________________
પત્રસુધા
૧૨૩ ૧૨૧
અગોસ, તા. ૮-૩-૩૮ “સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત્ર રહે તદ્દધ્યાન મહીં,
પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે.” (લ્પ) આપને પત્ર તથા સુધર્મધ્યાનપ્રદીપ પુસ્તક મળેલ છે. પુસ્તક વાંચવું મેં શરૂ કર્યું છે. જરૂર હશે તે અહીં સંસ્કૃતનો અભ્યાસ કરનારા માટે ૪-૫ નકલે મંગાવી લૂઈશું. સાપુરુષની પિછાન, પ્રતીતિ અને તેના પ્રત્યે જેને પ્રેમભાવ પ્રગટ્યો છે તેને પ્રાયે સર્વે પુસ્તકો સવળાં થઈ પડે છે. તે પુરુષે કહેલાં વચને દઢ થવાનું તે નિમિત્ત બને છે. સર્વ શાસ્ત્ર સપુરુષના વચનની સાક્ષી પૂરે છે. પરમકૃપાળુદેવે લખ્યું છે કે “સપુરુષના એક એક વાકયમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે એ વાત કેમ હશે? નીચેનાં વાકયો પ્રત્યેક મુમુક્ષુએને મેં અસંખ્ય પુરુષની સમ્મતિથી મંગળરૂપ માન્યાં છે, મોક્ષનાં સર્વોત્તમ કારણરૂપ માન્યાં છે.” (૧૬૬) એ પુરુષને પરમ ઉપકાર સર્વોપરી રાખી તેનાં વચને વિશેષ સમજવા અમે કંઈ વાંચીએ, વિચારીએ તે આત્માર્થે જ છે. આ આપના પત્રના ઉત્તર રૂપે ટૂંકામાં લખ્યું છે તે સર્વ મુમુક્ષુજને વિચારશોજી.
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૨૨
અગાસ, તા. ૧૫-૩-૩૮ તત ૩% સત
ફાગણ સુદ ૧૪, ૧૯૯૪ આપને પત્ર મળે. ધામણ જવાનું બન્યું નથી એટલે આઠ-દસ દિવસ આહાર તરફ હવાફેર કરવા વિચાર થાય છે. પણ નીચેની બાબત તરફ આ૫નું લક્ષ ખેંચવાની જરૂર છે. જે તે પ્રમાણે વર્તાય તે મને અને આપ સર્વેને ચિત્ત પ્રસન્નતાનું કારણ છે; હિતનું કારણ છે. એક તે સામૈયું કે કશી ધમાલ ન કરતાં મુમુક્ષુ મુમુક્ષુને ઘેર જાય તે પ્રકારનું વર્તન મને પસંદ છે અને એ જ યોગ્ય છે. પ્રતિષ્ઠા કે પ્રભાવનાને પ્રસંગ હોવાથી પહેલાં કશું તમને કહેલું નહીં. પણ હવે તે જેમ તમે અહીં આવો છે તેમ જ હું ત્યાં આવું છું, એ લક્ષ રાખી, હું તમને પ્રણામ ઊભો ઊભો કરું છું, સર્વ પરસ્પર મુમુક્ષુઓ અહીં વર્તીએ છીએ તેમ હાથ જોડી સામસામી વિનયની પદ્ધતિ રહે તે એ પ્રણાલિકા ઉચિત અને હિતકર ગણાય. એટલે અહીં આશ્રમમાં જેમ ચાલે છે તેમ ત્યાં વિનયવ્યવહાર રાખવા વિનંતી છે. તે સર્વ ભાઈઓને તેમ જ ખાસ કરીને મુમુક્ષુ બહેનેને પણ સમજાવી જણાવવા વિનંતી છે.જી. બીજું કંઈ પણ આશ્રમ ખાતે કે સમાધિ ખાતે કેઈને આપવા ઈચ્છા હોય તે પૂ. . . ને આપે, તે તે અહીં મોકલાવી દેશે, પણ મારા આગળ કઈ ન મૂકે એ સૂચના બધાને જણાવશે. તમે ઘણાખરા તે તે જાણે છે અને પ. પૂ. પ્રભુશ્રીજીએ તેમના આગળ જેમ પૈસા મુકાતા તેમ કઈ મુનિ વગેરે આગળ નહીં મૂકવા સૂચના કરેલ છે. આટલી વાત લક્ષમાં રહેશે તે ફરી કદી એ બાજુ આવવા વિચાર થાય તે સંકેચ મનમાં ન રહે, તે માટે લખી જણાવ્યું છે). એક પરમકૃપાળુ દેવ પ્રત્યે જેટલી ભક્તિ થશે તેટલી આત્મહિતકારી છે અને તે જ કરવા પ. પૂ. પ્રભુશ્રીજીએ આપણને અનેક વાર પૂનાથી શરૂ કરીને કહેલ છે, તે લક્ષ રાખી એકને ભજ્યાથી સર્વ સિદ્ધ અને વર્તમાન અરિહંત આદિની પણ ભક્તિ થાય છે એમ આપણે સાંભળ્યું છે, તે વાત સર્વને સમજાવવા વિનંતી છે જી. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ