________________
પત્રસુધા
૧૧૯ રેજ બોલી જઈએ છીએ પણ તે ભૂલ સમજ્યા વગર ભૂલ કર્યા જ જઈએ છીએ અને ભરતજી ભૂલ પકડી ફરી કઈ કાળે ભૂલ ન થાય તેવી દશા પ્રગટ કરી દેશે ચાલ્યા ગયા. માટે સાચા થવાની જરૂર છે. મોક્ષને માર્ગ ખુલે છે તેમ જ સંસારમાર્ગ તે પરિચિત જ છે. જે માર્ગે જઈશું તે તેનું ફળ આપશે જ.
પરમકૃપાળુદેવે લખ્યું છે જે થાય તે ભલું માનવામાં આવે.” આ વાકયની શ્રદ્ધા રાખી, તે જે અવસ્થામાં રાખે તેમાં પ્રસન્નતાથી રહેવામાં તે પુરુષની ભક્તિ સમાય છે. માટે મૂંઝાવું નહીં. સ્મરણભક્તિમાં રહી બને તે છોકરાં વગેરેને પણ પરમકૃપાળુદેવ પર ભક્તિભાવ વધે તેમ વાર્તા આદિ દ્વારા જણાવશે. તે ભક્તિમાં જે જોડાશે તે સર્વનું કલ્યાણ થશે તેમ જણાવશે.
૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૧૫
અગાસ, તા. ૨૦–૧૦–૩૭ તત ૐ
આસો વદ ૧, બુધ, ૧૯૯૩ આપને વિશેષ અશાતાને ઉદય વર્તે છે તે સમાચાર જાણ્યા. તે હવે ચેતી લેવા ભલામણ છે. પુરુષ સમાન કેઈ આપણા ઉપર પરમ ઉપકાર કરનાર નથી. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુએ “નરોડા પધારી તે તીર્થક્ષેત્ર બનાવ્યું છે. તેના ઉપકારનો કઈ રીતે બદલે વળે તેમ નથી. તેથી માત્ર મન, વચન, કાયાની એકાગ્રતાથી તેને ચરણનું શરણ ગ્રહી તેમની અલૌકિક આત્મદશા, વીતરાગદશાનું વારંવાર સ્મરણ કરી તેમના ઉત્તમ ગુણે આપણને સાંભળવાના મળ્યા, તે પણ આપણું મહાભાગ્ય ગણવા યોગ્ય છે. જેમણે આત્મા પ્રગટ કરી નિરંતર આત્મામાં રહી કર્મને ઘણું કાઢી નાખે તે મહાપુરુષનું અવલંબન, તેને આશ્રય મરણની છેલ્લી પળ પર્યત ટકાવી રાખવા ગ્ય છે. પત્રાંક ૬૨ અને ૮૪૩ કઈ પાસે વંચાવી સાંભળ્યા કરશોજી. દેહની ચિંતા રાખવા યોગ્ય નથી. દેહને તે પરમકૃપાળુદેવે વેદનાની મૂર્તિ કહી છે તે સત્ય છે. શાતા કે અશાતા બને વેદના છે. તે સિવાય ત્રીજી વસ્તુ દેહ આપી શકે તેમ નથી. માટે દેહની દરકાર રાખીએ છીએ તેના કરતાં દેહમાં રહેનાર જે ચેતન જાણનાર તત્વ છે તેની સંભાળ લેવી ઘટે છે. ઘર બહુ બળી જવા આવ્યું હોય ત્યારે જેમ ઘરમાંથી રન, જણસે કે ચેપડા કાઢી લઈ પછી ઓલાય તેમ ન હોય ને બળવાનું હોય તે બળી જવા દે છે, તેમ સમ્યક દર્શન એટલે જ્ઞાનીએ જે છે તેવા શુદ્ધ આત્માની શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેમાં રમણતારૂપ ચારિત્રની ભાવના રાખી બીજી બધી ચિંતાઓ તજી દેવાયેગ્ય છે. થડા દિવસ પછી બળવાનું છે તેને બદલે જાણે અત્યારથી મરી ગયા છીએ એમ માની હવે જેટલી ક્ષણ મળી છે તે મફતિયા છે, માત્ર પુરુષે આપેલા મંત્રમાં ચિત્ત રાખવા માટે છે, એમ ગણી મંત્રમાં બહુ ભાવ રાખશે. “ધિંગ ધણી માથે કિયા રે, કુણું ગંજે નર બેટ, વિમલજન દીઠાં લેણુ આજ.” પરમકૃપાળુદેવ જેવા ધણી જેને માથે છે, તેને કશે ભય નથી. ગભરાવું નહીં, આત્મા મરવાને નથી.
તા. ક. : વૃદ્ધ, માંદા વગેરેની સેવાથી વૈરાગ્ય અને બ્રહ્મચર્યની વૃદ્ધિ થાય છે. આપણે પણ ચેતી લેવા જેવું છે. લીધે કે લેશે એમ થઈ રહ્યું છે તે પ્રમાદ કર્તવ્ય નથી. પ્રમાદમાં