________________
૧૨૦
મેધામૃત
તા અનંત કાળ ગયા પણ કાંઈ વળ્યું નહીં એમ ગણી ભાવ વધતા રાખવા ભલામણ છેજી. ભક્તિમાં ભાવ રહે તેમ પ્રવર્તેવા યાગ્ય છેજી. ઇંદ્રિય જીતવા સ્વાદના ત્યાગ તરફ્ વૃત્તિ રાખવી. બહુ ભાવતું હાય તે અણુભાવતું કરી લેવું. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
૧૧૬ તત્ સત્
દાહા – ક્ષયપશ્ચમ સત્પુરુષને, શરણે હૈ। સુખરૂપ; સંતચરણુ ચુકાય ત્યાં, સુખાભાસ દુઃખ-કૂપ. મારગર્દેશક મેાક્ષને રે, કેવળ જ્ઞાન નિધાન; ભાવદયા સાગર પ્રભુ રે, પર ઉપકારી પ્રધાન રે; વીર પ્રભુ સિદ્ધ થયા, સંઘ સકળ આધાર રે,
અગાસ, તા. ૨–૧૧–૩૦ દીપોત્સવી પર્વ, મંગળ, ૧૯૯૩
હવે ઋણુ ભરતમાં, કાણુ કરશે ઉપગારા રે? વીર પ્રભુ॰”
વિ. આપના પત્રો તથા બીજા પત્રાનાં એ મંડલ, સમાધિશતક’શ્રી યશેાવિજયજીનું પ્રાપ્ત થયેલ છે. શાસ્ત્ર ઉત્તમ છે. ઉત્તમ મુમુક્ષુને યાગ્ય તેમાં ઉત્તમ ગહન વાતા છે.
આખું જગત પરકથા અને પરવૃત્તિમાં વહ્યું જાય છે એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે તે વિચારી આપણે મુમુક્ષુતા વર્ધમાન કરી આપણું કલ્યાણુ તે પરમપુરુષની ભક્તિથી કરી લેવું ઘટે છે. ખાઘષ્ટિ સમાન કેાઈ શત્રુ નથી. તે પલટાય નહીં ત્યાં સુધી જંપીને બેસવા જેવું પણ નથી.
પર્યાયષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે; દર્શન જ્ઞાન ચરણ થકી, અલખ સ્વરૂપ અનેક રે, નિર્વિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એક રે. ધર્મ પરમ અરનાથના, કેમ જાણું ભગવંત ૨?”
—શ્રી આનંદધનજી
એક ઉપર આવેા, એક ઉપર આવે” એમ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રી વારંવાર ઉપદેશ દેતા. ત્યાં વાદવિવાક સર્વે છૂટી જાય ને શાંતિ અનુભવાય. તે દષ્ટિ છૂટી જાય ત્યાં ફ્લેશ, કુસંપ, મારું, તારું આખું જગત ઊભું થાય. માટે મુમુક્ષુએ તા હાથી પાછળ કૂતરાં ભસે ને હાથી તે તરફ જુએ પણુ નહીં તેવી ગંભીરતા રાખી દીઠે રસ્તે દોડ્યા જવા જેવું છે. આડુંઅવળું જોવામાં માલ નથી એમ સમજાય છે, તે નાના બાળકની પેઠે આપ જેવા વડીલની આગળ સરળતાથી જણાવું છું. “કાંઈ નથી, રાખનાં પડીકાં ફેંકી દેવા જેવાં હાય તેમાં શું ચિત્ત દેવું?” એમ પ. પૂ. પ્રભુશ્રીજી જણાવતા હતા. તે હૃદયમાં રાખી જો શાંતિપદની ઈચ્છાથી જે જે સાધના હિતકારી લાગે તે ગ્રહતા જઈશું, તે તેનું બિરુદ તરણતારણુનું છે તે આપણને તાર્યાં વિના નહીં રહે એટલી શ્રદ્ધા જ કર્તવ્ય છે. કયાંય ફાંફાં મારવા હવે જવા જેવું નથી.
શ્રી શીતળજિન ભેટીએ, કરી ભક્તે ચાખ્યું ચિત્ત હા; તેહથી કહા છાનું કમ્યું? જેહને સોંપ્યાં તન મન વિત્ત હા.