________________
૧૪૪
બેધામૃત બને સ્થળે વિસ્તારથી જણાવેલ છે તે વિચારશે. ક્રોધની પેઠે, પુરુષને ઉપર ઉપરથી રાજી રાખી અંદર હૃદયમાં સંસારવાસના પિષે તેવી માયા કે મેટું પદ ધારણ કરી ધર્મને નામે સંસારભાવે સેવી સન્માર્ગને લજવે તેવું વર્તન વગેરે ઘણું જીવોને સન્માર્ગથી વિમુખ કરાવે તેવાં કૃત્યે જે ભાવથી થાય તે મહાભયંકર બંધના કારણે છે. ગોશાલાની પેઠે પિતાનાં માનપૂજામાં મહાપુરુષને વિન્નરૂપ ગણી તેમના વધ માટે તૈયાર થઈ જવા જેવા ભાવ તથા લેભના દષ્ટાંતમાં ઈસુ ખ્રિસ્તને તેના શિષ્ય જ લાંચની ખાતર પકડાવી ફાંસી (કૅસ) ઉપર ચઢાવ્યા હતા. આ બધાં ગમે તેવાં દૃષ્ટાંત પણ આપણે આપણે વિચાર કરે કે મને કલ્યાણ કરવામાં શું આડે આવે છે? કયે કષાય વધારે નડે છે? તેની મંદતા કેમ થાય? આદિ પ્રશ્નો એકાંતે વિચારી હિત સાધવું.
(૨) કરેડને કરડે ગુણતાં જે સંખ્યા આવે તેને કેટકેટ કહે છે.
(૩) ગદષ્ટિ સમુચ્ચય' ગ્રંથમાં શ્રી હરિભદ્રાચાર્ય “ભાવમલી ૩૦મી ગાથામાં વાપરે છે, અને તેને પિતે અર્થ એ કરે છે કે “તે તે પુદ્ગલ આદિ સંબંધની ચોગ્યતા” તે ભાવમલ છે એટલે કર્મ “ચાર ગતિરૂપ સંસારમાં આ જીવ અકામ નિર્જરા વડે ઘણે ભાવમલ-કર્મને ક્ષય કરે છે, પણ મનુષ્યગતિ સિવાય આ યુગનાં બીજ ક્યારે પણ મેળવી શક્તિ નથી.” ભાવમલ, કર્મકલંક, કર્નરજ એ બધા એક જ અર્થ દર્શાવતા શબ્દો છે.
() જ્ઞાની પુરુષ સાચા મોક્ષમાર્ગના ઉપદેશનાર છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે, એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયને તથા આજ્ઞાને નિશ્ચય તે જ્ઞાની પુરુષને નિશ્ચય છે, અને તે પુરુષ પ્રત્યે અર્પણભાવ છે, તેનું કહેલું સર્વ સમ્મત કરવું, તેમાં કંઈ સંશય કે ભેદભાવ ન રહે, ગમે તે કસોટીના પ્રસંગે પણ વિષમભાવ ન ઉદ્ભવે તેનું નામ અંતભેદ ન રહ્યો. * ગણાય; અને જ્ઞાનીના ઉદયાદિ કર્મ પ્રત્યે દષ્ટિ જતાં જે મનમાં એમ થાય કે ઉપદેશ તે સારે કરે છે પણ વર્તનમાં ઠેકાણું નથી, કંઈક સંસારી ભાવ તેમને પણ જણાય છે એવા ભાવ ઊગવા તે અંતભેદ સમજાય છે. જ્ઞાનીના અંતરના ભાવ જે આત્મપરિણામરૂપ હોય છે તે લક્ષ ચુકાઈ બાવર્તનથી જીવને જે કંઈ અણજગતું દેખાય તે અંતભેદ છે, એટલે યથાર્થ ઓળખાણ ન થવા દે કે થઈ હોય તેમાં સંશય પાડે તેવાં કારણે અંતભેદ સમજવા ગ્ય છે”.
(૫) આ છેલ્લા પ્રશ્નનો ઉત્તર એક મુનિ મહારાજે લખેલે તે જ તમને ઉતારી એક છું તે વિશેષ હિતનું કારણ છે એમ જાણી મેં કંઈ તેમાં ડહાપણ કર્યું નથીજી – “ચોથા ગુણસ્થાનકવાળા જીને ત્રણ પ્રકારના સમકિત હોવા ગ્ય છે: ઉપશમ, ક્ષયપશમ અને ક્ષાયિક. તેમાં જે જીવને જે સમકિત હોય તે તે પ્રકારે તેની દશા છે. તે દશા મુખ્ય તો સાત પ્રકૃતિ – અનંતાનુબંધી ચાર તથા દર્શન મેહનીયની ત્રણ – એ સાત પ્રકૃતિને ઉપશમ હોય તો ઉપશમ સમકિત કહેવાય અને ક્ષયે પશમ હોય તો ક્ષયપશમ સમકિત કહેવાય અને સાત પ્રકૃતિને ક્ષય હોય તો ક્ષાયિક સમક્તિ કહેવાય. તે ક્ષાયિક સમકિતી નિરંતર આત્મ
* જુઓ પત્રાંક ૬૪૨