SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૧૩૫ ૧૩૫ અગાસ, તા. ૪-૮-૩૮ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની ભક્તિ ૫. ઉ. પ્રભુશ્રીજીએ આપણને બતાવી આપણું ઉપર અપાર ઉપકાર કર્યો છે. તે પરમપુરુષ ભક્તિ કરવા યોગ્ય, સ્તવવા ગ્ય, ઉપાસવા ચ, ગુણગ્રામ કરી પવિત્ર થવા યોગ્ય છે. તેમ જ તેઓશ્રીનાં વચનામૃત (શ્રીમદ્ રાજચંદ્ર) સશાસ્ત્ર દ્વારા વાંચી કે શ્રવણ કરી, મનન કરી, વારંવાર ભાવના કરી શ્રદ્ધા દઢ કરવા યોગ્ય છે. તે આ મનુષ્યભવમાં બની શકે તેવું છે. શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ, તેમનાં વચનામૃત, તેમની ભક્તિ અને તેમના અપૂર્વ ઉપકારે પ્રત્યે આપણા ભાવ વળશે, હૃદયમાં દઢ થશે અને તેનું શરણ ગ્રહણ થશે તે તે આપણું આત્માની સંપત્તિ પામવાનું અપૂર્વ કારણ થશે. છેવટ સુધી ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ એક એ જ પરમ પુરુષની ભક્તિમાં કાળ ગાળવાનું, સત્સંગ કરવાનું અને સંપ રાખવાનું આપણને જણાવ્યા કર્યું છે તે લક્ષમાં લેવા સર્વ મુમુક્ષુવર્ગને વિનંતી કરું છું. બીજું, પૂ...પાસે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીના ચિત્રપટ છે, તેમાંથી જે કોઈ ભાઈને તે મહાપુરુષની સ્મૃતિ, ઉપકાર અને બહુમાન પણ અર્થે જડાવીને રાખવા વિચાર હોય તે પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ તે ચિત્રપટ મૂકી તે પરમકૃપાળુદેવની આજ્ઞા લઈ ત્રણ વાર વંદન કરી લેશે. તેમાં આજ્ઞાને અતિક્રમ નથી. તે જતનથી રાખશે. મફત મળે છે માટે લાવો બેચાર રાખી મૂકીએ એ ભાવ કર્તવ્ય નથી. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૩૬ અગાસ, તા. ૨૭–૮–૩૮ તત્ સત્ ભાદરવા સુદ ૨, શુક્ર, ૧૯૯૪ પૂ...ભાઈ રૂ. ૨૫-૪-૦ મૂકી ગયેલા તે સાધકસમાધિ ભંડારમાં નાખ્યા છે તેની પહોંચ આ પત્રથી સ્વીકારવા તે ભાઈને જણાવશે તથા તેમને બોલાવી વાત કરશે કે આ મનુષ્યભવ ધન કમાવા કે સંસાર ચલાવવા માટે મળ્યું નથી. દેવે પણ ઈચ્છે છે કે અમને મનુષ્યભવ મળે તે ધર્મનું આરાધન કરી મિક્ષ મેળવી લઈએ; તેમને તે તે ભવ મળવાની વાર છે, પણ આપણને તે હાથમાં તે લાગ આવ્યો છે. “નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” માટે ધન, પુત્ર કે વિદ્ગો દૂર કરવાની માન્યતા માટે તેવા પૈસા મૂકતા હોય તે તેમને સમજાવશે કે મનુષ્યભવનું સાર્થક કરી લેવા જેવો જોગ છે તે ભૂલશો નહીં. કોઈ સપુરુષના અચિંત્ય માહાસ્યમાં વિશ્વાસ રાખી તેના આધારે આ ભવસમુદ્ર ઓળંગી મે જવું છે, તે સિવાય બીજી સંસાર વધારવાની અભિલાષા સેવવા યંગ્ય નથી અને બને તે અત્રે આવી જાય તે તેને બે અક્ષર તેના એગ્ય કહેવા ઘટે તે કહેવાય અને ભાવના જાગે તે સતપુરુષના માર્ગનું સાધન તેને મળે, તે મહા ભયંકર સંસારના દુઃખમાંથી બચવાને વેગ સાંપડે. બીજા દેવદેવીની માન્યતામાં તે પ્રવર્યા હોત તે ખારી જમીનમાં બીજ વાવવા જેવું નિષ્ફળ થાત, પણ સાંસારિક કામનાથી પણ સપુરુષ પ્રત્યે, તેના સત્સંગીઓ પ્રત્યે તેને સદ્ભાવ થયો છે તે તેનું ફળ બીજું આવવા સંભવ છે. દેવ પ્રસન્ન થાય તે પણ શું માગવું તેનું જીવને ભાન નથી, તેથી સત્સંગ કરવા તેને બે શબ્દ કહેશે અને “મોક્ષમાળા'માંથી શિક્ષાપાઠ ૬૧થી તેની ધીરજ પ્રમાણે તે બ્રાહ્મણની કથા (સુખ વિષે વિચાર) વાંચી સંભળાવશે કે મઢે કહેશોજી.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy