________________
૧૪૦
બેધામૃત તમારા ઘરમાં બાઈને ભારે માંદગી આવી ગઈ, હવે કંઈક આરામ છે એમ આપના પત્રથી જાણ્યું. પરમકૃપાળુદેવનું શરણ અને તેને આશ્રય મરણ વખતે પણ મદદરૂપ છે તે
વ્યાધિ વગેરેના પ્રસંગે પણ તે અત્યંત ઉપકારી જાણું તે પરમ પુરુષે જણાવેલ મંત્ર, ભક્તિના વીસ દોહરા, યમનિયમ, છપદને પત્ર, ક્ષમાપનાને પત્ર અને આત્મસિદ્ધિ મુખપાઠે હોય તે તેમાં વૃત્તિ રાખવાથી ઘણે લાભ થવા સંભવ છે. જ્યારે ખાવું ભાવે નહીં, બોલવું ગમે નહીં, સંસારના ભંગ અપ્રિય લાગે એવા માંદગીના પ્રસંગમાં મેહનું બળ હેતું નથી, તે વખતે પુરુષને બેધ, તેની આજ્ઞાએ જે જે વચનામૃતે મુખપાઠ થયાં હોય તેને વિચાર અને તે પુરુષ જેવો પરમ ઉપકાર કરનાર ત્રણ લેકમાં મને દેખાતું નથી, એ વિશ્વાસ જીવને સમ્યફ વિચારનું કારણે થાય છે. માટે સધર્મનું અવલંબન, સત્પષની વીતરાગ મુદ્રા, તેમને સમાગમ, તેમની ભક્તિ, તેમને ઉપદેશ, તેમની મનવચનકાયાની પ્રત્યેક ચેષ્ટાની
સ્મૃતિ એવા વખતમાં જીવને અનેક કષ્ટો સહન કરવાનું બળ પ્રેરે છે. મને દુઃખ થાય છે કે રહેવાતું નથી, દવા સારી કરો કે મારી સેવા-સંભાળ રખા વગેરે કર્યા કરતાં તે વખતે, મને કઈ ભક્તિનાં પદ સંભળા, ચિત્રપટનાં દર્શન કરાવો, પ્રભુશ્રીજીના સમાગમની યાદ દેવરાવો, તેને કઈ ગુણગ્રામ ગાઓ, તેમણે પરમ નિષ્કારણ કરુણાથી આપેલ મહામંત્ર મને સંભળાવો, તેમના બેધમાંથી કંઈ યાદ રહ્યું હેય, લખાયું હોય, છપાયું હોય તે મને સંભળાવો, દેહભાવ ભુલાઈ સપુરુષની ભક્તિનો રંગ લાગે તેવી કઈ વાત કહે, મરણનાં ભયંકર દુઃખ સહન કરનાર ગજસુકુમાર જેવા મહામુનિની ધીરજ કોઈ કહી બતાવો, દેહ છતાં જેની દશા દેહરહિત હતી તેવા પરમકૃપાળુદેવની વાતે કંઈ સંભળાવો – આવા ભાવ વારંવાર સેવવાથી શુભ લેગ્યા રહે છે અને ધર્મધ્યાન થાય છે, વેદનામાં ચિત્ત જવાથી આકુળવ્યાકુળ ચિત્તને લીધે આર્તધ્યાન થતું હોય તે રોકાઈ ધર્મધ્યાન થવાથી પૂર્વનાં પાપથી થતું દુઃખ છૂટતું જાય છે અને નવાં તેવાં કર્મ બંધાતાં નથી. ટૂંકામાં આત્મા પામેલા પુરુષ જેવો ધીંગ ધણી જેને માથે છે તેણે કંઈ ગભરાવા જેવું નથી. ધીરજ રાખી બાંધેલાં કર્મ વેઠી લેવા, સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે છે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૪૧
અગાસ, સં. ૧૯૯૫ અનુષ્યપ – ખરે! મૃત્યુ પેઠે લાગે, કોઈને નહિ મૂકશે,
માયામાં જે ભમે ભૂલી, આત્મહિત જ ચૂકશે. જન્મ મૃત્યુ જરા દુઃખ દીઠાં સંસારમાં મહા,
કોઈ સંપૂર્ણ સુખી ના, તે શું ત્યાં રાચવું, અહા ! (પ્રજ્ઞાવબોધ – ૫) આપના પત્રથી સ્વ. ભાઈ...ના વિગતવાર સમાચાર જાણ્યા છે. રૂડા જીવો બહુ અલ્પ આયુષ્યવાળા હોય છે એમ સામાન્ય પ્રચલિત લેકવાયકા છે તે તે ભાઈએ ખરી પાડી. વિવેકી મુમુક્ષુનું કર્તવ્ય તે જ્ઞાનીને અભિપ્રાય પ્રમાણે વર્તવાનું છે. હર્ષશેકના પ્રસંગે તે જ્ઞાની આવા પ્રસંગે શું કરે? કેવા ભાવને ધન્યવાદ આપે? તે વિચારતાં જીવને ધીરજ