________________
પત્રસુધા
૧૪૭ આપીએ છીએ એમ અવશ્ય માનવું. નહીં ગમતાં એવાં દુઃખ ભવિષ્યમાં પણ ભેગવવાં પડશે, માટે ચેતીને ધર્મને સુખકારક માર્ગ હૃદયમાં રાખીશું તે સદ્ગુરુશરણે સર્વ સારાં વાનાં થશે. એ જ વિજ્ઞપ્તિ.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૭
અગાસ, તા. ૯-૧-૩૯ તત્ સત
પષ વદ ૪, સેમ. ૧૯૯૫ “પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પક્ષ જિન ઉપકાર; એ લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. સ્વછંદ મત આગ્રહ તજી, વર્તે સદ્દગુરુ લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ;
નહિ ભક્તા તું તેહને, એ જ ધર્મને મર્મ” – શ્રીમદ્ રાજચંદ્ર તમે જીવનકળા પૃષ્ઠ ૧૩૬ ઉપર “આત્મા જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યક્ત્વ છે, એ તીર્થકરને અભિપ્રાય છે. એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિષે નિષ્કામ શ્રદ્ધા છે જેને તે પુરુષને બીજ રુચિ સમ્યકત્વ છે.” (૪૩૧) એ વાંચી સમ્યકદર્શન સંબંધી પુછાવ્યું. તે બાબત પરમકૃપાળુદેવે સ્પષ્ટ લખી છે, “મેરના ઈંડાને કઈ ચીતરવું પડે નહિ.” તેમ તેની યથાર્થતા વિષે કંઈ કહેવું પડે તેમ નથી. માત્ર આપણે વૈરાગ્ય-ઉપશમનું બળ વધારી તે સદ્દગુરુના શરણે તેની આજ્ઞા પ્રાપ્ત કરી આત્મ-ઓળખાણ કરવાનું છે. “માળા બને માળા તો' એમ આચારાંગસૂત્રમાં પાઠ છે. જ્ઞાનીની આજ્ઞા જીવને પ્રાપ્ત થઈ નથી અથવા તેણે રૂડી રીતે આજ્ઞા ઉઠાવી નથી, નહીં તે જન્મ-મરણ કરવાના રહે નહીં. સપુરુષની શ્રદ્ધા એટલે આ જ્ઞાની પુરુષ આત્મસ્વરૂપને પામ્યા છે, તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે, જે હું તેમના કહ્યા પ્રમાણે વર્તે તે અવશ્ય મેક્ષ થાય એવી આત્મજ્ઞાની ગુરુ પ્રત્યે પ્રતીતિ થાય તેને બીજરૂચિ સમ્યકત્વ કહે છે. તત્ત્વાર્થ શ્રદ્ધાનું તે બીજ છે. એવા પુરુષને એગ થયે, તેવી શ્રદ્ધા થયે, જીવ દેહાદિ પદાર્થો પ્રત્યેનું માહાસ્ય ભૂલી આત્મપ્રાપ્તિ માટે તેની આજ્ઞાએ પુરુષાર્થ કરે તે પરમાર્થ સમ્યકત્વ કે આત્મપ્રાપ્તિરૂપ શુદ્ધ સમ્યક્ત્વની તેને પ્રાપ્તિ થાય છે, કારણ કે જેના ચરણને તે ઉપાસે છે તેની દશાને તે ભક્તિના ફળરૂપે પામે છે.
જે સત્પરુષ પર છવને પ્રતીતિ આવે તે તેની આજ્ઞા શી છે? મને કયારે પ્રાપ્ત થાય ? તે શું કરવાથી સફળ થાય? એમ મુમુક્ષુ જીવ વિચારે છે, તેને પુરુષાર્થ કરવામાં વીર્ય ફેરવે છે. બીજા તેને વિશ્ર કરનારાં કારણે પ્રત્યે ઉપેક્ષાભાવ રાખી, તેને ગૌણ કરી આ ભવમાં સત્યરુષની આજ્ઞા માટે દેહ ગાળવો છે એ દઢ નિશ્ચય કરે છે. સપુરુષ પ્રત્યે પ્રેમ વધે તેવાં નિમિત્તો સત્સંગ આદિની ઉપાસના કરે છે, અને એટલે બળવાન થાય છે કે “ રાજયામિ ના રેહું તાનિ' – કાર્ય સાધતાં દેહ પડી જાય તે ભલે, પણ આ ભવમાં સમ્યક્દર્શન