SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૧૪૩ પણ તેમના મળતાવડા અને ગંભીર સ્વભાવથી આ સમાચાર જાણી ખેદનું કારણ બને તે તેમના વિશેષ પરિચય અને સગાઈસંબંધવાળાને વિશેષ શેકનું નિમિત્ત બનવા સંભવ છે. છતાં વિચારવાન જીવે તે ખેદને વૈરાગ્યમાં પલટાવી આત્મહિતમાં વિશેષ જાગ્રત થવું ઘટે છે. પિતાના સ્વાર્થ માં ખામી પડી એમ ગણુ ખેદ કરવા કરતાં તે જીવનું આયુષ્ય વિશેષ હોત તે વિશેષ ધર્મ આરાધન કરી વિશેષ કલ્યાણ સાધી શકત, એવા દુર્લભ મનુષ્યદેહની સામગ્રી તેમની લૂંટાઈ ગઈ તે ખરું ખેદનું કારણ તે જ્ઞાની ગણે છે. “જોકે ઉપાધિ તે કર્મવશાત્ સર્વ જીવાત્માને ઉદયમાં છે તે વેદવી જ પડે છે. એમાં કઈ સુખદુઃખ લેવા અથવા દેવા સમર્થ નથી. પણ જે એક યથાતથ્ય સતશ્રદ્ધા થાય તે આ મનુષ્યભવનું મૂલ્ય કઈ રીતે થાય એવું નથી અને તે સર્વ કરી ચૂક્યો એમ સમજવું ઘટિત છે. એવો જોગ અત્રે આવ્યા છે અને આ ક્ષણભંગુર દેહ ત્યાગ થાય છે તેમ દેખાય છે અને વળી સ્વજન-પ્રિયજનનું તેવું થતું પ્રત્યક્ષ ભળાયું છે એમ જાણી સમભાવ રાખી ધર્મમાં ચિત્ત જોડવું એ જ કર્તવ્ય છે. થવાનું થઈ રહ્યું છે, બનવાનું બની રહ્યું છે, કંઈ કેઈન હાથમાં નથી. આ કાળમાં દુર્લભમાં દુર્લભ સત્સંગ છે.” આપણે માટે પણ એક દિવસ નિર્ણત થયેલ છે, તે દિવસે આપણે પણ સર્વ સંબંધ, સગાંકુટુંબ, ધન, ઘર, મિલકત, સર્વ ઓળખાણ મૂકી એકલા જવાનું છે. તે દિવસે સંસાર પ્રત્યેની વાસના આપણને દુઃખ, ખેદ ન ઉપજાવે તેવી તૈયારી કરવા જેટલું આયુષ્ય હજી આપણી પાસે છે, ત્યાં સુધીમાં સધર્મનું આરાધન વિશેષ ભાવથી કરી સમાધિમરણ થાય તેટલા માટે આજથી જ વૈરાગ્ય ત્યાગને અભ્યાસ કરીએ તે છેવટે પસ્તાવો ન થાય અને નિશ્ચિતપણે, નિર્ભયપણે, નિઃખેદપણે સત્પરુષના આશ્રય સહિત હર્ષ પૂર્વક દેહ છોડી શકીએ અને મોક્ષને નિકટ લાવી શકીએ એટલું આવા કળિકાળમાં પણ આપણાથી બને તેવું છે, તે મૂકી શેક અને ખેદમાં કાળ નહીં ગાળે એમ ઈચ્છું છું. આત્મસ્વરૂપને આવરણ કરે તેવા આધ્યાનવાળું પ્રવર્તન પુરુષના શિષ્યોને પાલવે નહીં. એ જ સમજુને વિશેષ શું લખવું? છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૪૪. અગાસ, તા. ૮-૧૨-૩૮ તત્ સત્ માગસર વદ ૧, ૧૯૯૫ આપના પ્રશ્નોના ઉત્તર આપતાં પહેલાં જણાવવું જરૂરનું છે કે માત્ર પત્રથી મનને સંતોષ આપવા કરતાં અવકાશે કેઈ વખત અત્રે પધારવું થાય તે રૂબરૂમાં વિશેષ સંતોષ થવા સંભવ છે. તેમ છતાં તે પ્રારબ્ધાધીન હોવાથી ટૂંકામાં પ્રશ્નોત્તર જણાવું છું (૧) શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી પાન ૭૩૮ આંક ૧૮ થી ૨૨ તથા પત્રાંક ૪૫ને છેલ્લો ભાગ વિચારવા ભલામણ છે. તે વારંવાર વિચારતાં પ્રશ્ન પહેલો સમજાશે. ઘણા જીવને કલ્યાણકારી એવા સાચા પુરુષ અને તેને માર્ગ પ્રત્યે જીવને ક્રોધ, નિંદા, વૈર આદિ ભાવોની તીવ્રતા ઉત્કૃષ્ટપણે વર્તે તે દર્શન મેહને ઉત્કૃષ્ટ સ્થિતિને સિત્તેર કડાકોડી સાગરોપમને બંધ સંભવે છે. તે ભાવ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુએ ઉત્તમ શબ્દોમાં ઉપર જણાવેલ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy