________________
પત્રસુધા
૧૪૫ વિચારમાં રહે છે અને તે આત્મવિચાર જ તે જીવને સંપૂર્ણ કર્મને ક્ષય -અભાવ કરાવી મોક્ષે પહોંચાડે છે. આ સંબંધી આ લખાણ ઘણું સંક્ષેપમાં કર્યું છે અને તે ક્ષાયિક સમકિતી જીવને જે સાક્ષાત્ શ્રુતકેવળી ભગવાન કે સર્વજ્ઞ ભગવાનના ચરણમૂળમાં થયેલે જે અપૂર્વ બોધ – તે બેધને લઈને જે પિતાનું અનાદિ સનાતન ધર્મમાં રહેલું સહજત્મસ્વરૂપ, શુદ્ધચૈતન્યસ્વરૂપ શુદ્ધ જ્ઞાન-દર્શનની મૂતિ, શુદ્ધ ઉપયાગ કે શુદ્ધ ચેતના જે પિતાનું મૂળ સ્વરૂપ છે તે જ પિતાનું માને છે. એ સિવાયની સર્વ ઉપાધિ કે સર્વે સંજોગોને અનિત્ય, અશરણ અને પિતાના ત્રણે કાળને વિષે નહોતા અને છે પણ નહીં એટલે દેહાદિક સર્વે અન્ય ભાવના સાક્ષીભાવે રહે છે અને શુદ્ધ જ્ઞાનદર્શનની મૂર્તિ, શુદ્ધ ચૈતન્ય કે શુદ્ધ ઉપયોગસ્વરૂપ ધમૂર્તિ એ જ મારું સ્વરૂપ છે અને ત્રણે કાળ હું તે જ સ્વરૂપ છું તથા અનંત દર્શન-જ્ઞાનસ્વરૂપ, અવ્યાબાધ, અમૂર્ત સ્વરૂપ જે છે તે જ હું છું તથા તે જ મારું સ્વરૂપ છે એમ માને છે. શી દશા? એટલે દશા તે તેની પરમ ઉપશમ, ઉપર કહી ગયેલા કક્ષાના અભાવરૂપ સમદશા છે, તેના આત્મામાં ગમે તેવાં સમ, વિષમ નિમિત્ત આવ્યા છતાં હર્ષશેક થતું નથી – અર્થાત્ સમકિતી જીવ હર્ષશેક કરતું નથી, એટલે તેની દશા સમ કહી. એ સમદશા એટલે સાત પ્રકૃતિના અભાવરૂપી જે દશા થઈ તે દશા સમ ગણવી. ચેથા ગુણઠાણાવાળાની દશા પરમ કણસાગર કૃપાનાથે (શ્રીમદ્ રાજચંદ્ર) ગણધર જેવી મોક્ષમાર્ગની પ્રતીતિ હોય એમ કહ્યું છે એટલે દર્શન અપેક્ષાએ ગણધર જેવી દશા હોય. સમકિતીના હૃદયમાં સ્ત્રી, પુત્ર, ધન, ધામાદિ જે પાંચ ઇંદ્રિયેનાં સાધન છે તેને કાળકૂટ ઝેર સમાન માને છે અને નિરંતર તેને વિષે આત્મપરિણતિએ કરીને ત્યાગબુદ્ધિ વર્તે છે. અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી બાહ્ય ત્યાગ ન થઈ શક્યો હોય તે પણ સમ્યક દષ્ટિ જીવ અંતર્યામી છે, સર્વસંગથી રહિત છે, કારણ કે અસંગ એવું આત્મસ્વરૂપ એ જ પિતાનું માન્યું છે એટલે એ સિવાયનું બાકીનું સર્વે એના જ્ઞાનમાં ત્યાગ છે. આ પ્રશ્ન ઘણું કરી પરમધદાતા કૃપાળુદેવે ડુંગરશી શળિયાને પૂછવું છે.”
સદ્દગુરુના બેધને વિચારતાં, સદ્દગુરુએ દેહથી ભિન્ન આત્મસ્વરૂપ કહ્યું છે તે માનતાં અને જ્ઞાનવૈરાગ્યવંત દશા પામતાં ચોથું ગુણસ્થાનક સંભવે છેજ.
આટલાથી સંતોષ માની લેવા જેવું નથી. સાકરને સ્વાદ કે હોય એમ તમને કોઈ પૂછે તે તેનું વર્ણન તમે સાકર ચખાડીને આપણે તેના જેવું કદી અન્ય રીતે શબ્દથી થઈ શકે એમ નથી. માટે સર્વ ભાવ અનુભવગમ્ય છે. શબ્દો માત્ર નિશાનીરૂપ છે. જેમ બીજને ચંદ્ર આકાશમાં ઊગ્યો હોય તે કોઈને આંખની ઝાંખપથી ન દેખાતું હોય તેને આંગળી કરી ચંદ્રની રેખાનું સ્થાન બતાવે તે દિશામાં જ તેની દષ્ટિ જાય અને આંખનું તેજ હોય તે દેખી શકે, તેમ આત્મદશાનાં વર્ણને બધાં દિગ્દર્શનરૂપ છે. પોતાની યેગ્યતા વધે તે દષ્ટિગોચર થવા લાગ્યા છે. દેખાડનારની આંગળીને જોયા કરે તે આકાશમાં ચંદ્ર ન દેખાય; પણ જ્યાં નજર પહોંચાડવી જોઈએ ત્યાં પહોંચાડે, આડુંઅવળું જોવાનું બંધ કરે તે સૂફમદષ્ટિથી બીજને ચંદ્ર જણાય છે તેમ સમ્યક્દષ્ટિ થતાં પહેલાં જીવને ઘણી તૈયારી, યોગ્યતાની જરૂર છે. તે માટે ઉપશમ, વૈરાગ્ય, સત્સંગ, સપુરુષનાં વચનોની પ્રતીતિ અને તેની આજ્ઞા
10.