SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૧૨૫ રુચિ જાગી છે તેને વહેલે મોડે તે પ્રાપ્ત થઈ શકે છે. માટે તેવા યુગની ભાવના વર્ધમાન કરતા રહેવા વિનંતી છે. સંસારના પ્રસંગને ઘેરે પૂર્વ કર્મને લઈને વગર ઈચ્છાએ આવી પડે તે પણ સદ્ગુરુને સમાગમ આ ભવમાં પૂર્વપુણ્યના બળે થઈ ગયું છે, તેની સ્મૃતિ તાજી રાખી, તેમણે આપેલા અમૂલ્ય સ્મરણની સહાયતાથી વૈરાગ્ય સહિત તેવા પ્રસંગમાં વર્તવાને પુરુષાર્થ કર્તવ્ય છે. પાણીમાં તરનારને મગરનો ભય રહે છે, વનમાં વિચરનારને વરુ, વાઘ, સિંહને ભય રહે છે, આકાશમાં વિમાન દ્વારા ઊડનારને અકસ્માતને ભય રહે છે તેમ સંસારના પ્રસંગમાં પ્રવર્તતાં મોહ, માન, અહંભાવ, મમત્વભાવ આદિ અનાદિ શત્રુઓને ભય સદા રહે છે. છતાં સદ્ગુરુનું શરણ અને ભવને ત્રાસ તથા અનંત કાળનાં કર્મ કાપવાની સાચી જિજ્ઞાસા જેટલે અંશે જાગી હશે તેટલે અંશે તેને કર્મબંધનાં કારણે ભય અને સદ્દગુરુની સ્મૃતિ, શરણ ભાવ વડે બચવાની આશા રહ્યા કરશે. પરિષહ ઉપસર્ગોની વૃષ્ટિ જેમ ભગવાનને રાતદિવસ ભજતા મુનિઓ ઉપર આવેલી શાસ્ત્રમાં સાંભળી છે, તેમ જ સુશ્રાવકેની કેસેટી પણ થઈ છે, તે આ કાળમાં તે વિકટ પંથે વિચરનાર આપણા જેવા હીનપુણ્યવાળાં પ્રાણીઓ ઉપર કઠણાઈ ન આવે તે કેમ બને? પરમકૃપાળુદેવે પૂ. સેભાગભાઈને એક પત્રમાં જણાવ્યું છે કે તમને કુટુંબ પ્રત્યે નેહ વર્તે છે તે દૂર કરાવવા આવી કઠણાઈ અમે ચાહીને મોકલી છે. તેમ જેની સાચી ભક્તિ હશે તેની પરીક્ષા અર્થે સંકટેરૂપી કસોટી ભગવાન ખડી કરે છે. પ્રતિકૂળ પ્રસંગે તે ઘણું સહન કરે છે, ભગવાનના ઉપકારનું સ્મરણ તે પ્રસંગે રહેવાથી ઉદ્વેગ થતો નથી, આંખો મીંચી આવેલું દુઃખ સહન કરાય છે; પણ અનુકૂળ ઉપસર્ગોમાં ભગવાન ન ભુલાય તે ભક્તિ સાચી બળવાળી ગણાય. પૈસા વેપારમાં વધતા જતા હોય, કુટુંબમાં સર્વ સુખી હોય, આજ્ઞાકારી હોય, લેકેમાં કીર્તિ વધતી જતી હોય, કામધંધે કરી શકે તેવું શરીર મજબૂત રહેતું હોય તેવે પ્રસંગે – વિવાહ આદિના પ્રસંગમાં પણ સદ્ગુરુના ઉપદેશનો રણકાર કાનમાં રહ્યા કરે, બધું નાશવંત જણાય, માથે મરણ છે તેને ડર ન ભુલાય અને ભક્તિભાવના વર્ધમાન રહ્યા કરે એવા કેઈક વિરલા હોય છે. આપણે માથે બન્ને પ્રકારના પ્રસંગે આવી ગયા હશે અથવા આવવા સંભવ છે, પણ તે વખતે ધર્મભાવનામાં હાનિ ન આવે તે કાળજી કોને કેટલી રહે છે તે દરેકે જોવાનું છે. છૂટવાની ખરી જિજ્ઞાસા કે મુમુક્ષુતા જેટલી પ્રગટી હશે તેટલે પુરુષાર્થ ધર્મ અર્થે ત્યાં થતું રહેશે. સમાધિમરણની સર્વને ઈચ્છા છે પણ તેને અર્થે પુરુષાર્થ કરતા રહીએ અને જે જે અનુકૂળ-પ્રતિકૂળ વિઘો વેઠવાનાં આવે છે તે પ્રસંગે મેહમાં ન તણુઈ જઈએ તેટલી સમાધિમરણની જ તૈયારી થાય છે. આપ તે બધા સમજુ છે. સદ્દગુરુને સમાગમ, સદુધ અને તેમની સેવાનો લાભ પણ પામ્યા છે, પણ એક અપ્રસિદ્ધ પરમકૃપાળુદેવને લેખ અત્રે પૂ. શેઠજી દ્વારા વાંચવા મળે તેમાં પરમકૃપાળુદેવે અનુકૂળ-પ્રતિકૂળ પરિષહોનું સુંદર વર્ણન કર્યું છે, તે ઉપરથી યત્કિંચિત્ વિચારમાં આવ્યાથી આપને લખી જણાવવાની વાચાળતા કરી છે. ઠીક લાગે તે ગ્રહણ કરી તેવા પ્રસંગે માં ધીરજ રાખવા ભલામણ છે.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy