SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ બધામૃત ૧૨૪ ' ૧૨૩ અગાસ, તા. ૧૯-૩-૩૮ . સંસારમાં જેની સાથે જીવને પ્રતિબંધ પૂર્વને હોય છે તેની સાથે સંબંધ થાય છે અને જે સંગમાં આપણે મુકાયા હોઈએ તે અંગેનું વિચારીને કષાય કર્યા વિના વતીએ તે તે સંબંધ ભગવાઈ રહે છૂટ થઈ જવાને છે. પરંતુ જે રાગ કે દ્વેષમાં તણાઈ જઈ કંટાળી જઈ તે તેડી નાખવા જતાં વેર બંધાઈ જાય કે ગાઢ પ્રતિબંધ થઈ જાય તે ફરી તેવા છે સાથે ભવ કરવું પડે. એ બહુ વિચારવા જેવું છે. જગતમાં સર્વને વિનય કરી છૂટવું તેમાં આપણને નુકસાન નથી. અંતરંગ ભાવ એ રાખો કે, હે ભગવાન! કંઈ કાળે ફરી આવા પ્રસંગે પ્રાપ્ત ન થાઓ, આ દેવું વહેલું પતી જાઓ, મારે કઈ પ્રત્યે ઠેષ કર નથી, થયો હોય તે છૂટી જાઓ, સર્વ જી મારા મિત્ર છે; અત્યારે મારા પાપના ઉદયથી મને તે અનુકૂળ જણાતા નથી તે પણ તે સર્વે જીવનું કલ્યાણ થાઓ, તે પુરુષના માર્ગને પામે અને મારા પહેલાં ભલે મોક્ષે જાય, મને વિઘકર્તા કેઈ નથી, મારા ભાવ બગડે તે મને નુકસાન છે, ગમે તેવા કઠણ પ્રસંગેમાં હે ભગવાન! મારા ભાવ તમારા પ્રત્યેથી ખસીને બીજા અને શત્રમિત્ર માનવામાં ન વળી એવી ભાવના રોજ ભાવવા ગ્ય છે. આપણને સારું લાગતું હોય તે પણ પૂર્વના આપણું પુણ્યને ઉદય છે અને આપણને અણગમે થાય તેવું કેઈનું વર્તન હોય તે તે આપણું પાપને ઉદય છે, પણ કોઈ જીવને વાંક નથી. આટલે લક્ષ દઢ રાખી જેના જેના ઉપકાર નીચે આ ભવમાં આવ્યા હોઈએ તેમની સેવા, ભક્તિ થાય તેવી કરવી. ખાસ કરીને માબાપ પ્રત્યે તે કદી ક્રૂરદષ્ટિ ન રાખવી. વિનયથી તેમને રાજી રાખવાં, અને આપણા સંબંધી તેમને હલકે અભિપ્રાય હાય, ગાંડિયે ગણતા હોય તે પણ તેમનું હિત આપણે ન ચૂકવું. લૌકિક બાબતમાં તેમને નમ્યું આપવું, તેમને અભિપ્રાય આપણને દુઃખદ લાગતું હોય તે પણ સહન કરી લેવું પણું ભક્તિભાવ ન છેડો. ઉછાંછળાં ન બની જવું એ જ ભલામણ છેo. “જ્ઞાન ગરીબી ગુરુ વચન, નરમ વચન નિર્દોષ, ઈનકું કભી ન છાંડિયે, શ્રદ્ધા શલ સંતેષ.” તા. ક. – ધામણના મંદિર માટે રૂ. ૫૦૦૦/- આશરે ભરાયા છે. ભક્તિભાવ કરવા માટે, કષાયને નાશ કરવા માટે એ પ્રયત્ન છે. તે નિમિત્તે કષાયની વૃદ્ધિ ન થાય તેટલું દરેકે સાચવવું ઘટે છે. ધર્મભાવના વધે તે સારું, પણ ઝેર વધવાં ન જોઈએ, aઝ શાંતિઃ | ૧૨૪ અમદાવાદ, તા ૨૯-૩-૩૮ તત ૩% સત ફાગણ વદ ૧૩, મંગળ, ૧૯૯૪ સ્વખરૂપ સંસારમાં, રચી પચી મન મુંઝાય; જાગ્રત કરી નિર્મળ કરે, દષ્ટિ મુજ ગુરુરાય. (વૃદોષદર્શન) આ કાળમાં ભક્તિ, સત્સંગ આદિ આત્મહિતના પ્રસંગો મળવા દુર્લભ છે. શારીરિક અનુકૂળતાએ અને મેહનાં કારણે મળવા મુશ્કેલ નથી. પણ વૈરાગ્યના કામમાં વિન્ન ઘણું એમ કહેવત કહેવાય છે તે આ કાળમાં તે પ્રત્યક્ષ જણાય છે. તેમ છતાં તેને માટે જેને
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy