________________
૧૪રી
બેધામૃત કે નેકર આદિ અનેક પુરુષને મળે છે, વાતચીત કરે છે, પણ કોઈને પતિને ઠેકાણે કે તેથી અધિક કદી ગણતી નથી, તેમ મુમુક્ષુને પરમ પુરુષ પ્રત્યે પ્રેમ બંધાયેલ છે તે બીજે ઢળી ન જાય તેટલા માટે આ સૂચના આપી છે. આ કેઈ દેષ તમારામાં છે એમ નથી કહેવું, પણ જીવતાં સુધી આ વાત સમજી મક્કમ રહેવા માટે લખી જણાવ્યું છે. | મારા પ્રત્યે કે પૂ. હીરાલાલ, પૂ. શિવજી, પૂ. જેસંગભાઈ, પૂ. ચુનીભાઈ, પૂ. ભગતજી વગેરે પ્રત્યે એક મુમુક્ષુભાઈ ધર્મના સગા તરીકે દષ્ટિ રાખો તેમાં હરકત નથી; પણ કેઈની વાણી, કોઈનું લખાણ કે કોઈની સમજણ, બુદ્ધિ કે પરોપકારવૃત્તિ જોઈ મૂળ પરમપુરુષ પ્રત્યેના પ્રેમમાં અંશે પણ ઘટાડે ન થાય, ઊલટું તેના આશ્રિતમાં સારા ગુણે જઈ પરમકપાળદેવના માર્ગની પ્રભાવના થાય તે સારું એ ભાવ રાખો અને તે પરમપુરુષના યોગબળે સર્વે ઉત્તમ ગુણવાળા જણાય, તેમના જેવા ગુણો આપણામાં પ્રગટે તેવી ભાવના વધારવી. પણ અમુક મને બહુ ઉપકારી છે કે આ જ મને તારશે એ ભાવ સ્વપ્નમાં પણ ન આવે તેવી સાવચેતી ભવિષ્યમાં પણ રહેવા આ ભલામણ નમ્રભાવે કરું છું તે સ્મૃતિમાં રાખવા વિનંતી છે.
આપણે બધા જે વહાણુમાં બેઠા છીએ તે મજબૂત, પાર પહોંચાડે તેવું છે. તેને વીમો ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ ઉતરાવેલ છે. હવે તે ફરી જહાજ મૂકી કઈ રંગેલું નાવડું જઈ તેમાં કૂદી ન પડવું. પરમકૃપાળુદેવને પરમ પ્રેમે ભજે અને તેમાં તેને નુકસાન જાય તેની જવાબદારી ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ લીધી છે તેથી વિશેષ ખાતરી આપણે શી જોઈએ? આપણાથી અધિક ગુણ હોય તેને અવલંબને આપણે વિશેષ ગુણ પ્રગટાવવા, સમાન ગુણી હોય તેના સંગે પણ જે ભૂમિકા છે તે ટકાવી રાખવી, પણ આપણાથી પણ ઊતરતા વૈરાગ્યભાવવાળે હોય તે દેખી આપણે મંદ ન બનવું; પણ તેને પણ આપણું ભક્તિભાવથી લાભ થાય તેમ આપણે પરમપુરુષને અવલંબને વર્તવું.
ધામણ બધા ભાઈઓ મળતા છે તે આ પત્ર સર્વેને વંચાવશે. સંપ રાખવાની ૫. ઉ.પ. પૂ. પ્રભુશ્રીજીએ નાસિકથી આવીને કરેલા બેધમાં કેટલી શિખામણ છે તે માનશે તે સુખી થશે અને જ્ઞાનીની આજ્ઞા ઉઠાવનાર કહેવાશે. કુસંપ તે તરફ સાંભળીશ ત્યાં સુધી મંદિર થાય તે પણ મારી તે તરફ આવવા વૃત્તિ થતી નથી. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૪૩
અગાસ, તા. ૩-૧૨-૩૮ તત્ સત્
માગશર સુદ ૧૧, શનિ, ૧૯૯૫ દાહરા – “ઉપકારી સત્યરુષની, આશ્રય-ભક્તિ સાર;
આરાધે આદર કરી, તે પામે ભવપાર.” “દુનિયા મરનેસે ડરે, મેરે મન આનંદ,
કબ મરશું કબ ભેટ, પૂરણે પરમાનંદ તમારા કાર્ડથી સ્વ. ધર્મજિજ્ઞાસુ .....ના અચાનક દેહત્યાગના સમાચાર સાંભળી ખેદ થયે જી. સર્વ મુમુક્ષુવર્ગને પણ નવાઈ અને ખેદ થયેલ છે. તેમના અલ્પ પરિચયવાળા જેને