય તે લેકેને જેમ અત્યંત આનંદનું કારણ થાય, તેથી અનંતગણું આનંદ પુરુષની પ્રસન્નતામાં રહે છે. પણ કહેવત છે કે “ધાના ત્યાં ખાના નહિ અને ખાના ત્યાં ધાના નહિ” એમ એ વેગ મળ બહુ મુશ્કેલ છે. તેમ છતાં જે કંઈ ભક્તિભાવ થાય છે તે નિરર્થક જતો નથી, તેવા યુગની પ્રાપ્તિનું કારણ બને છે.
બીજું પૂ. મણિભાઈ કલ્યાણજી મુંબઈવાળા ટ્રસ્ટીનાં માતુશ્રીને દેહ સં. ૧૯૯૫ પિષ વદ ૩ ને રવિવારે શાંતિ સમાધિથી છૂટી ગયે. તેના સમાચાર સહિત પત્ર છે. તેમાં તેમના છેવટના ભાવ આપણે બહુ વિચારવા યોગ્ય છે, સમાધિમરણની ઈચ્છાવાળાને કામના છે તેથી તે પત્રમાંથી થોડું આપને વિચારવા લખું છું. પૂ.મણિભાઈ લખે છેઃ “પરમકૃપાળુ પ્રભુશ્રીજીએ જે “સદ્દગુરુપ્રસાદનાં દર્શનની આજ્ઞા કરેલ છે તે યથાર્થ રીતે જે પાળવામાં આવે તે સમાધિમરણ અવશ્ય થાય તેમ પ્રત્યક્ષ જોયું. અમારાં માતુશ્રીને ક્ષપશમ (બહુ વિચાર) નહોતે, પરંતુ જે આસ્થા હતી અને બીજા ધર્મ સંબંધમાં કોઈ લેચા નહતા તેથી અંત સમયે એક જ દષ્ટિ રહી હતી, જે પ્રત્યક્ષ જોઈ આનંદ થયે છે. છેલ્લા એક મહિનાથી હંમેશાં સવારના “સદ્દગુરુપ્રસાદનું પુસ્તક લઈ દર્શન કરતાં અને તેને સમક્ષ રાખી મંત્રસ્મરણ કરતાં. વ્યાધિ વખતે પિતે શાંતિમાં છે, આનંદભુવનમાં છે એમ કહેતાં. છેલ્લે પિતે મંત્રને ઉરચાર કરી ત્રણ ડચકાં ખાધાં અને ક્ષણભંગુર દેહ ત્યાગ કર્યો. ઉપરની વિગત આપને જાણવા લખેલ છે. પરમકૃપાળુની કૃપા શું કામ કરે છે તે જોઈ અત્યંત આનંદ થયેલ.”
આ ટૂંકામાં લખવાનું કારણ એ છે કે આપણે બધાને માથે મરણ છે, કયા દિવસે તે નક્કી નથી પણ જન્મે તે જરૂર મરે છે એ તે નક્કી જ છે. માટે મરતા પહેલાં સમાધિમરણની