________________
૧૩૪
બેધામૃત કરતાં સમજાય તેમ છે. જેમ રાત્રિભેજનના ત્યાગવાળાને છ મહિનાના ઉપવાસનું ફળ છેતેમ દિવસે મૈથુન તજનારને પણ છ માસનું બ્રહ્મચર્ય વર્ષમાં પળે છે આટલું વિચારશે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૩૪
અગાસ, તા. ૧૨-૭-૩૮ તત છે સત્
ગુરુપૂર્ણિમા, મંગળ, ૧૯૯૪ ગીતિ – આર્ય મુનિવર, આર્યા, શ્રાવક શ્રાવિકા ચાર તો સંઘ,
હોય વિરાળે જે મેં, તે દુષ્કૃતને તુર્ત ટળે બંધ. આપને પત્ર પ્રાપ્ત થયું છે. નિમિત્તને આધીન આપણા ભાવ પલટાઈ જાય એ હાલની અવસ્થામાં સ્વાભાવિક છે. તેથી જ જ્ઞાની પુરુષોએ આપણા જેવા માટે સત્સંગ કરતા રહેવા ભલામણ કરી છે. તે જોગ ન હોય ત્યારે તેની ભાવના રાખી, બીજી બાબતમાં જીવન વ્યતીત થઈ જાય છે તેને ખેદ કરતા રહેવા યોગ્ય છે કારણ કે આયુષ્ય અલ્પ અને અનિશ્ચિત અને ઘણે પુરુષાર્થ હજી આપણે કરવો ઘટે તેવાં કર્મ બળવાન છે, ત્યાં પ્રમાદ થાય તે આપણી અણસમજ છે. તે વાત ભુલાય નહીં તે અર્થે સ્મરણનું સાધન છે. મૂળ આપણું સ્વરૂપ તે સહજ શુદ્ધ છે તેનું રટણ જે મુખ દ્વારા કે મનમાં થતું રહેતું હોય તે બીજેથી વૃત્તિ પાછી વાળવાનું એ બળવાન સર્વોત્તમ સાધન છે, પણ તેમાં પણ મંદતા કે બેદરકારી જેવું થઈ જાય તે પછી શો ઉપાય? મુક્ત થવાની ભાવના, કાળજી જોઈએ. પરમપુરુષ અને પરમાર્થમાર્ગ પ્રત્યે હજી ઘણે પ્રેમ વધારવાની જરૂર છે, તે પછી છે તે પણ ટકી ન શકે તેવા સંજોગોમાં રહેવાનું પ્રારબ્ધ હોય તે શું કરવું? એ વિકટ પ્રશ્ન છે. જેવા ભાવ તેવા પ્રકારના શુભ-અશુભ કર્મોને પ્રવાહ તે જીવને આવરણ નિરંતર કરી રહ્યો છે, તેમાંથી મુક્ત થવાને માર્ગ પરમકૃપાળુ દેવની કૃપાથી ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીના મુખેથી આપણે સાંભળ્યો છે કે પુરુષ કે સપુરુષે આપેલા સાધનની સ્મૃતિ થતાં જીવનાં પરિણામ સંસાર ભજવાનાં મંદ થાય અને મહાપુરુષના માર્ગની ભાવના જાગ્રત થાય, તે ત્યાં મંદ બંધ થાય અને જીવ બળવાન થાય તે કર્મોની નિર્જરા પણ ઘણી કરે. એમ કરતાં કરતાં નિમિત્તો પણ સારાં મળે અને સન્માર્ગમાં સ્થિતિ થાય. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં કહ્યું છેઃ
જ્યાં જ્યાં જે જે ગ્ય છે, તહાં સમજવું તે;
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.” આમ વિચારી જે વખતે જેટલું આત્મવીર્ય ફેરવાય તેટલું ભાવનાથી પણ કરી લેવા ચૂકવું નહીં. આપણાથી ન બનતું હોય તે પણ જે કઈ ધર્મમાં પ્રવર્તતા સત્પરુષને વેગ થયે છે તેની સ્મૃતિ, તે ભાવ પ્રત્યે પ્રેમ, તેની અનુમોદના, તેવી દશા પ્રાપ્ત કરવાની ભાવના, અભિલાષા રાખ્યા કરવાથી પણ જે કરવા યોગ્ય છે તે થતું જાય છે. “એકલે ખેદ કરીને અટકી રહેતા નથી” (૮૧૯) એવું પરમકૃપાળુદેવે કહ્યું છે, તે બહુ વિચારવા લાગ્યા છે. તે પત્રમાં કહેલ પુરુષાર્થ વિષય-કષાયને હઠાવવાને અવશ્ય કર્તવ્ય છે”. તરણ જેવા એ આખા ડુંગર જેવા આત્માને ઘેરી રહ્યા છે. “તરણા ઓથે ડુંગર રે, ડુંગર કઈ દેખે નહીં.” શાંતિઃ શાંતિઃ શાંતિઃ