SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ બેધામૃત જણાવેલી સૂચનાઓ જે જીવનમાં ઉતારે તે ઘણે લાભ થાય તેવું રસિક પુસ્તક છે. ઉતાવળથી, મોટું પુસ્તક છે માટે વાંચી નાખવું છે એમ મનમાં ન આણતા, બે ચાર જણ હાજર હોય તે પરસ્પર જેટલું સમજાય તેટલું કહી બતાવે કે બને તેટલી ચર્ચા કરતા રહે તે ઘણું વિચારવાનું તેમાંથી મળશે. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૧૪ અગાસ, તા ૨–૧૦–૭૭ તત ૪ સત ભાદરવા વદ ૧૩, ૧૯૯૩ હું પામર શું કરી શકું, એ નથી વિવેક ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે.” – શ્રીમદ્ રાજચંદ્ર વિ. આપને પત્ર ગઈ કાલે આવ્ય, વાંચી-વિચારી આપની માગણી તે પદ વાંચવાવિચારવાની છે એમ જાણ તે વાંચવાનું વિચારવા અને ભાવના કરવા ભલામણ છેછે. જોકે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર સર્વ શાસ્ત્રના સારરૂપ છે, તેમાં છ પદને બહુ વિસ્તાર છે પણ તે સિદ્ધાંતબંધ સમજવા સદ્ગુરુના ઉપદેશની, સદ્ગુરુ પ્રત્યેની પ્રેમભક્તિ જોઈએ એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. તેમ જ સર્વ પ્રકારના સિદ્ધાંતબોધ સમજાવામાં બે પ્રકારની જોગવાઈ જોઈએ છીએ – (૧) જીવની ગ્યતા એટલે વિષયકષાયને ઘટાડવાને અભ્યાસ અને તેમાં અરુચિ– અનાસક્ત ભાવ. (૨) સન્દુરુષને યેગ. આ બે-“જીવન અધિકારીપણાને લીધે તથા પુરુષના ગ વિના સમજાતું નથી.” (૫૦૫) એમ પરમકૃપાળુદેવનું વચન છે. તે બન્ને કારણે ટાળવાની કાળજી, ભાવના રાખી પુરુષાર્થ કરતો રહે તેને સિદ્ધાંત – ભેદજ્ઞાન થવા ગ્ય છે, એમ મહાપુરુષોએ જણાવ્યું છે. હું તે તે સત્પરુષોને અધમાધમ દાસ છું. પ્રથમ પદ આત્મા છે. છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપગી સદા અવિનાશ; મૂળ મારગ સાંભળો જિનને રે’ એ પદને વિસ્તાર મેક્ષમાર્ગપ્રકાશ” નામના હિંદી ગ્રંથમાં વાંચતાં તે વિશેષ વિચારવા અર્થે મારે માટે તે ગુજરાતી પદ્યમાં તે ભાવ જણાવવા પ્રયત્ન કર્યો છે તે તે પરબના પાણીની પેઠે જે પીએ તેની તરસ મટશે. જેમ પરબમાં પાણી ભરનાર પાણી ન પીએ તે ભરનારની પણ તરસ ને મટે. તેમ હું કે તમે જે એ દિશામાં ગ્યતા લાવવા પુરુષાર્થ કરશે તે તેમાં સફળ થશે. કેઈને આશીર્વાદ કે કૃપા ત્યાં કામ આવે તેમ નથી. જીવે પોતે જ જાગવું જોઈશે, અને પિતાની ઓળખાણ કરવાના કામે લાગવું પડશે. તેમ કર્યા વિના અનંત કાળ ગયો તે પણ પિતાને પત્તો લાગ્યો નથી. તે હવે આ મનુષ્યભવ એમ ને એમ જ ન રહે માટે તેની વિશેષ કાળજી, પૂરણું કરવા ગ્ય છે. પરવસ્તુને પિતાની માનવાની અને તે માન્યતાને આધારે પ્રવર્તવાની અનાદિની જીવની ટેવ છે એ જ ભૂલ છે, મિથ્યાત્વ છે. તે ટાળવા અનેક મહાપુરુષે પિકારી પિકારી તે ભૂલથી છૂટવા માટે અનેક રીતે ઉપદેશ આપવાની કૃપા કરી ગયા છે પણ આપણને તેવી ભૂલ લાગશે ત્યારે તે ભૂલ જેવા આંખ ઉઘાડીશું અને ભૂલ દેખાશે તે પછી ભૂલ નહીં રહે. પરમકૃપાળુદેવે ક્ષમાપનાના પ્રથમ વાક્યમાં લખ્યું છે “હે ભગવાન! હું બહુ ભૂલી ગયો.” એટલું જ વાકય ભરત ચક્રવત મહારાજને કેવળજ્ઞાન આપવા સમર્થ થયું હતું. આપણે
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy