________________
પગસુધા
૧૪૧
પણ આવવા સંભવ છે”. ઘણું ભેળા છે પણ આવા પ્રસંગે એમ ગણું સંતોષ માને છે કે મારે દીકરે ક્યાં હતે? ભગવાનનું ધન ભગવાને સંભાળી લીધું. મારે ત્યાં અનામત મૂકેલી થાપણ ઉપાડી લીધી. આમ માનીને પણ મન વાળે છે અને ખેદને દૂર કરે છે તે પણ એક અપેક્ષાએ આર્તધ્યાનથી બચે છે. જે સદ્દગુરુનાં વચન સાંભળી કંઈ મુમુક્ષતાને ગુણ ધારણ કરતા હોય તે જીવ સદ્દગુરુનાં વચન ઉપર વિશ્વાસ રાખી યથાર્થ સમજ કરે છે કે જે થાય તે ભલું માનવામાં આવે એમ સદ્ગુરુએ કહ્યું છે તેને મારે વિચાર કરવો. જે પુત્ર કહેવાતે તે આત્મા હતું, તેને તરફ મેહબુદ્ધિ કરી મને તે મદદ કરશે એવી આશા હું ધારતું હતું તે મારી ભૂલ હતી તે ભૂલ મરણ સ્વીકારીને તે બાળકે ગુરુરૂપે મને બતાવી કે કઈ કોઈનું નથી, સર્વ કર્મ આધીન પરવશ છે, મરણ વખતે માતાપિતા કે ભાઈબહેન કોઈ બચાવી શકે તેમ નથી, માત્ર એટલે બોધ અને વૈરાગ્ય જીવમાં પરિણામ પામ્યો હશે તેટલે જ ત્યાં બચાવ થાય તેમ છે. તે કર્મબંધથી મુકાવનાર છે. આવા દુઃખના, શોકના પ્રસંગે પણ બંધ અને વૈરાગ્ય સદ્ગુરુકૃપાએ જેટલે અંતરમાં ઉતાર્યો હશે તે આર્તધ્યાન કરતાં અટકાવશે કે ખાતર પાછળ દિવેલને ખર્ચ કરવા જેવું મરણ પાછળ દુઃખી થવું નકામું છે. નથી ગમતાં તેવા કર્મો નવાં બાંધવાનું કારણ, મહાભયંકર તિર્યંચગતિના બંધનું કારણ આર્તધ્યાન છે. સમજુ છો આવે વખતે ચેતી જઈ સદ્દગુરુનાં વચનોનું અવલંબન અને આશ્વાસન ધી સત્સંગ શોધે છે કે મુમુક્ષુજનેને સહવાસ ઈચ્છે છે, યાત્રા વગેરેને બહાને જે જે વસ્તુઓ જોઈને આર્તધ્યાન થાય તે તે વસ્તુઓ કે તે તે સ્થળેથી દૂર વિચરે છે, કંઈક ચિત્તની સ્થિરતા થયે ઘેર આવે છે પરંતુ મારવાડમાં તે વિલાપ કરવાને છ છ માસ સુધીને રિવાજ છે તેથી તે તે વાત ભુલાઈ જતી હોય તે તાછ કરી આધ્યાન ઊભું કરવાને ઊો રિવાજ છે ત્યાં મુમુક્ષુ જીવે કેવી રીતે આર્તધ્યાનથી બચવું તે બધા મુમુક્ષુજને મળી વિચાર કરશે અને કર્મબંધનાં કારણે ઓછાં થાય તે સન્માર્ગ કેમ વર્તમાન પ્રસંગે આદરે તે યથાશક્તિ વિચાર કરી સર્વને સમ્મત કઈ રસ્તો લેવા ગ્ય લાગે તે લે ઘટે છે. ગમે તે રસ્તે પણ શેક ઘટાડે. જ્યાં નિરૂપાયતા ત્યાં સહનશીલતા એ જ ઉપાય છે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૪૨
અગાસ, તા. ૧૯-૧૧-૩૮ આપને પત્ર ગઈ કાલે આવ્યો. વાંચી સમાચાર જાણ્યા છે”. તે વિષે થોડી વાત લખવા જેવી છે તે ધ્યાનપૂર્વક લક્ષમાં લેવા વિનંતી છે. આપણે બધા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ઉપાસક છીએ. તે આપણું જીવન છે. તે આપણે ઉદ્ધાર કરનાર છે. તેમની ભક્તિ આપણને ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ બતાવી છે. તે વાત હદયમાં કેતરી રાખવા જેવી છે. તે વાત ગમે તે આપણને કહે તે સાંભળવી અને પરમકૃપાળુદેવ પ્રત્યેની શ્રદ્ધા દઢ કરવી. તે વાત નિમિત્તવાસી છે આ કાળમાં ભૂલી જઈ જે વાત કરનાર હોય તેના પ્રત્યે પ્રેમ ઢળી દે છે. તેવી ભૂલ સપુરુષને આશ્રિત ન કરે. પતિવ્રતા સ્ત્રી જેમ દિયેર, જેઠ, પાડોશી