________________
૧૩૬
બાધામૃત
સ'સાર અસાર છે, અનિત્ય છે, તેને માટે જે જે ઇચ્છીએ છીએ તે ધુમાડામાં બાચકા ભરવા જેવું છે. અસાર અને અનિત્ય પદાર્થમાં હિત શું હાય? છેડાં ખાંડવાના શ્રમ વ્યર્થ છે તેમ સાંસારિક ફળની ઈચ્છા રાખી દાન કર્યાથી આત્માને તે દાન હિત કરતું નથી. આ દેહમાં રહેલા આત્મા અનંતકાળથી ભૂખ્યા ટળવળે છે, તેને શાંતિ-સમાધિના માર્ગ અને તેને પેાતાના હિતનું ભાન થાય તેટલા માટે સત્સંગ, સહ્મેષ, તીયાત્રા વગેરે કબ્ય છેજી. તે આપણાથી અને તેટલું સ્પષ્ટ તેમને સમજાય તેમ કહી બતાવવા વિનંતી છેજી. અત્રે સર્વ ગુરુકૃપાએ કુશળ છેજી, ભક્તિભાવમાં પ્રવર્તે છે. અહીં ન આવી શકાય તેાપણ ભાવના તે જ કન્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૩૭
તત્
સત્
અગાસ, તા. ૨-૯-૩૮ ભાદરવા સુદૂ ૮, શુક્ર, ૧૯૯૪
દાહરા
· જીવ પ્રત્યક્ષ પરાક્ષ સૌ, ખમો મુજ અપરાધ; ત્રિવિધ ખમાવું અલ્પ પણ વૈર ન હેા સિદ્ધ-સાખ. અનિત્ય સંસાર જાણી જે, રહે નિરાંતે ત્યાંય; મળતા ઘરમાં ઊંઘતા સમ નિશ્ચિંત ગણાય. વિ. આપ ભાઈ એ તરફથી ક્ષમાપનાપત્ર આજે મળ્યેા. આવા પના દિવસેામાં જે ધમ ભાવ જાગ્રત રહે છે તે કેમ ટકી રહે તેની વિચારણા મુમુક્ષુ જીવાએ કતવ્ય છેજી. શ્રી આનંદઘનજી મહારાજે તે “પરબડી (પવ–ધમની) છાંયડી જે પડે, પરસમય તેઢુ નિવાસ રે” એમ કહી માત્ર પર્વે દિવસેામાં ધર્મ કરે તેને પરસમય કહ્યો છે, આત્માના ધર્મ કહ્યો નથી. સ્વધર્મ તા સદા સાથે રહે. માટે એ નિમિત્તે આત્મામાં સદાય જાગ્રતિ રહે તેવી વિચારણા, નિ ય કે નિયમ કન્ય છે.
મ'દવાડ આવે ત્યારે જીવ ગભરાઈ જાય છે કે કાણુ જાણે હવે કેટલું જીવવાનું હશે ? વખતે મરણુ આવી પહોંચે તે એકાએક ચાલી નીકળવું પડશે. કઈ ધર્માંસાધન તા મેં કર્યુ· નથી, સીલ આદિની પ્રાપ્તિ થઈ નથી, હવે શી ગતિ થશે ? જો મંદવાડ મટી જાય તે હવે જરૂર કંઈક ધર્મ આરાધન કરી લેવું એવા નિશ્ચય કરી રાખે છે અને પ્રારબ્ધયોગે રાગ મટી જાય, પછી તદ્ન ભૂલી જાય છે. જાણે કદી મંદવાડ આવ્યા જ ન હેાય તેમ માહમાં ને માહમાં પાછું આયુષ્ય વ્યતીત થયા કરે છે. આમ જીવના નિયા અનિયરૂપ હાય છે તેથી કાઈ કામ મક્કમતાથી તે કરી શકતા નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે કે “મુખ્ય અંતરાય હાય તા
જીવના અનિશ્ચય છે.” (૮૨૬). ત્યારે હવે કેમ કરવું? પ્રથમ તે દુર્લભમાં દુલ ભ એવી શ્રદ્ધા, સત્પુરુષના પરમ નિશ્ચય કે મેક્ષે જવું હશે તેા જરૂર આ કાળમાં પરમકૃપાળુ પરમાત્મા શ્રીમદ્ રાજચંદ્રના શરણ સિવાય કઈ ખની શકે તેમ નથી, માટે તે પરમપુરુષનું શરણુ અને આશ્રયરૂપ ભક્તિમાર્ગ મને આ ભવમાં અખડપણે પ્રાપ્ત થાએ એવી ભાવના કર્તવ્ય છે. તે શ્રદ્ધામાં જેટલી દૃઢતા થઈ તેટલી સૌ સાધનામાં દઢતા વધશે; અને મૂળમાં જ જેની શ્રદ્ધા ડગમગ ખની ગઈ તેને પુરુષાર્થ પણ શંકાશીલ અને નજીવા થશે. માટે શ્રદ્ધારૂપ મકાનના પાચે